________________
૨૪૬
( શ્રી વિજ્યપરસારિકતવાળી ધર્મ સામગ્રી મળ્યા છતાં પણ ધર્મની શ્રદ્ધા વિના નિર્મલ ધર્મારાધને થતું નથી, માટે શ્રદ્ધા એ ચેાથું પગથીઉં છે. તથા ધર્મની શ્રદ્ધા થવા છતાં પણ શ્રદ્ધાને ટકાવનાર ને પોષનાર સુગુરૂનાં વચન સાંભળવાની ઈચ્છા થવી મુશ્કેલ હોવાથી ઉપદેશ શ્રવણ એ પાંચમા પગથીઆના જેવું જાણવું. વળી જિનેશ્વરનાં વચન સાંભળ્યા છતાં પણ ઉત્તમ વિવેક એટલે વહેંચણ શક્તિ અથવા હેયનો ત્યાગ અને ઉપાદેયનું આદરવું તે મુશ્કેલ હોવાથી વિવેક એ છ પગથીઉં કહ્યું છે. આ પ્રમાણે એ છ પગથીયામાં પ્રથમ પગથીઆ સમાન મનુધ્યપણું કહેલું હોવાથી તે પામવું અત્યંત દુર્લભ કહ્યું છે એમ સાબીત થાય છે. આ બાબતમાં કહ્યું છે કે – मानुष्यमार्यविषयः सुकुलप्रसूतिः, श्रद्धालुता गुरुवचः श्रवणं विवेकः ॥ मोहान्धिते जगति संप्रति सिद्धिसौध-सोपानपद्धतिरियं सुकृतोपलभ्या ॥१॥ २४६
મનુષ્યપણું શંખના જેવું છે. વિગેરે જણાવે છે – ઉત્તમ જનો શુભ શંખ સમ નરપણું લહીને પુણ્યથી,
સુકૃત ગંગા નીર પૂરી તેહમાં ઉલ્લાસથી; શેભાવતાં પણ ના કદી ત્યાં પાપવૃત્તિ સુરા ભરે,
સુક્ત આપે શર્મ દુષ્કૃત દુખ ઈમ ના વિસ્મરે, રહ૭ અર્થ--ઉત્તમ પુરૂષો સારા દક્ષિણાવર્ત શંખના જેવું મનુષ્યપણું પુણ્યના ઉદયે પામીને તે (મનુષ્ય ભવ) માં સુકૃત એટલે પુણ્ય રૂપી ગંગા નદીનું પવિત્ર પાણી આનંદ પૂર્વક ભરીને મનુષ્ય ભવને શોભાવે છે. જેમ ઉત્તમ શંખની શોભા તેમાં ગંગા -મદીનું પાણી ભરવાથી રહેલી છે તેમ આ મનુષ્ય ભવની શોભા તેમાં પુણ્યના સારાં કામે કરવામાં રહેલી છે. એમ સમજીને તે ઉત્તમ પુરૂષે તેમાં પાપવૃત્તિ એટલે પાપને આચરવા. રૂપ સુરા એટલે મદિરા ભરતા નથી. જેમ હલકા મનુષ્ય તે ઉત્તમ શંખમાં દારૂ ભરીને શંખને ફેગટ બનાવે છે, તેમ આ મનુષ્ય ભવ રૂપી શંખમાં ઉત્તમ પુરૂષ પાપાચરણ રૂપી દારૂને ભરતા નથી. કારણ કે તે ઉત્તમ પુરૂષ જાણે છે કે પુણ્ય તેજ શર્મ એટલે સુખને આપે છે, અને દુકૃત એટલે પાપ તે દુઃખ જ આપે છે. આ વાતને હરઘડી યાદ કરે છે. કહ્યું છે કે--
मानुषं भवमवाप्य दक्षिणावर्त्तशङ्खवदमु भवाम्बुधौ ॥
पूरयेत्सुकृतगाङ्गवारिणा-पापवृत्तिसुरया न चोत्तमः ॥ २८७ - વિષય કષાયને સેવનારા છે કે પશ્ચાત્તાપ કરે છે? તે બીના તથા હિતશિક્ષા બે લેકમાં જણાવે છેદુનિયા તણી બરબાદીના કરનાર વિષય કષાયને,
સેવનારા અન્ય સમયે કરત પશ્ચાત્તાપને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org