SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ || શ્રી વિજયપરિકૃત કારણથી તથા શ્વાસોશ્વાસ ઘણું ઉતાવળા ચાલવાથી તેમજ વિષકન્યા વિગેરેને સ્પર્શ થવાથી એમ ઉપર ગણવેલા સાત કારણેમાંના કોઈ કારણને ચેગ મળવાથી મનુષ્પાયુષ્ય ઘટી જાય છે. આ હકીક્ત હું જિનવચનથી એટલે પહેલાંના જિનેશ્વર દેવે કહેલા વચનને અનુસારે જણાવું છું. ૩૭૦ જુવાન હિતશિક્ષાને ગણકારતે નથી વિગેરે જણાવે છે – કયારે થશે મૃત્યુ તમારૂં શા નિમિત્તે ક્યાં વળી, - આપણા જેવા ન જાણે ધર્મ સાથે થઈ બળી; ભર જુવાનીના મદે હિતવચન આ ના સાંભળે, પૈસે ગણી પરમેશ માની નારને ગુરૂ ધન રળે. ૩૭૧ અર્થ:–વળી હે બંધુ ! તમારું મૃત્યુ ક્યારે આવશે ? કયા નિમિત્તથી મૃત્યુ થશે? કયે ઠેકાણે મૃત્યુ થશે ? એ હકીકત તમારા જેવા સામાન્ય મનુષ્ય જાણી શકતા નથી. માટે બળી એટલે બળવાન–હીંમતવાન બનીને તમે પરમ ઉલાસથી ધર્મની નિર્મલ સાધના કરે. ભર જુવાનીને અભિમાનમાં તેઓ પ્રભુના (હિતકારીના) આ હિતનાં એટલે આત્મકલ્યાણનાં વચને સાંભળતાં નથી અને પૈસાને પરમેશ્વર માનીને અને સ્ત્રીને ગુરૂ માનીને કેવળ તેમના ભરણુ પિષણ માટે મમતાથી ધન રળ્યા કરે છે એટલે કમાયા કરે છે. ૩૧ કેટલાએકની ઘડપણમાં કુતરાના જેવી સ્થિતિ થાય છે, વિગેરે જણાવે છે – ઘડપણ અચાનક આવતાં બળ કાયનું ચાલ્યું ગયું, તન ધ્રુજતું બહુ આંખ કેરું તેજ પણ ચાલ્યું ગયું; વ્યાધિ દમને ખૂબ વો પુત્રાદિ પણ તરછોડતા, દાનાદિમાં ધન વાપરે તે શ્વાનની જેવા થતા. ૩૭ર ; અર્થ તેવા જીવોને જ્યારે એકદમ ઘડપણ આવી પહોંચે છે, ત્યારે શરીરની શક્તિ ઘણી ઓછી થઈ જાય છે, શરીર ધ્રુજવા-કંપવા લાગે છે, આંખનું ઘણું તેજ ચાલું જાય છે એટલે બરાબર દેખાતું પણ નથી. દમ રોગ ઘણે વધી જાય છે અને જ્યારે પિતાના પુત્ર પુત્રી વગેરે સ્વજને પણ તિરસ્કાર કરવા લાગે છે. તેમજ પુત્ર વિગેરે દાન વગેરેમાં જે ધન વાપરવા માંડે તો તે પુત્રાદિકની તરફ તે વૃદ્ધ માણસ શ્વાન જેવા એટલે કુતરાની જેવા ચાળા કરે છે એટલે કુતરો જેમ કરડવા માટે ઘુરકી કરે, તેમ દાનાદિકાર્યમાં લક્ષમીને વાપરતા પુત્રાદિકની ઉપર વૃદ્ધ પિતા ઘુરકીઆ કરે છે એટલે ભસ્યા કરે છે. રૂ૭૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy