________________
શકિત વધે છે. વળી આત્મા ચ થવા માંડે છે. તથા પ્રમાદ દૂર ખસે છે; ખોટા વિ. ચારે આવે જ નહિ. અને મન સ્થિર બને છે. અને ચિત્તની ડામાડોળ દશાથી થતી સંસારની રખડપટ્ટી પણ ધીમે ધીમે ઓછી થાય છે, તેમજ ખરા ગુણોને વિકાસ થાય છે, અને અનેક વિશાલ ત્રાદ્ધિઓ પ્રકટ થાય છે. એમ અનુક્રમે જેમ જેમ અપૂર્વ સહજાનન્દને પણ થોડા થોડા અંશે અનુભવ થતો જાય છે, તેમ તેમ ભેગ તૃષ્ણા શાંત થાય છે. અને ચિંતા ઘટતી જાય છે, તથા નિર્મલ ધ્યાન પ્રકટે છે. અને યોગ રત્ન ( ચિત્ત) દઢ થતાં મહાસામાયિકનો લાભ થવા પૂર્વક અપૂર્વ કરણ પ્રવર્તે છે, તેમજ ક્ષપક શ્રેણિને કરી કમસર કર્મ રૂપી જાલને તોડે છે. અને શુકલ ધ્યાનના પ્રકારે ઠાવી ગ તેજ ફેલાવે છે, તથા ઘાતી કર્મોને ખપાવી કેવલ જ્ઞાન મેળવી સર્વ દ્રવ્યાદિને જાણી જગતના જીને ઉદ્ધાર કરી છેવટે કેવલી સમુઘાત કરીને બાકીના કર્મોને આયુષ્યની સરખા કરે છે, પછી યોગ નિષેધ કરી શેલેશી અવસ્થામાં રહે છે, ને ત્યાં અઘાતી કર્મોને નાશ કરી દેહ વિનાની સિદ્ધ અવસ્થા મેળવે છે, એટલે સતતાનન્દ નિરાબાધ મુક્તિના સુખ પામે છે. આથી સહજ સમજી શકાશે કે- આ મુકિત પામવા સુધીના તમામ લાભે ચારિત્રથી જ પામી શકાય છે. આગળ વધીને શ્રી તીર્થકર ભગવંતે એમ પણ પૂર્વોક્ત વચનનું સ્પષ્ટ રહસ્ય જણાવ્યું છે કે–રાગાદિના ઉપદ્રવ (જુ) ને અને તે દ્વારા થતા અને નન્તા જન્માદિના દુઃખને અટકાવવાને ચારિત્ર જ સમર્થ છે, સર્વ આપત્તિઓને અને વિવિધ વિડંબનાઓને હઠાવનારૂં પણ ચારિત્ર જ છે ચારિત્રના પ્રભાવે કરીને બીજા જીની આગળ દીનતા ભરેલા વચને બેલવાને પ્રસંગ આવતું નથી; રેગ દારિદ્રય કલેશમય સંસારને નાશ થાય છે. પુણ્યના ઉદયથી જે છે આ ચારિત્રને સાધે છે તેઓ પાપ કર્મોને હઠાવી સર્વ કલેશેથી રહિત અનન આનન્દ સમૂહથી ભરેલી શ્રેષ્ઠ ગતિ (મોક્ષ) ને પામે છે, ત્યાં ગયા પછી તેમને પુનર્જન્મના કારણભૂત કર્મોના અભાવે અહીં આવવાનું હતું નથી; જેથી સર્વે સાંસારિક વિડંબનાઓ હોય જ નહિ. એમ પરલોકની સ્થિતિ જણાવી. પવિત્ર ચારિત્ર રૂપી નંદન વનમાં ફરનાર મુનિ મહાત્માએ આ લેકમાં પણ પ્રશમ રૂપી અમૃતનું પાન કરીને સંતુષ્ટ બને છે, અને એ જ કારણથી તેઓ વાસ્તવિક સુખોને ભેગવે છે. અને તેમને રેગાદિ ક્ષુદ્રોપદ્રવની પણ પીડા બીલકુલ હોતી નથી, તેમજ આ ચારિત્રની સેવના કરનાર સાધુઓ ભલેને સામાન્ય વંશમાં જન્મેલા હોય, છતાં અપૂર્વ ચારિત્ર ગુણથી આકર્ષાયેલા સુરેન્દ્રાદિ દેવે પણ તેમની (ચારિત્રવંતની) સેવા કરે છે. અને સામાન્ય કલમાં જન્મેલા છતાં ચારિત્રર્વત મુનિવરો ચારિત્રના પ્રતાપે ઉત્તમ કુલવાન કહેવાય છે, અપવિત્ર જીને પવિત્ર કરનાર ચારિત્ર જ છે, તેને અંગીકાર કરનાર જીવો ચારિત્રને પામ્યા પહેલાં દાસ જેવા હોય, તો પણ સ્વીકારેલા આ ચારિત્રના જ પ્રતાપે તમામ જગતના જીવોમાં અગ્રેસર ગણાય છે. ચારિત્રને પામ્યા પહેલાં વિશેષ જ્ઞાન ન હોય, છતાં ચારિત્રના જ પ્રતાપે ઘણએ સમર્થ મહા જ્ઞાનવંત થાય છે, જેમના મનમાં અહંકાર ભેગ તૃષ્ણના વિચારો લગાર પણ થતા નથી તથા જેઓ મન વચન કાયાના વિકારોથી રહિત છે. અને પિતાથી ભિન્ન એવા સાંસારિક પદાર્થોની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org