________________
દેશનાચિંતામણિ 1
પાંચ શ્લાકમાં સ્ત્રીના સ્વાભાવિક દોષ જણાવે છે:—
વિષય કેરી વાસનાને દૂર કરવા નારના,
નિત્ય દેાષ વિચારતા ઈમ તત્ત્વને તિમ અંગના; પવન જેવી ચપળ રાગ વિરાગ ધરતી ક્ષણ ક્ષણે,
સંધ્યા તણા વાદળ તણું અવધારતા દૃષ્ટાન્તને, ૩૧૩
અર્થ :—વળી તે ધર્મ ભાવનાવાળા જીવા વિષય વાસનાને દૂર કરવા માટે સ્ત્રીના દાષાની હંમેશાં વિચારણા આ પ્રમાણે કરે છે, તેમજ તે તત્ત્વ વિચારણા પણ આ પ્રમાણે કરે છે–અંગના એટલે સ્ત્રી પવન જેવી ચપળ છે. કારણ કે જેમ પવન એક ઠેકાણે સ્થિર રહેતા નથી તેમ સ્ત્રી પણુ અસ્થિર-ચપલ છે. કારણ કે ઘડીમાં રાગ એટલે પ્રીતિ દેખાડે છે અને ઘડીકમાં વિરાગ એટલે અપ્રીતિ દેખાડે છે, વળી આ બાબતમાં તે ભવ્ય જીવા વાદળના દૃષ્ટાન્તની વિચારણા કરે. તે આ પ્રમાણે—જેમ સન્ધ્યા એટલે સાંજના સૂર્યાસ્ત વખતે તથા સવારના સૂર્યોદય વખતે વાદળના રંગ ઘડીએ ઘડીએ બદલાયા કરે છે, ઘડીકમાં ગુલાખી, ઘડીકમાં લાલ, ઘડીકમાં પીળા, ઘડીકમાં સેનેરી એમ ઘણી જાતના રંગ બદલાય છે, તેમ સ્ત્રી પણ ઘડીક પ્રીતિ દેખાડે છે, ઘડીકમાં અપ્રીતિ દેખાડે છે, પરંતુ એક સ્થિર સ્વભાવને ધારણ કરતી નથી. ૩૧૩
૨૫૩
નીચ માર્ગે ચાલનારી નિજ સ્વભાવે જિમ નદી,
ચાટલાના મુખ પરે અગ્રાહ્ય ન રહે સ્થિર કદી; વિવિધ માયા ના ગણીને રાખવાની ટાપલી,
કાલકૂટ લતા પરે આપે મરણ દુઃખ બહુ વળી, ૩૧૪ અ:--જેમ નદી પેાતાના સ્વભાવથી ઢાળ પડતા નીચા માળે જાય છે, તેમ સ્ત્રી પણ સ્વભાવથી નીચ માગે (હલી વૃત્તિથી અન્ય પુરૂષ પ્રત્યે) ગમન કરે છે. એટલે બીજા પ્રત્યે પ્રીતિ દેખાડે છે. વળી ચાટલામાં પ્રતિબિંબ રૂપે પડેલું મુખ જેમ અગ્રાહ્ય છે એટલે ગ્રહણ કરાતું ( લઇ શકાતું) નથી તેમ સ્ત્રીનું હૃદય પણ અગ્રાહ્ય છે. અને તે દાપિ સ્થિર રહેતું નથી. તથા વિવિધ એટલે જુદા જુદા પ્રકારની કપટ રૂપી જે નાગણી તેને રાખવાની ટાપલીના જેવી તે નાર છે. જેમ મદારી ટાપલીમાં એટલે કર`ડીયામાં નાગણીએને રાખે છે, તેમ માહ કર્મ રૂપ મદારી માયા–કપટ રૂપી નાગાને સ્રી રૂપી કરડીઆમા રાખે છે માટે સ્ત્રીએ માયાના કરંડીયાંના જેવી કહી છે. તથા શ્રી કપટની ખાણુ પણ છે. વળી સ્ત્રી કાલકૂટ નામના ઝેરની વેલડીના જેવી છે. તેથી જેમ કાલકૂટ ઝેર મરણુના દુ:ખને આપે છે, તેમ આ સ્ત્રી રૂપી કાલકૂટ ઝેરની વેલડી પણ ભવાભવમાં ભયંકર અસમાધિ મરણના દુ:ખને આપનારી છે. ૩૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org