________________
[ શ્રી વિજયપધસૂરિકૃતકારણ મારા રેકર્ડમાં ૩૦ કરતાં વધારે કેઈનું આયુષ્ય નથી તો હું શું કરું? છતાં એટલો ઉપાય છે કે જે તમારે આયુષ્ય વધારે જ જોઈતું હોય તો ગધેડાનાં જે ૧૮ વર્ષ માફ કર્યા છે તે વધારે સિલિકમાં છે. તેથી તે આયુષ્ય સ્વીકારીને તમે ૪૮ વર્ષનું જીવન સુખ સંતોષ પૂર્વક ગુજારશે..
મનુષ્ય—હે દેવ! અમે એ ગધેડાનું આયુષ્ય સ્વીકારીએ છીએ પરંતુ એટલાં ૪૮ વર્ષથી તે શું નભે? કારણ કે અમારાં બાળ બચ્ચાં મેટાં થાય તેમના વિવાહ કરવા પડે, પરણાવવા વિગેરે કાર્યો કરવા પડે. તે પહેલાં તે અમારાં ૪૮ વર્ષ પૂરાં થઈ જાય. અને અહીં આવવું પડે એ ઠીક નહિ માટે અપારે તે ઘણું આયુષ્ય જોઈએ.
વિધાતા–હે મનુષ્ય! ગધેડા કૂતરા ને વાનર સરખાને ઓછા આયુષ્યથી સંતોષ થયે, અને તમારું આયુષ્ય ૧૮ વર્ષ વધારી આપ્યું તે પણ તમને સંતોષ ન વળે, તે હવે તે મારી પાસે કૂતરાનું જે ૧૨ વર્ષ આયુષ્ય માફ કર્યું છે તે સિલિકમાં છે માટે તે સ્વીકારી લે.
મનુષ્ય--ભલે અમને કુતરાનું બાકી રાખેલું ૧૨ વર્ષનું આયુષ્ય આપ તે અમે સ્વીકારીએ છીએ. પરંતુ એટલાં ૬૦ વર્ષ પણ બહુ ઓછાં છે, કારણ કે બાળ બચ્ચાં મોટાં થતાં પરણાવી શકીએ, પરંતુ ઘેર છેકરાની વહુ આવે, વળી છોકરાને છોકરાં થાય તે રમાડીએ, વાડી બંગલા ધન વિગેરેની વ્યવસ્થામાં પુત્રાદિ પરિવાર સંપૂર્ણ માહિતગાર થઈ અમારો ઘર કારભાર સારી રીતે ચલાવતા જઈએ ત્યાર પછી અમે વાનપ્રસ્થાશ્રમ લઈને પ્રભુનું નામ લઈ શકીએ, પરંતુ ઘર કારભારમાં પુત્ર સંપૂર્ણ વાકેફ ન થયા હોય અને છોકરાંનાં છોકરાં ના રમાડીએ અને તેમને ના પરણાવીએ ત્યાં સુધી સંસારને હા લેવાને પૂરો થાય નહિં અને એ અધૂરો સંસારને લ્હા છોડીને પ્રભુનું નામ લેવા જઈએ તે પણ મન લાગે નહિં, અને ઘરની અને કુટુંબ વિગેરે બધાની ચિંતાને ચિંતા જ રહ્યા કરે માટે એક વાર રાજી થઈને આયુષ્યમાં કંઈ વધારો કરી આપો તે સારૂં. હવે ફરીથી માગણી નહિ કરું.
વિધાતા–હે મનુષ્ય! તમારા અસંતોષને તો કંઈ પાર જ લાગતો નથી, કારણ કે ગધેડા, કુતરા અને વાંદરા અને ઘણા સંતોષી જણાયા, પણ તમે તો ઘણા અસંતોષી જણાઓ છે, હવે તે જે વાનરના માફ કરેલા ૧૦ વર્ષ સીલકમાં (જમે) રાખી મૂક્યાં છે તે તમને આપું છું. હવે કંઈ માગવું નહિ. જાઓ જલ્દી જન્મ લઈ લે.
મનુષ્ય—હે વિધિદેવ! ભલે એ વાંદરાના ૧૦ વર્ષ અમે સ્વીકારી લઈએ છીએ, પરંતુ એટલા ૭૦ વર્ષના આયુષ્યથી પણ અમારી ભાવનાએ ઘણી જ અધૂરી રહી જવાની, કારણ કે એટલાં વર્ષમાં અમે છોકરાંનાં છોકરાંના દાદા તે થઈએ પણ તેનાં છોકરાંના વડદાદા ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org