SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] હોવાથી પતિની દરકાર રાખ્યા વિના સ્વછંદી બની મર્યાદા બહાર વતે છે, માટે સમજુ મનુષ્યએ એવી મર્યાદા હાર વર્તનારી સ્ત્રીઓ પ્રત્યે મોહ રાખે એ વ્યાજબી નથી. સ્ત્રી જાતિ પોતાના સ્વાર્થની ખાતર પતિનું હિત બગાડે છે. આ બાબતમાં વીરક સાળવીની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી – ચન્દ્રિકા નગરીમાં સ્ત્રીના કહ્યા મુજબ ચાલનાર વીરક નામે સાળવી રહે છે. તે એક વાર મોટું કાષ્ટ કાપવાને વનમાં ગમે ત્યાં કષ્ટ કાપતાં તે વૃક્ષના અધિષ્ઠાયક દેવે કહ્યું કે આ મારું વૃક્ષ કાપીશ નહિ, અને તેના બદલામાં ત્યારે જે જોઈએ તે માગી લે, ત્યારે આ સાળવી સ્ત્રીને આધીન હોવાથી હું સ્ત્રીને પૂછી આવું એમ કહી ઘેર આવી સ્ત્રીને દેવ તુષ્ટ થયાની વાત જણાવીને કહે છે કે મારે દેવ પાસે શું માગવું ? ત્યારે સ્ત્રી વિચારે છે કે જે ધન દેલત માગીશું તે ધનવાને જૂના ઘરને જૂની સ્ત્રી અને જૂના મિત્રને નાશ કરી નવું ઘર બાંધે છે, નવનવી સ્ત્રીઓ પરણે છે અને નવા વૈભવશાળી મિત્રો કરે છે, માટે ધન દોલત માગ્યાથી આ મારે પતિ નવી સ્ત્રીઓ પરણશે તે હું અણમાનીતી થઈશ, અને મારે દાસીના જેવું જીવન ગુજારવું પડશે, માટે વિચાર કરીને કહ્યું કે આપણે ધનદેલતની જરૂર નથી, ફક્ત તમે સલામત રહો તેજ બસ છે, માટે તમે જેવા છો તેથી બેવડા થાઓ એવું માગજો. આ પ્રમાણે સ્ત્રીની સલાહથી વીરક શાળવીએ વ્યક્તરદેવ પાસે જઈ પિતાને બેવડા કરવાની માગણી કરી, ત્યારે વ્યન્તર દેવે બેવડા રૂષ્ટ પુષ્ટ ન કરતાં જેવું શરીર હતું તેવાંજ બે શરીર બનાવ્યાથી કઈ વિચિત્ર રૂપવાળે થઈ નગરમાં પ્રવેશ કરતાં લેકે આ વિચિત્ર રૂપ જેવા ભેગા થયા, ને આ મનુષ્ય નહિં પણ કોઈ રાક્ષસ જ આપણું નગરના લેકીને ખાવા માટે આવે છે એમ વિચારીને લાકડી મુઠી પત્થર વિગેરેના ઘા કરી તેને મારી નાખ્યો. અહીં દષ્ટાંત પૂરું થાય છે. તેમાંથી સાર એ લે કે ઘણું કરીને સ્ત્રીઓ પિતાના સ્વાર્થ પૂરતા જ વિચાર કરનારી ને તુચ્છ સ્વભાવવાળી હોય છે, માટે વિવેકી પુરૂષોએ સ્ત્રીને આધીન બની સ્ત્રીની સલાહ પ્રમાણે ન ચાલવું; પરન્તુ ઉત્તમ ડાહ્યા પુરૂની સલાહ પ્રમાણે વર્તવું જોઈએ. તુચ્છ બુદ્ધિને લઈને સ્ત્રી જાતિ વગર વિચાર્યું કામ કઈ રીતે કરે છે. આ બાબતમાં મદન મંજરીની બીના જાણવા જેવી છે, તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી– કાંચનપુર નામના નગરમાં સકલ નામના શેઠને મદનમંજરી નામની પુત્રી હતી. તેને વસંતધ્વજ શેઠના પુત્ર મકરધ્વજની સાથે પરણાવી હતી, એક વાર તે પુત્રી સાસરેથી પિતાના ઘેર આવી ઘણા દિવસ રહી. તે વખતે યોવન અવસ્થાના વિકારોના વશમાં પડીને તે પરપુરૂષમાં આસક્ત થઈ ગઈ. તેથી તેને સાસરૂં યાદ પણ આવતું નથી, ને ત્યાંથી કે તેને તેડવા આવે તો પણ તેને સાસરે જવાનું ગમતું નથી. ત્યાર બાદ ઘણું દિવસે તેનો પતિ મકરધ્વજ મદનમંજરીને તેડવા આવ્યું, તે વખતે પણ હમણું મારી તબીયત નરમ છે, વિગેરે કારણથી મારે જવું નથી, એમ બહાનાં બતાવવા લાગી. છતાં માતાપિતાના આગ્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy