________________
દેશનાચિંતામણિ ]
૩૦૭ થઈને તે નારકીને લઈ જઈને ફેરવે છે, જેથી તે નારકીના આખા શરીરમાં ચરે ચીરા, પડી જાય છે અને ઘણી આકરી વેદના થાય છે. ૩૨ આઠમો ઝટ બાણ મારી નારકને વધતે,
નવમો પકાવે કુંભિમાં ને માંસ ટુકડા ખાંડ, દસમો તથા કુડે પકાવે આ અસુર અગિઆરો,
| દુર્ગધમય વૈતરણી માંહી નાંખતો વળી બારમો. ૩૯૩ અર્થ –આઠમે મહાકાલ નામને દેવ બાણ મારીને નારકીને જલદીથી વધે છે. નવમે કુંભી નામના પરમાધામી દેવ તે નારકીને કુંભમાં પકાવે છે એટલે રાંધે છે. અને દશમે મહાકાલ પરમાધામી તેના માંસના ટુકડાને ખાંડે છે. તથા અગીઆરમો અસુર એટલે પરમાધામી તેને અગ્નિના કુંડની અંદર નાખીને રાંધે છે. તેમજ બારમો વૈતરણું નામની નદીમાં નારકીને નાંખે છે. ૯૩ તણ વેલમાં પચાવે તેરમો ભાગી જતાં,
નારકીને હાક મારીને ખર સ્વર રોકતા શાલ્મલી તરૂ પર ચઢાવે તેમ આળોટાવતા,
નારકીને અંત્ય પરમાધામીઓ રાજી થતા. ૩૦૪ અર્થ –તેરમો વાલક નામનો પરમાધામી તપેલી વેલમાં એટલે રેતીમાં તે નારકીને પચાવે છે. તથા મહાશેષ નામને ચૌદમે પરમાધામી નાશી જતા નારકીને હાક મારીને એટલે હોકેટો કાઢીને રેકે છે. તથા પંદરમે ખરસ્વર નામને છેલ્લે પરમાધામી નારકીને શામલીના વૃક્ષ ઉપર ચઢાવે છે તથા આળોટાવે છે. એવી રીતે પરમાધામી કત વેદનાનું સ્વરૂપ જાણવું. ૩૯૪
પરસ્પર વેદના વિગેરે જણાવે છે – જે પરસ્પર વેદના તેનું સ્વરૂપ ઈમ જાણીએ,
સમ્યકત્વી ને મિથ્યાત્વી નારક ભેદ બે ના ભૂલીએ, મિથ્યાત્વી નારક જીવ પરસ્પર દુઃખને ઉભા કરી,
ભોગ દિનરાત દીન થઈ વેદના બહુ આકરી. ૩૫ અર્થ—હવે બીજી પરસ્પર એટલે અન્ય કૃત વેદનાનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું. નારકીમાં પણ સમકિતી નારકી અને મિથ્યાત્વી નારકી એમ બે પ્રકાર છે એ ભૂલવું નહિ. તેમાં જે મિથ્યાત્વી નારકીઓ હોય છે તેઓ એક બીજાને દુઃખ આપે છે અને તેથી હંમેશાં દીન થઈને એટલે ગરીબડા થઈને ઘણી આકરી વેદના ભેગવે છે. ૩૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org