________________
૩૦૨
[ શ્રી વિજ્યપદ્વરિતતે દેવતાઓ મનમાં બળ્યા કરે છે એટલે બહુ દુઃખી થાય છે કારણ કે પોતાની માટી અદ્ધિ છોડીને તેમને દુ:ખદાયી મનુષ્યગતિ તથા તિર્યંચગતિમાં જવાનું પણ ગમતું નથી. તેથી ૬ માસ સુધી બહુ જ શોકમાં ડૂબેલા રહે છે. ૩૮૨ તેજ વૈક્રિય દેહનું ઘટતું અમરતરૂ હાલતા,
- લજજા ઘટે આ ચિન્હથી સુર નિજ અવનને જાણતા તીર્થપતિના જીવ આવા ચિન્હને ના પામતા,
તેહ તે આવા સમયને જાણે મનમાં મલકતા. ૩૮૩ અર્થ–દેવતામાં ચ્યવનનાં ચિન્હ આ પ્રમાણે જાણવાં. (૧) વૈક્રિય શરીરનું તેજ ઓછું થતું જાય છે. વળી (૨) અમરતરૂ એટલે કલ્પવૃક્ષો કંપાયમાન થાય છે. (હાલે છે.) તથા (૩) લજજા એટલે શરમ ઘટી જાય (એાછી થાય) છે. એ વિગેરે ચિન્હાથી દેવતાઓ પિતાના અવનને જાણે છે, ફક્ત જે તીર્થપતિના જીવે છે એટલે જેઓ ત્યાંથી ચવીને મનુષ્યમાં આવી તીર્થંકર થવાના છે તે જીવને આવા અવનનાં ચિહે પ્રગટ થતાં નથી; જો કે તેઓ પણ પિતાના અવનકાલને તે અવધિથી જાણે છે, પરંતુ તેઓ તે પિતાને અવનકાલ જાણુંને મનમાં આનંદ પામે છે, કારણ કે તેઓ જાણે છે કે મરીને મનુષ્યગતિમાં જઈને તીર્થકર થઈ ધર્મસાધન સહિત પરોપકાર કરી સઘળાં કર્મોને ક્ષય કરી મોક્ષે જવાનું છે માટે તેમને યવન સંબંધી ખેદ જરા પણ થતો નથી. આ બાબતમાં પુરા આ પ્રમાણે છે –
राजन्नेकावताराणा-मन्तकालेऽपि नाकिनाम् ॥ तेजः क्षयादि च्यवन-चिन्हान्याविर्भवन्ति न ॥ १ ॥
અર્થ –હે રાજનએકાવતારી દેને અંતિમ સમયે પણ તેજને ક્ષય વિગેરે અવનના ટાઈમને જણાવનારા ચિન્હો (નિશાની) પ્રકટ થતા નથી. ૩૮૩
તિર્યંચ ગતિના દુઃખો વિગેરે જણાવે છે – ગઢ હદય શઠ શલ્યવંતા તિરિગતિને પામતા,
સિંહ હાથી ગો હરિણુ અજ વાઘ આદિ સ્વરૂપ થતા; ભૂખ તરસ વધ રેગ બંધન તાડનાદિક દુઃખ સહે,
કોઈ પણ ન કહી શકે તેઓ નિરાતે ના રહે. ૩૮૪ અર્થ –ગૂઢ હદય એટલે કપટી હદયવાળા એટલે પટ ભાવથી મનને અભિપ્રાય નહિ જણાવનારા, શઠ એટલે લુચ્ચા તથા શલ્યવંતા એટલે માયાશલ્ય, નિયાણુશલ્ય અને મિથ્યાત્વ શલ્ય એ ત્રણ શલ્યવાળા છ મરીને તિર્યંચગતિને પામે છે. અને તેથી કરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org