________________
દેશનાચિંતામણિ ]
૨૨૮ અર્થ:–એ પ્રમાણે જેમ જેમ શાસ્ત્રોમાં કિયા ફળદાયક કહી છે તેમ લૌકિક શાસ્ત્રમાં પણ ક્રિયા સૌને ફળ આપનાર છે એમ કહ્યું છે, પરંતુ જ્ઞાન તેવું ફળદાયક કહ્યું નથી. કારણ કે ક્રિયા વિનાના જ્ઞાની તે ક્રિયા નહિ કરવાથી ભૂખ્યા રહ્યા. કારણ કે જેમ ખાવું તે જાણવા છતાં જે ખાવાની ક્રિયા ન કરે તે પેટમાં કાંઈ આવતું નથી. તેથી કરીને જ્ઞાનીને ભૂખ્યા રહેવું પડે તેમ કહ્યું છે. અહિં ક્રિયા બે પ્રકારની કહી છે. ૧ ક્ષાપશમિકી એટલે વીર્યંતરાય તથા ચારિત્ર મોહનીયના પશમથી થએલી એમ ક્ષપશમિકી ક્રિયા જણાવી દીધી. બીજી ક્ષાયિકી એટલે વીર્યંતરાયના તથા ચારિત્ર મેહનીયના ક્ષયથી થએલી. ક્ષાયિકી ચરણક્રિયાથી એટલે ચારિત્રની સાધનાથી મોક્ષ પ્રાપ્તિ જરૂર થાય છે, માટે કિયાને મુખ્ય માનવી. ર૬૭
આ બાબતમાં દષ્ટાંત જણાવે છે – તેરમા ગુણઠાણમાં અરિહંત કેવલી તે છતાં,
સર્વ સંવર ચરણ વિણ તે મુક્તિ સુખ ના પામતા; ચિાદમાં ગુણઠાણમાં શેલેશ જેવી શુભ સ્થિતિ,
તે સમયમાં સર્વ સંવર ચરણની પ્રાપ્તિ થતી. ૨૬૮ અર્થ: તેરમાં ગુણસ્થાનકમાં રહેલા અરિહંત એટલે તીર્થકર કેવલજ્ઞાની છે છતાં પણ સર્વ સંવર રૂપ ચારિત્ર વિના તેઓ મેક્ષનાં સુખ પામતા નથી. જ્યારે એમની સર્વ પ્રવૃત્તિ બંધ થાય છે ત્યારે સર્વ સંવર ભાવનું ચારિત્ર પ્રકટ થાય છે, કારણ કે તે વખતે કર્મબંધ બીલકુલ બંધ થઈ જાય છે. પણ તે પહેલાં તેરમાં ગુણઠાણાને અંતે સર્વ યેગને રૂંધે છે ત્યારે ચૌદમે ગુણઠાણે શલેશ એટલે મેરૂ પર્વત જેવી સારી નિશ્ચલ સ્થિતિની પ્રાપ્તિ થાય છે. તે વખતે આત્મ પ્રદેશનું કંપાયમાનપણું બીલકુલ બંધ થાય છે તેથી આત્મા મેરૂ પર્વતની પેઠે સ્થિર થાય છે. આ વખતે એટલે ચૌદમે ગુણઠાણે સર્વ સંવર ચારિત્રની એટલે આવતાં કર્મ સંપૂર્ણ પણે બંધ થઈ જાય તેવા ચારિત્રની પ્રાપ્તિ થાય છે અને ત્યાર પછી પાંચ લઘુ સ્વરના ઉચ્ચાર કાળ જેટલા અંતર્મુહૂર્ત કાલમાં જ શ્રી અરિહંત પ્રભુ મેક્ષ પદને પામે છે. ૨૬૮
અનુમાનથી પણ ક્રિયાની મુખ્યતા જણાવે છે – પુરૂષાર્થ સિદ્ધિ સવિ હુએ ઇમ મુખ્ય હેતુ ક્રિયા બલે,
અનુમાનથી પણ તે ક્રિયાની મુખ્યતા સાબીત કરે; જેની પછી જે હોય તરતજ તેહ કારણ તેહનું,
અંત્ય ક્ષણ સ્થિત ભૂ પ્રમુખ જિમ હેતુ અંકુર આદિનું. ર૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org