________________
૨૬૪
[ શ્રી વિજયપધ્ધતિ
=
અર્થ–પહેલાં કહેલી બીનાથી સાબીત થાય છે કે–ક્રિયા વિનાનું જ્ઞાન શા કામનું? એટલે નિરર્થક છે, તેવી જ રીતે જ્ઞાન વિનાની ક્રિયા પણ શા કામની ? એટલે તે પણ નકામી જાણવી. જેમ કે પાંગળે માણસ આંખેથી દવ એટલે દાવાનલને દેખે છે પરંતુ ક્રિયા કરવાને એટલે ચાલવાને અશક્ત હોવાથી દાઝે છે. તેવી જ સ્થિતિ આંધળાની પણ થાય છે, કારણ કે તે નાશી જવા રૂપ ક્રિયા કરવા સમર્થ છે પણ દેખતે (દેખવા રૂ૫ જ્ઞાન) નહિ હોવાથી તે પણ દાવાનલમાં સપડાઈને દાઝે છે. પરંતુ જે બંનેને સંગ થાય એટલે જ્ઞાનવાન પાંગળો અને ક્રિયાવાન આંધળે બંને ભેગા થાય તે તે બંનેની કાર્યસિદ્ધિ થાય છે એટલે દાવાનલમાંથી બચીને નિર્ભય સ્થાનમાં જાય છે. વળી જેવી રીતે રથની ગતિ પણ બે શકથી થાય છે, એટલે રથ પણ બે પિડાં વડે ચાલે છે, પરંતુ બેમાંથી એક પિડું હોય ને બીજું ન હોય તે રથ ચાલી શક્તો નથી. તેમ બંને જ્ઞાન ક્રિયાની સાધનાથી મુક્તિપદ મળી શકે છે. વળી આંધળો અને પાંગળો બે મળ્યા તે ઝટ દાવાનળથી કેવી રીતે બચી ગયા ? અને ઈષ્ટ નગરે જઈને ઈષ્ટ કાર્ય સાથું? તે આગળ ૨૦૮ મા કમાં જણાવે છે. ૨૭૭ અંધના ખંધે ચઢીને પાંગળો દેખાડતે,
દવ વિનાને માર્ગ એમ બચાવ બે જણને થ; ઈષ્ટ નગર વિષે જઈને ઈષ્ટ કારજ સાધતા,
| દુષ્ટાતને બહુ કાળજીથી વિબુધ એમ ઘટાવતા. ૨૭૮ " અર્થ –-અહિં ચાલવાને અસમર્થ પાંગળો ચાલવાને સમર્થ એવા આંધળાના ખભા ઉપર બેસીને આંધળાને દાવાનલ વિનાને માર્ગ દેખાડે છે, તેથી આંધળો તે માર્ગે ચાલે છે. એ રીતે બંને જણાને બચાવ થાય છે તેથી તેઓ વનમાંથી નીકળીને વાંછિત નગરમાં જાય છે, અને ઈચ્છેલા કાર્યને સાધે છે આ દષ્ટાન્તને ઘણું કાળજી પૂર્વક પંડિત પુરૂષ આ પ્રમાણે ઘટાડે છે. ર૭૮ કિરિયા વિનાનું જ્ઞાન પંગુ સમાન જ્ઞાન વિના ક્રિયા,
અંધ જેવી આંધળો છે શત કરવાને કિયા; દેખવાની છે મણ ઈમ પાંગળો પણ પેખતે,
ચાલવા ન સમર્થ ત્યાં મેળાપ બેઉને થતું. ર૭૯ અર્થ:--ક્રિયા વિનાનું એલું જ્ઞાન પાંગળાના જેવું જાણવું. તથા જ્ઞાન વિનાની એકલી ક્રિયા આંધળાના જેવી જાણવી. કારણ કે આંધળો ક્રિયા કરવાને શક્તિમાન છે, પરંતુ તેને દેખવાની મણું એટલે ખામી છે. તેથી ઉલટું પાંગળા માણસમાં છે. તે આ પ્રમાણેપાંગળો દેખવાને સમર્થ છે પરંતુ ચાલવાને સમર્થ નથી. આવી સ્થિતિવાળા તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org