________________
૨૮૪
[ શ્રી વિજ્યપધસૂરિકૃત
માણસે ધાતુવાદ એટલે ધાતુઓની મેળવણું કરીને તેમાંથી સેનું ચાંદી બનાવવાની ઈચ્છા રાખે છે. અને ઘણું કિમિયા કરે છે, તો પણ સોનું ચાંદી બનતાં નથી. તેથી તેઓ ધનના લેભી રાજાના સમૂહને સેવે છે. અને જણાવે છે કે અમે સુવર્ણસિદ્ધિને જાણીએ છીએ માટે તમે આ કાર્યમાં તેના ખરચ વગેરેની સહાય કરો તો અમે તે કરી બતાવીએ. પછી વિધિ એટલે સુવર્ણસિદ્ધિની રીતને જાણતાં તેઓ અમૂક વનસ્પતિનાં મૂળ અમુક ધાતુ તથા માટીની સાથે મેળવે છે. તથા જારણું વગેરે વિધાન એટલે ક્રિયાઓ સાધીને પછી રાતને દિવસ તે વસ્તુઓને ધમ્યા કરે છે અને પૂત્કાર કરે છે એટલે કે છે. એ પ્રમાણે સોના ચાંદીની સિદ્ધિ માટે મહેનત કરે છે. અને લેશ માત્ર સેનું અથવા ચાંદી સિદ્ધ થયેલાં જોઈને અથવા તેની કાંઈક આશા બંધાતાં તેના મનમાં આનંદને પાર રહેતે નથી. અને જલ્દી ઘણું ધન મેળવવા માટે આશા રૂપી લાડવા ખાય છે એટલે મનમાં એવા વિચાર કરે છે કે હવે હું થોડા વખતમાં ઘણું ધન મેળવીશ અને પૈસાદાર બની જઈશ, પરંતુ જ્યારે ધાર્યા પ્રમાણે સુવર્ણસિદ્ધિ થતી નથી ત્યારે બહુ ચિંતાતુર બને છે અને પિતાની પાસેના ધનના લેશને એટલે પોતાની થેડી પુંજી પણ ગુમાવી બેસે છે. આવા કિમિયાગર મનુષ્યને ભાગ્યહીન એટલે દુર્ભાગી જાણવા. ૩૫૫-૩૫૬ ધન વિના નહિ ભેગ સાધન એમ દીલમાં માનતા,
ચાર્ય કરતા રમત જૂગટું યક્ષિણને સાધતા; મંત્ર જપતા જ્યોતિષીને ગણત નિમિત્ત તપાસતા,
લેકને વશ કરત સર્વ કલા ભણત ધન ચાહતા. ૩૫૭ , ,
અર્થ–વળી કેટલાક મનુષ્ય ધન વિના ભેગસાધન એટલે વિષયનાં સાધને અથવા મોજમજાનાં સાધને મળતાં નથી એવું જાણુંને ચારીઓ કરે છે. એટલે બીજાના ઘરમાં ખાતર પાડીને અથવા ખીસ્સાં કાતરીને તથા બીજા અનેક પ્રકારના છળપ્રપંચે કરીને ચારી કરે છે. જુગાર રમે છે. વળી કેટલાક ધન લેભીઓ યક્ષિણીની એટલે દેવ દેવીઓની સાધના કરે છે એટલે તેની સાધના કરીને તે દ્વારા ધન મેળવવાની ઈચ્છા કરે છે. વળી કેટલાક માણસો મંત્ર જાપ જપે છે, જેથી મંત્રસિદ્ધિ થાય અને તે દ્વારાએ ધન મેળવાય તેવી ઈચ્છા રાખે છે. વળી કેટલાક તો જ્યોતિષની ગણત્રીઓ કરીને પૈસા મેળવવાની ઈચ્છા રાખે છે. વળી કેટલાક નિમિત્ત શાસ્ત્ર તપાસે છે અને કેટલાક તે લેકેને વશ કરવા નાચ આદિ સર્વ પ્રકારની કળાઓને અભ્યાસ કરે છે અને તે નૃત્યાદિ કળાઓ વડે ધન મેળવવાની ઈચ્છા કરે છે. ૩૫૭ તે નથી જે ના કરે ન વદે વિચારે છે નહી,
આથડે ચારે તરફ પણ ભાગ્ય વિણ પામે નહી;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org