________________
દેશનાચિંતામણિ ]
ટૂંકામાં આ પ્રમાણે જાણવું–અહિં મનુષ્ય જીવનમાં યુવાવસ્થા વિગેરેના વખતમાં પિતાને માટે અને કુટુંબને માટે ભવાભિનંદી જીવોને જે મોટા મોટા વ્યાપરાદિના પરિશ્રમ કરવા પડે છે, તેને પંડિત પુરૂષે ગદ્ધામજૂરી કહે છે, આ બાબતમાં બહુ જરૂરી કાલ્પનિક દષ્ટાન્ત આ પ્રમાણે છે–
એક વાર વિધાતાએ (જૈન દર્શનની માન્યતા પ્રમાણે જે કે જગતના કર્તા વિધાતા નથી પરંતુ અન્યદર્શનને માનનારા છો ઈશ્વરને અથવા બ્રહ્માને અથવા વિધિને સર્વ સર્જનહાર તરીકે માને છે. દષ્ટાંત પૂરું થાય, ત્યાં સુધી તત્વને સમજવાની ખાતર માનવું કે વિધાતા એ કર્તા છે તેણે ) ગધેડે કૂતરે વાનર અને મનુષ્ય એ ચારને પિતાની પાસે બોલાવીને પ્રથમ ગધેડાને આજ્ઞા કરી કે હવે તમારે અહિંથી જઈને મનુષ્યલોકમાં જન્મ લે, ત્યારે ગધેડાએ કહ્યું કે મારું આયુષ્ય કેટલું અને અમારે કામ શું કરવાનું ? ત્યારે વિધાતાએ કહ્યું કે અહિં મારા આયુષ્યના રેકર્ડમાં કોઈનું પણ ૩૦ વર્ષથી ઓછું કે વધારે આયુષ્ય નથી, માટે તમારે ૩૦ વર્ષ જીવવું, અને કાર્ય કરવાનું એ કે તમારો માલિક તમારા પર જે બોજા લાદે તે બેજે લઈ જવાને, અને જે તેમાં તમે કસૂર કરશો તો તમને ડફણાં પડશે, કુસકા નદીની ધરો વિગેરે ખાઈને સંતોષ માનવો અને એ રીતે વૈતરું કરીને તમારું જીવન સંતોષ પૂર્વક ગુજારવું
ગધેડા–અમારૂં એ વૈતરાવાળું ૩૦ વર્ષનું જીવન તે અમને બહુ જ આકરૂં પડે. માટે કૃપા કરીને એ જીવનમાંથી કંઈક ઘટાડે કરી માફ કરે તે સારૂં.
વિધાતા–જે કે મારા ફ્રેકર્ડમાં ૩૦ વર્ષનું આયુષ્ય છે છતાં તું બહુ કાલાવાલા કરે છે, તે જાઓ તમારાં ૧૮ વર્ષ માફ કરૂં છું, માટે હવે તમારે ૧૨ વર્ષ જેટલું જીવન સંતેષથી ગુજારવું
એમ ગધેડાએ ૧૨ વર્ષનું આયુષ્ય સ્વીકારી લીધું, અને માલીકના હુકમ પ્રમાણે કર્યું. ત્યાર બાદ કૂતરાને બોલાવ્યા, ને કહ્યું કે હમારે અહિંથી ( કૂતરા સ્વરૂપે ) જન્મ લે.
કૂતર–પણ અમારું આયુષ્ય કેટલું ? ને અમારે કામ શું કરવાનું? તે મને કહે.
વિધાતા–મારા રેકર્ડમાં તમારું આયુષ્ય પણ ૩૦ વર્ષનું છે, અને તમારે જન્મ લઈને કામ એ કરવાનું કે તમારે માલિક જે કંઈ રોટલા વિગેરેને ટુકડો ખાવાનું આપે તે તે ખાઈને રાજી થઈ પૂછડી હલાવવી, અને માલિકના ઘરમાં કોઈ અજાણ્યા માણસ આવે તો તેને ભસવું અને પિસવા ન દે, એ પ્રમાણે તમારે રાતદિવસ માલિકના ઘરમાં ચાકી કરવી, તેમજ શેરીમાં પણ એ રીતે લોકના આપેલા ટુકડા ખાઈને રાત દિવસ શેરીની (પળની) ચકી કરવી અને એ રીતે સંતેષમય જીવન ગુજારવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org