SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી વિજ્યપદ્રસૂરિકૃત રહેવું. એટલે નવરા બેસી રહેવું નહિં. કહેવત પણ એમ જણાવે છે કે નવરે નખેદ કાઢે બેઠે તરણું તેડે, અને દેષને મટાડવાને રામબાણ ઉપાય એજ છે કે હમેશાં સારા સારા ધાર્મિક આલંબનની સેવા કરવી જોઈએ. જેથી મનમાં સારા વિચાર આવે અને વચન પણ હિત મિત પ્રિય બોલાય તથા કાયાથી સારી સારી ક્રિયાઓ કરી શકાય. કારણ કે આત્મા નિમિત્તવાસી છે એમ જાણવું. ભવ્ય જીવોએ આ દૃષ્ટાંતેનું રહસ્ય ધ્યાનમાં રાખીને મેહ રાજાના પંજામાંથી છૂટવાને જરૂર પ્રયત્ન કરે. અને સ્ત્રીના દે તરફ લક્ષ્ય રાખીને મનને તે રસ્તે જરૂર અટકાવીને ધાર્મિક આલંબનેમાં જેડી દેવું. ૩૧૭ નવ લેકમાં સ્ત્રીના દરેક અવયવનું અપવિત્રપણું જણાવે છે – જે જે જણાયે દેષ સઘળા તેહ તે અહિં રહ્યા, ઈમ વિવેક વિચારથી વૈરાગ્યવંત તરી ગયા, હે જીવ! આંખે નારની તે માંસના ગેળા ખરે, અશુચિ માંસ ભરેલ છે આ કાન ને મુખ ઈમ અરે, ૩૧૮ , અર્થ –એ સાત દેષની વાત તો દૂર રહી પરંતુ જગતમાં જે સઘળા દોષ દેખાય છે તે સર્વ દેષો માં રહેલા છે એવા પ્રકારના વિવેકવાળા વિચારથી એટલે ભાવનાથી (આવી ભાવના ભાવીને) વૈરાગ્યને પામેલા ભવ્ય છે આ સંસાર સમુદ્રને તરી ગયા છે. હે જીવ! તું વીની આંખ જોઈને તેના ઉપર મોહી પડે છે. પરંતુ તે આંખે ખરેખર માંસના ગોળા છે, તે સિવાય બીજું કાંઈ નથી. વળી તેના કાન તથા મુખ જે તારા હૃદયને ઘણુ આકર્ષક (ખેંચનારા) લાગે છે તે અપવિત્ર માંસ સિવાય બીજું કાંઈ નથી. એવા પ્રકારની હે જીવ! તું અધ્યાત્મભાવનાને વિચારજે. ૩૧૮ મહી મન રંજન કરે આ ગાલ એ પણ ચર્મ છે, હાડ રૂપ કપાલ તેવું અશુચિથી જ ભરેલ છે, ચર્મને ને હાડકાને ટુકડા આ નાક છે, રાગ કારણ હોઠ પણ બે માંસપેશી રૂપ છે. ૩૧૯ અથ–વળી સ્ત્રીના ગાલ જે વિષયી પુરૂષના મનને આનંદ આપનાર છે તે ચામડી સિવાય બીજું કાંઈ નથી, માટે તેમાં મેહ પામવા જેવું કાંઈ નથી, વળી તેનું જે કપાલ તને સુંદર જણાય છે તે પણ હાડકાનું છે અને અપવિત્ર માંસથી ભરેલું છે. વળી આ નાક જે ઘણું મેહક (મોહ ઉપજાવનાર) લાગે છે તે પણ ચામડાં અને હાડકાંને જ કકડો છે. વળી સ્ત્રીની ઉપર તને રાગ થવામાં કારણ રૂપ હઠ કે જે પરવાળાં સરખાં લાલ જણાય છે તે પણ બે માંસપેશીના બનેલા છે. અર્થાત્ સ્ત્રીનાં આ બધાંએ અંગે હાડકાં, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy