SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ તેનું નામ સંયમ ( પ્રવજ્યા-દીક્ષા–ચારિત્ર) કહેવાય. આવા ઉત્તમ ચારિત્રને સાધવાથી જ શ્રેષ્ઠ દર્શન અને જ્ઞાનનું સંપૂર્ણ ફલ મલી શકે છે. આ ચારિત્રનું શ્રી સિદ્ધચક પૂજામાં આ પ્રમાણે ટુંકુ સ્વરૂપ બતાવ્યું છે. જુઓ કર આગમ ને આગમે-ચરણ પદ પ્રણિધાન; જ્ઞાતા ઉપગી ધુરે–અનાગ પર જાણું. નામાદિક ચઉહા ક્રમે-કિરિયા વિણુ ઉપયોગ; દ્રવ્ય ચરણ કારણ મુણો–ભાવે સહ ઉપગ. અચ્છાદિત નિજ શકિતને–દેખે જાસ પ્રતાપ, વંદો નિત તે ચરણને-રિક્ત કરે ચિત્ત પાપ. ઈદ્રને અને ચક્રવર્તિને જે સુખ ન મલે તે સુખ ચારિત્રના પ્રતાપે મળી શકે છે. માટે જ કહ્યું છે કે नैवास्ति देवराजस्य-तत्सुखं नैव राजराजस्य ॥ तत्सुखमिहैव साधोलोकव्यापाररहितस्य ॥ १ ॥ तणसंथारनिसंण्णोऽवि-मुणिवरो भट्टरागमयमोहो ॥ ज' पावइ मुत्तिसुह-कत्तो तं चक्कवट्टीवि ॥ २ ॥ ડાહ્યા પુરૂષો જે સ્વાધીન સુખની નિરન્તર ચાહના કરે છે, તેવું અધ્યાત્મ સુખ પણ સંસારથી વિરક્ત મહર્ષિ મુનિવરેને જ મલે છે. જુઓ - पराधीनं शर्म क्षयि विषयकांक्षौघमलिनं । भवे भीतिस्थानं तदपि कुमतिस्तत्र रमते ॥ बुधास्तु स्वाधीनेऽक्षयिणि करणौत्सुक्यरहिते। निलीनास्तिष्ठन्ति विगलितभयाध्यात्मिकसुखे ॥ १ ॥ અનુભવી મહર્ષિ ભગવંતોએ આ પવિત્ર ચારિત્રને વજદંડની ઉપમા આપી છે તે વ્યાજબી છે. કારણ કે તેજ ( ચારિત્ર રૂપી ) વજદંડથી મહા મેહ વિગેરે ધૂતારા જેવા ચેરોના સમુદાયને હરાવી શકાય છે, અને તેમ કરતાં ભવ્ય જીવને ઉત્તમ અધ્યવસાય પ્રકટે છે તથા પૂર્વે બાંધેલા કર્મો નાશ પામે અને નવા કર્મો બંધાતા નથી. અને આત્મ ૧ કારણ કે જ્ઞાનનું ફલ વિરતિ છે. જુઓ પ્રશમરતિમાં-શાન પ વિતિઃ | જાણું તે તે તે ખરૂં મોહે નવિ લેપાય છે तज्ज्ञानमेव न भवति-यस्मिन्नुदिते विभाति रागगणः ॥ તમણ તોગતિ રજિ-નિવરિપાત્રત થાતુF I ? / ૨. આ બાબતમાં–કસી વીતી એમ પૂછનાર રાજાને-“ આધી તેરી જેસી અને આધી તેરેસે અછી ” એવો જવાબ દેનાર મહાત્માનું દષ્ટાંત સ્પષ્ટાર્થવાળી શ્રી સિદ્ધચક્ર પૂજામાંથી જોઈ લેવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy