________________
દેશનાચિ’તામણિ ]
૨૯૭
થઇ શકીએ માટે ત્રણ ચાર પેઢીઓ સુધી જીવતા રહીએ તે વડદાદા થઇએ, છેકરાંના છેકરાંને પણ છેકરાં થાય તેને રમાડવાના લ્હાવા લઇએ, વળી ત્યાં સુધીમાં ધન પણ સાત પેઢી સુધી પહોંચે એટલુ પેદા કરી લઇએ, ભલે અમે રોટલો ને મરચું ખાઇને જીવીશું, પણ અમારી પેદા કરેલી કરોડા ને અમજોની મિલકતમાં અમારી પેઢીઓની પેઢીએ તે સુખી સંતાષી થશે, માટે પૂરેપૂરૂ ૧૦૦ વર્ષનું આયુષ્ય કરી આપેા.
વિધાતા—અરે મનુષ્ય ! જગતમાં સમુદ્રોના પાર પમાય, આકાશના પારે પમાય, તારાની સંખ્યાના પાર પમાય પણ તમારા અસતાષના પાર પમાય તેવા નથી. અને હવે મારી પાસે કાઇ પણુ વધારાનું આયુષ્ય લગાર પણ સીલીકમાં નથી માટે ગમે તેમ કરીને એ ૭૦ વર્ષમાં જ તમારે જીવન ગુજારવું. અને પછી અહીં આવવું.
મનુષ્ય—હૈ વિધિદેવ ! જે હવે ક'ઈ ઉપાય જ નથી તે! અમે ૭૦ વર્ષનું જીવન ગુજારીશું, પરન્તુ પ્રભુનું નામ લઈ શકવાને માટે અમારે ૧૦૦ વર્ષમાં જે છેલ્લાં ૫-૧૦ વર્ષ જોઇએ તે હવે મળવાં મુશ્કેલ છે, અને એ ૭૦ વર્ષ તે અમારાં કુટુંબમાં અને ધન કમાવામાં જ જવાનાં.
વિધાતા—૭૦ વર્ષમાં પણ જો પ્રભુના નામના અવકાશ નહિ મેળવાતા આગળ ઉપર તમને જ નુકશાન છે. માટે હવે વિશેષ આગ્રહ ન કરતાં તમે। મનુષ્યના જન્મ લઇ યેા. એ પ્રમાણે આજ્ઞા થવાથી મનુષ્ય લેાકમાં જન્મ લીધા. અનુક્રમે યાગ્ય મર્ અભ્યાસ વિગેરેના ક્રમ પૂરો કરી ગૃહસ્થાશ્રમમાં જોડાયા. અનુક્રમે લગભગ ત્રીસ વર્ષની ઉંમરે ધન કમાવાની એવી લગની લાગી કે ૪૮ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીમાં લાખ પચાસ હજાર રૂપિયા પેદા કર્યો.
આ વખતે પાતાનેા છેાકરો પણ દુકાન વિગેરેનું કામ કરવામાં તૈયાર થયા છે. તેથી તે ઘણું કામ સંભારે છે. ફુરસદે સત પુરૂષાની સેવાના અને તેમના ઉપદેશને પણ લાભ લે છે. તેમાંથી એને સમજવાનું મલે છે કે લક્ષ્મી તે! આ જ છે ને કાલ નથી. ઘડીકના ભરોસા નથી. માટે સંત પુરૂષાની શીખામણુ પ્રમાણે ચાલવું એ સારૂ છે. આ ઇરાદાથી જ્યારે છેકરી કાઈ ધર્માંદાની ટીપમાં ગરીખના દુઃખ દૂર કરવા વિગેરે ધાર્મિક કાર્યોમાં ધન વાપરે, ત્યારે આ લગભગ અડતાલીસ વર્ષની ઉંમરે ùાંચેલો બાપ કહે છે કે—હે પુત્ર ? આમ ધનને ઉડાવી દેવું એ ઠીક નહિ. હવે કદી પણ તેમ ન કરવું. કારણ કે આ લક્ષ્મી તે કંઈ પેદા કરી નથી. ગદ્ધા મજૂરી કરીને મે' મેળવી છે. અહીં સમજવાનું કે માપ કહે છે કે મેં ગદ્ધા મજૂરી કરીને પૈસા મેળળ્યા છે. એનુ કારણ એ કે ગધેડાના ૧૮ વર્ષ ૩૦ વર્ષામાં ભળ્યા છે. આવા ધનની તીવ્ર મૂર્છાવાળા જીવે ધનને સાચવતાં સાચવતાં જ્યારે ૬૦ વર્ષની ઉંમરે હુાંચે છે. ત્યારે તેમનામાં કૂતરાની જેવા ચાલા પ્રકટ થાય છે.
૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org