________________
દેશના તામણિ 1
૩૦૧
અર્થ :ભવનપતિ વ્યન્તર અને જ્યાતિષીમાં સસ્થાને અને વમાનિકમાં સૌધર્મ અને ઈશાન દેવલાક સુધી દેવીની સત્તા હેાય છે. એટલે ત્યાં સુધી દેવીએ ઉત્પન્ન થાય છે, પરંતુ ત્યાંથી આગળ ત્રીજા દેવલાકથી અનુત્તર સુધી દેવીની ઉત્પત્તિ હેતી નથી. જેથી ત્રીજા સનકુમાર દેવલાકથી આગળ સુરસા એટલે એકલા દેવાના સમૂહ છે. પણ ઢવી નથી. આ ઈશાન સુધીના દેવાને દેવીએ સાથે કાયસેવા કહેલી છે. એટલે મનુષ્યની પેઠે વિષયક્રીડા હાથ છે, ત્યાર પછીના ત્રીજા સનકુમાર અને ચાથા મહેન્દ્રએ એ દેવલેકમાં સ્પર્શી સેવા એટલે એકલા અગના સ્પર્શ માત્રથી વિષયની તૃપ્તિ કહેલી છે. સૌધર્મ અને ઇશાનમાં બે પ્રકારની દેવીએ છે. તેમાં પરણેલી કુલાંગના સરખી દેવીએ તે પરિગ્ર હીતા દેવીએ જાણવી, તે દેવીએ પાતાના દેવ સિવાય અન્ય દેવને ઇચ્છતી નથી. અને બીજી વેશ્યા સમાન અપરિગ્રહીતા દેવીએ છે તે ત્યાંથી ઉપરના દેવલાકના ધ્રુવા સાથે ગમન કરે છે. અહી ત્રીજા ને ચાથા દેવલાકમાં દેવતાને સ્પર્શ સેવા કહી તે આ અપરિગ્રહીતા દેવી સાથે જાણવી. એ પ્રમાણે ઉપરના દેવાને આ અપરિગ્રહીતાદેવીએ ગમન ચેાગ્ય જાણુવી. ત્યાર પછીના પાંચમા બ્રહ્મ દેવલાક એને છઠ્ઠા લાંતક દેવલેાકમાં શબ્દ સેવા એટલે દેવીઓના શબ્દ સાંભળવા વડે કામતૃપ્તિ થાય છે. સાતમા મહાશુક અને આઠમા સહસ્ત્રાર નામના દેવલેકમાં રૂપ સેવા એટલે રૂપ દેખીને કામતૃપ્તિ થાય છે. ત્યાર પછીના ચાર દેવલાકમાં એટલે નવમા આનત, દશમા પ્રાણુત, અગિઆમા આરણુ અને ખારમા અચ્યુત દેવલાકમાં ચિત્તસેવા છે એટલે એ દેવાને સ્મરણ માત્રથી કામતૃપ્તિ થાય છે. આ દેવલેકમાં ત્રણ પ્રકારની સભાઓ હાય છે. તેમાં પહેલી સભામાં મદ્ધિક દેવા બેસે છે, મધ્ય સભામાં મધ્ય પ્રકારના દેવા અને ત્રીજી સભામાં દેવાના નાકર સરખા દેવા બેસે છે. આ ત્રીજા પ્રકારના નાકર જેવા દેવાના દિલમાં ઘણાં પ્રકારનાં દુ:ખા હાય છે. ૩૮૦–૩૮૧
દૈવ કિલ્મિષ કામ હલકાં ત્યાં કરે ધરી ખેષ્ઠને,
મિથ્યાત્વી દેવા બહુ સહે મિથ્યાત્વના તાફાનને; જિનસુર વિનાના સુર સુરાયુ માસ ષટ બાકી રહે,
ચ્યવન ચિન્હ પ્રગટતાં જાણી સુરા મનમાં હે. ૩૮૨
અઃ—કિલ્મિર્ષિક નામના ( ચંડાળ સરખા) દેવેશ ત્યાં ખેને એટલે દીલગીરીને ધારણ કરીને હલકાં કામ કરે છે, અને મિથ્યાત્વી દેવતાઓ મિથ્યાત્વના ઉદયથી પરસ્પર ટંટા ઝઘડા કરતાં ઘણા પ્રકારનાં મિથ્યાત્વ સબંધી તાફાનાને સહન કરે છે. તેમજ મિથ્યાત્વના ઉદયને લીધે અનેક પ્રકારનાં વિપરીત આચરણેા આચરે છે, તથા જિનસુર એટલે જે દેવા મરીને તીર્થંકર થવાના છે તેમના સિવાયના બીજા દેવતા જ્યારે પાતાનું આયુષ્ય છ મહિના બાકી રહે ત્યારે પરભવના આયુષ્યના બંધ કરે છે. ત્યારથી વનનાં એટલે ત્યાંથી મરીને ખીજા ભવમાં ઉપજવાનાં ચિન્હા એટલે નિશાનીએ પ્રગટ થતી જાણીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org