________________
૨૬રે
( શ્રી વિજયપધસૂરિકત
હથી સાસરે જવા તૈયાર થઈ અને ત્યાંથી બંને જણ નીકળ્યાં. રસ્તામાં બે ત્રણ દિવસ ગયા બાદ માર્ગમાં જંગલને વિષે એક કૂવે આવ્યા ત્યાં ગાડું છોડી બળદને છૂટા ચરવા મૂકી મકરધ્વજ કુવામાંથી પાણી કાઢે છે, તેટલામાં પરપુરૂષમાં આસક્ત થયેલી તે મદનમંજરીએ પાછળથી લાગ જોઈને ધકકો મારી પતિને કૂવામાં નાખી દીધો, અને પગે ચાલતી પિતાને ઘેર જઈ તેણીએ કહ્યું કે-ગાડા બળદ સહિત મારા પતિને ચેર લેક લઈ ગયા વિગેરે બનાવટી વાત કહીને માતાપિતાને સમજાવી પિયરમાં રહી અને સ્વચ્છેદિપણે વર્તવા લાગી. આ બાબતમાં હિતશિક્ષા હે યાદ રાખવા જેવો છે, તે આ પ્રમાણે–
સ્ત્રી પીયર નર સાસરે, સંજમિયા થીર વાસ છે
એ ત્રણ હોય અલખામણા, જે કરે થીર વાસ છે ૧ છે હવે મકરધ્વજ કૂવામાં પડે તે જ વખતે તરીને એક સારા સ્થાનમાં બેઠે છે. તેટલામાં બીજા કેઈ મુસાફરે એ રસ્તે થઈને જતા હતા તેઓએ તેને બહાર કાઢયે, અને તે પિતાને ઘેર ગયે. માતાપિતાએ પૂછતાં કહ્યું કે માર્ગમાં ચોર લેક સર્વ લૂંટી ગયા અને મારી સ્ત્રી કયાં નાશી ગઈ તે ખબર નથી. ત્યારબાદ ત્રણેક વર્ષ વીત્યા પછી ફરીથી મકરધ્વજ સાસરે તેડવા ગયા. તે વખતે સાસુ સસરાએ પ્રથમની વિગત પૂછતાં જે પ્રમાણે પુત્રીએ કહ્યું હતું તેજ પ્રમાણે કહ્યું. મદનમંજરીએ પિતાના પતિને આ ઉત્તર સાંભળીને તેને ખાત્રી થઈ કે મારા પતિએ જરા પણ મારી વાવણી કરી નથી જેથી તે પતિના ઉપર બહુ પ્રેમવાળી થઈને ફરીથી સાસરે આવી. બન્ને જણ એક બીજા પ્રત્યે સ્નેહભાવ રાખીને શાંતિથી રહ્યા અને કાલક્રમે તે બંનેને પુત્રાદિ પરિવાર પણ થશે.
હવે આ મકરધ્વજ પુત્રની સાથે વાત કરતાં કરતાં ઘણી વાર “કહેવા કરતાં ન કહેવું સારૂં” એમ બેલે છે, તેથી પુત્રએ એક વાર આ વાક્યનું રહસ્ય જાણવાને માટે બહુ આગ્રહ કરવા છતાં પિતા કહેતા નથી તેથી બે ત્રણ દિવસ લાંઘણ કરીને આગ્રહ કર્યો. ત્યારે અન્ત પોતાની વીતેલી વાત કહી, એ સાંભળી એક અલપ સમજવાળા નાના પુત્ર માને પૂછયું કે તે કઈ વાર મારા પિતાને કૂવામાં નાખ્યા હતા ? આ વચન સાંભળતાં જ મારી છાની વાત મારા પતિએ પુત્રની આગળ પ્રગટ કરી દીધી એમ જાણીને ઉદાસીન બની સૂઈ ગઈ અને અતિ લજજાથી હદય ભેદ થતાં મરણ પામી. પિતાએ પુત્રોને બહુ ઠપકે આ કે ના કહ્યા છતાં મારા વાક્યનું રહસ્ય જાણવા તમે આગ્રહ કર્યો, તેનું આ અનિષ્ટ પરિણામ આવ્યું છે અને તમે તમારી માતાને મારી નાખી. ત્યાર બાદ મકરધ્વજ વિગેરે સગાએ મદનમંજરીની મરણ ક્રિયા કરી. અને શેક દૂર કરીને શ્રી જિનધર્મની નિર્મલ સાધના કરીને સ્વર્ગે ગયા.
આ વાતનો સાર એ છે કે સ્ત્રીએ પતિને મર્મ અને પતિએ સ્ત્રીને મર્મ ( ગુણવાત) કદી ખુલ્લે પાડ નહિં, કારણ કે મર્મ ખુલ્લે કરવાથી તે અત્યંત લજજાવંતને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org