________________
દેશનાચિંતામણિ ] બંનેને મેળાપ થઈ ગયે. અને પહેલાં કહ્યા પ્રમાણે સાથે રહેવાથી તેઓ બચીને પિતાના ધારેલા સ્થાને પહોંચી ગયા. ર૭૯ સંસાર દાવાનળ સમે ને અંધ સમ લેવી ક્રિયા,
પંગુ ઠામે જ્ઞાન લેવું બેઉ સાધન મલી ગયાં બેઉ સાધન સાધીએ તો મુક્તિનગરે પહોંચીએ,
સચ્ચિદાનંદ સ્વભાવ તરંગ રંગે હાલીએ. ર૮૦ અર્થ:–એ આંધળા અને પાંગળાનું દૃષ્ટાંત મેક્ષ માર્ગમાં આ પ્રમાણે ઘટાવવું-- સંસારને દાવાનલના જે જાણ. કારણ કે જેમ દાવાનલથી જીવે દાઝીને દુઃખી થાય છે તેમ આ સંસારમાં પણ છે અનેક પ્રકારના દુઃખથી દુઃખી થાય છે. તેમાં આંધળાના જેવી એકલી ક્રિયા જાણવી. જેમ આંધળી માણસ ખરે માર્ગ જાણતો નહિ હેવાથી દાવાનળમાંથી નીકળવાને બદલે ઉટે તેમાં સપડાય છે, તેમ એકલી ક્રિયા કાંઈ ફાયદાકારક થતી નથી, પરંતુ સંસારમાં રખડાવે છે. તથા એકલું જ્ઞાન પાંગળાના જેવું જાણવું. કારણ કે પાંગળો
ખે છે પણ ચાલી શકતા નથી તેથી દાવાનલ નજીક આવે તો પણ ચાલવાને અસમર્થ હોવાથી દાવાનલને દેખવા છતાં તેમાંથી બચી શક્તા નથી. તેવી રીતે ક્રિયા રહિત જ્ઞાનવાળે જીવ સંસારને દાવાનલના જે જાણે છે પરંતુ ક્રિયા નહિ કરી શકતું હોવાથી તે પણ મેક્ષે જવા રૂપ પિતાનું કાર્ય સાધી શકતો નથી. આવા પ્રકારના સ્વરૂપવાળા તે જ્ઞાન અને કિયા જો મળી જાય એટલે જ્ઞાન અને કિયા એ બંને સાધનોની સાધના કરવામાં આવે એટલે બંનેને યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે પ્રમાણે કરનારા ભવ્ય જીવો મેક્ષ રૂપી નગરમાં પહોંચી શકે છે. અને સચ્ચિદાનંદ અને આત્મિક સુખના સ્વાભાવિક આનંદને મેળવે છે. ૨૮૦
ચાલુ પ્રસંગે વાદીએ કરેલે પ્રશ્ન બે લેકમાં જણાવે છે – જાણવાની ચાહનાથી પૂછતે જન નાથને,
જ્ઞાન ક્રિયા પ્રત્યેક માંહી આપવાની મુક્તિને જે શક્તિ ના તે ઉભયમાં પણ શક્તિની સંભાવના,
ન કરાય જ્યાં ન દરેકમાં સમુદાયમાં ઈમ તેહના. ર૮૧ અર્થ:--આ પ્રમાણે પ્રભુએ જણાવેલી જ્ઞાન ક્રિયાની બીના સાંભળીને એક માણસ જાણવાની ઈચ્છાથી પ્રભુને પૂછે છે કે જે એકલા જ્ઞાનમાં મોક્ષ આપવાની શક્તિ નથી, તથા એકલી ક્રિયામાં પણ તે શક્તિ નથી, તો પછી તે બંને જે ભેગા થાય તે પણ તેમનામાં તે મોક્ષ આપવાની શક્તિ ક્યાંથી સંભવે ? એટલે ન સંભવે, આ બાબતમાં ન્યાયશાસ્ત્ર એમ સ્પષ્ટ જણાવે છે કે-જ્યાં એક એક જુદી જુદી વ્યક્તિમાં શક્તિ ન હોય ત્યાં તેમના સમુદાયમાં પણ શક્તિ ન જ હોય. ૨૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org