________________
- I . . ણ ]
૨૮૭ જે ગર્ભ રહેલ હોય તે ક્લીબ એટલે નપુંસકપણે ઉપજે છે. વળી ગર્ભમાં પુષ્કળ એટલે ઘણું વેદના સહેવા છતાં પણ જન્મની ભજન છે એટલે જન્મ અથવા ન પણ જન્મ, કારણ કે કેઈક ગર્ભ (ગર્ભને જીવ) માતાની કૂખમાં પણ મરણ પામે છે અથવા જે જન્મે છે તે અતિ દુઃખ પૂર્વક કૂખમાંથી બહાર આવે છે. આ પ્રમાણે કરેલા એટલે પૂર્વ ભવમાં બાંધેલા કર્મના ઉદયથી તિમિર એટલે અંધારા અને અશુચિ એટલે મલીનતાથી ભરેલી નાની કેટરીના જેવી માતાની કુક્ષિમાં રહીને ગર્ભના છે અનેક પ્રકારની પીડાઓ ભગવે છે. ૩૬૩ કેળ કેરા ગર્ભ જેવા સુખી મનુજને અગ્નિથી,
તાપેલ સંયો ખેસતા જે દુઃખ પ્રકટે તેહથી; અષ્ટ ગુણ દુઃખ નાર કેરી કુક્ષિમાંહી ગર્ભને,
જન્મ સમય અનંતગુણ દુઃખ તેહથી પણ મનુજને. ૩૬૪ અર્થ:-કેળના ગર્ભ સમાન ઘણું કમળ અને સુખી મનુષ્યના શરીરમાં અગ્નિથી તપાવેલા સોયા ખેસવાથી જેટલું દુઃખ થાય છે, તેનાથી આઠ ગુણું વધારે દુઃખ સ્ત્રીની કુક્ષીમાં રહેલા ગર્ભને હેય છે, અને તે ગર્ભવાસના દુ:ખ કરતાં અનંતગણું દુઃખ મનુષ્યને જન્મતી વખતે (જન્મ સમયે) થાય છે. ૩૬૪
બાલ્યાદિ અવસ્થાનાં દુઃખ વિગેરે જણાવે છે – શિશુ અવસ્થા મૂત્ર વિષ્ટા ધુલિ લુનાજ્ઞાનથી,
નિંદિત કહી તારૂણ્યમાંહી ધન ઉપાર્જન પ્રમુખથી; મનુજ ગતિમાં દખ સહે, ગદ્ધા મારી આદરી,
ઈષ્ટ વિરહ અનિષ્ટ વેગે ના મલે શાંતિ જરી. ૩૬૫ અર્થ-જન્મ થયા પછી પણ મનુષ્યને બીનસમજણને લઈને બચપણમાં મળમૂત્રથી લેપાવું, ધૂળમાં આળોટવું વગેરે દુઃખે હોવાથી બાલ્ય અવસ્થા નિંદિત એટલે નિંદવા લાયક કહેલી છે. વળી જ્યારે તારૂણ્યમાંહી એટલે જુવાન અવસ્થામાં આવે છે ત્યારે કુટુંબના ભરણ પોષણ માટે ધન કમાવવા વિગેરે માટે ગદ્ધા મજુરી એટલે જેમ ગધેડાને આખો દિવસ ભાર ઉપાડીને મજુરી કરવી પડે છે તેવી રીતે મજુરી કરવી પડે છે, તેથી મનુષ્યગતિમાં પણ અનેક પ્રકારનાં દુઃખ સહન કરવો પડે છે. વળી ઈષ્ટ વિરહે એટલે જેના ઉપર પિતાની પ્રીતિ હોય તેમનો વિયોગ થવાથી તથા અનિષ્ટ યોગે એટલે જેના ઉપર પિતાને અપ્રીતિ હેય એટલે જે પિતે ચાહતે ન હોય તેના સંગથી તે (મનુષ્ય) ને જરા પણ શાંતિ અથવા સુખ મળતું નથી. ૩૬પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org