________________
૨૮૬
( શ્રી વિપરિતદુઃખોની પરંપરા રહેલી છે. કારણ કે માતા વિના પુત્રનું પિષણ કરનાર બીજું કઈ નથી માટે માતા વિના પુત્રને સુખ નથી. તેમજ સ્ત્રી વિના જુવાન પુરૂષને સુખ નથી અને પુત્ર વિના વૃદ્ધ માણસને મોટું દુઃખ છે. કારણ કે પુત્ર વિના વૃદ્ધ પિતાનો સંભાળ કેણ કરે ? એ પ્રમાણે શાસ્ત્રમાં ત્રણ દુઃખ ઘણાં મોટાં કહ્યાં છે. કહ્યું છે કે
बालस्स माइमरणं-भज्जामरण च जुव्वणनरस्स ॥
वुद्धस्स तणयमरणं-तिण्णिवि गुरुआइ दुक्खाइं ॥ १ ॥ ૩૬૦ | ત્રણ લેકમાં માતાના ઉદરમાં રહેલા જીવનું સ્વરૂપ જણાવે છે – કુક્ષિમાંય અધમુખે સન્મુખ જનની પૃષ્ટિની,
અંજલિ લલાટે બાંધી ગર્ભ રહે ન સીમા દુઃખની; જઠરાગ્નિથી જ પકાય જાગે તે માતા જાગતા,
ગર્ભ ઉઘે ઉંઘતા માતા સુખી સુખમાં છતાં. ર૬૧ અર્થ–વળી મનુષ્યને ગર્ભાવસ્થામાં માતાની કૂખમાં નીચું મુખ રાખીને, માતાની પીઠની સામે બે હાથ જોડીને કપાળે બાંધ્યા હોય તેવી રીતે રહેવું પડે છે. અહીં ગર્ભને દુઃખને કાંઈ પાર નથી. વળી તે ગર્ભ માતાના જઠરના અગ્નિથી પકાય છે. માતા જાગે એટલે ગર્ભ પણ જાગે છે. તથા માતા ઊંઘે ત્યારે ગર્ભ પણું ઉધે છે. તથા માતા સુખમાં હોય તે ગર્ભ પણ સુખી રહે છે. ૩૬૧ - હાય દુખી માત તે તે ગર્ભ દુઃખને પામતે,
| નવ માસ સાડા સાત દિન ગર્ભે અશુચિમાં કાઢતે; કુક્ષિ દક્ષિણ ભાગમાંહી ગર્ભ હવે પુત્રને,
વામ ભાગે પુત્રી કે ગર્ભ તેમ યમલ તણો. ૩૬૨ હોય બંને ભાગમાં ને કલીબ મધ્યે ઉદરની,
વેદના પુષ્કલ છતાં ભજના રહે છે જન્મની તિમિર અશુચિ ભરેલ નાની કોટડીના વાસમાં,
ભગવે પીડા કરેલા કર્મ કેરા ઉદયમાં. ૩૬૩ અર્થ –વળી જે માતા દુઃખી હોય એટલે માતાનું શરીર સારૂં ન હોય તો ગર્ભ પણ દુઃખી થાય છે. એ પ્રમાણે ઘોર અંધકારમય ગર્ભમાં રહીને તે જીવ લગભગ નવ માસ ઉપર સાડા સાત દિવસ દુઃખ ભેગવતો અશુચિમાં એટલે અપવિત્રતામાં કાઢે છે–વીતાવે છે. વળી કુખના દક્ષિણ ભાગમાં જે ગર્ભ હોય તે પુત્રપણે જમે છે અને ડાબી બાજુ હોય તે પુત્રી પણ ઉપજે છે. અને જે બંને ભાગમાં એટલે જમણી અને ડાબી બાજુમાં ગર્ભ હોય તો યમલ એટલે જેડકા બાળક જન્મે છે. તથા ઉદર એટલે પેટના મધ્ય ભાગમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org