SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૭૫ અ:—કેટલાએક મનુષ્યા લાભને વશ થઇને આજીવિકા એટલે ગુજરાન ચલાવ વાને માટે મરણદાયક એટલે જેમાં મરણુના સંભવ રહેયા છે એવી ભયંકર લડાઇમાં સુભટ થઇને એટલે સૈનિક અનીને લડવા માટે જાય છે. વળી કેટલાએક મનુષ્યેા પેાતાના મિત્રને જોઇને હર્ષાશ્રુ કાઢે છે એટલે ઘણા રાજી થાય છે. તથા કેટલાક મનુષ્યે દુર્ભાગ્યથી એટલે પ્રથમ બાંધેલા પાપકર્મોને લીધે ઘણા કાળ સુધી દારિદ્રય એટલે ગરીબાઇને ભેાગવે છે, આ કારણથી તેઓને પેટ પૂરતુ ખાવાનું મળતુ નથી, અને પહેરવાને પુરાં ( જોઈતાં, મનગમતા ) લુગડાં પણુ મળતા નથી, તેથી કરીને ઘણું કદન એટલે બહુ દુઃખ લાગવે છે. વળી કેટલાએક મનુષ્ચા વ્યાધિ એટલે રાગની પીડાને ભગવે છે અને તેથી પશુ ઘણા કાળ દુ:ખથી શીખાયા કરે છે. ૩૩૬ વિષયાદિના દુ:ખ જણાવે છે:-— ભાગ સુખ મિથ્યા છતાં સુખ માનતા કેઇક જના, પાષિષ્ઠના સંસર્ગથી પામે સમય બહુ દુઃખના; ધર્મ કેરી બુદ્ધિ ધારી કેઈ વિપરીત આચરે, દાસ થઇને કંઇ શેઠ તણા વચન સહતા ફરે. ૩૩૭ અ:—કેટલાક મનુષ્યા ભાગ સુખ એટલે ઇન્દ્રિયાના વિષય સુખે મિથ્યા એટલે ફાગઢ એટલે દુ:ખદાયી છે, તે છતાં અજ્ઞાનથી તેમાં સુખ માને છે, અને તેઓ તેમાં આસક્ત થઈને ખરા સુખને મેળવી શકતા નથી. વળી કેટલાક મનુષ્યા પાપી મનુષ્યાની સાખત થવાથી ઘણા દુ:ખના સમયને પામે છે એટલે તે પાપીની સાખતથી પાતે પશુ પાપમાં સાય છે તેથી તેમને પણ ભયંકર દુ:ખ ભાગવવાના સમય એટલે પ્રસંગ આવે છે. વળી કેટલાક મનુષ્યા બહારથી ધર્મના ખાટા ડાળ કરીને ( ધર્મના મ્હાને) ખીજાને છેતરે છે. એટલું જ નહિ પણ અંદરખાનેથી ધર્મથી ઉલટું આચરણ કરે છે એટલે અનાચાર સેવે છે, છતાં હું ધર્મી છું એવું બીજા લેાકેાને જણાવે છે. વળી કેટલાક માણસે પેાતાનુ અને કુટુંબનુ પેટ ભરવાને માટે ખીજાના નાકર થાય છે અને શેઠના અનેક પ્રકામા સાચા અથવા ખાટા ઠપકા વગેરેના વચનને સહન કરવાનું દુઃખ સહન કરે છે. ૩૩૭ નિર્ધીનતા વિગેરેના દુઃખા જણાવે છે:~ Jain Education International કેઈ સાધન વિષ્ણુ ફરે પીડા સહે પુત્રાદિની, સ્ત્રી તણા સહુતા વચન બહુ આકરી સ્થિતિ કંઈની; દુઃખ ગર્ભવાસનાં સંભારતા વળી મરણનાં, ચિત્ત ક પે દુઃખ નરને એમ વિવિધ પ્રકારના, ૪૮ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy