________________
દેશના ચિંતામણિ ]
૨૨૩
જતે રોકવા રૂપ ત્રણ ગુપ્તિવાળે અને ઉપલક્ષણથી ઈસમિતિ આદિ પાંચ સમિતિવાળા ચારિત્રવંત આત્મજ્ઞાની જીવ એક શ્વાસોચ્છવાસ જેટલા બહુ જ થોડા ટાઈમમાં પણ ખપાવે છે. કારણ કે અજ્ઞાની જીવ સમ્યગજ્ઞાન અને સમ્યક ક્રિયા રહિત છે, તેથી તેને ઘણી મહેનતે નજીવું અ૫ ફળ મળે છે અને આત્મજ્ઞાની જીવ સમ્યજ્ઞાન અને સમ્યફ કિયા એ બે વડે સહિત છે. એટલે જ્ઞાનકિયા ઉભયયુક્ત છે માટે તેને અતિ અલ્પકાળમાં મહાન ફળ મળે છે. આ ગાથામાં જ્ઞાનનય વાદી = સન્નાળા થી માંડીને તે નાળ સુધીનાં પદોની જ તરફ લક્ષ્ય રાખીને પિતાને (જ્ઞાન) મત મજબૂત કરે છે. પરંતુ સિદ્દેિ ગુત્તો આ પદને સ્વીકારતે (કબૂલ કરતો) નથી. કારણ કે એ પદેમાં કિયાવાદ આવે છે, અને કેવળ ક્રિયાવાદી હોય તે તિર્દિ ગુજ્જો આ પદેને સ્વીકારી શકે છે, પરંતુ સં ના સુધીનાં પદેને સ્વીકારી શકતો નથી, કારણ કે એ પદેમાં જ્ઞાનવાદને સમાવેશ થયેલ છે. ૧
તથા નરકગતિમાં દુઃખ પામતે નારક જીવ જેટલું અશુભ કર્મ ઘણા કડાકડી વર્ષે ખપાવી શકે છે તેટલું અશુભ કર્મ જ્ઞાનયુક્ત ત્રણ ગુપ્તિવાળો જીવ એક શ્વાસોશ્વાસ માત્ર જેટલા કાળમાં પણ ખપાવી શકે છે. એ બને ગાથાઓ જ્ઞાનયુક્ત ક્રિયાવાદની છે, પરન્તુ કેવળ જ્ઞાનવાદની નથી તેમ કેવળ ક્રિયાવાદની પણ નથી, છતાં તે જ્ઞાનવાદી પોતાને ખપ પૂરતા ભાગ તરફ લક્ષ્ય રાખીને પોતાના જ્ઞાનમતને મજબૂત કરે છે.
पावाओ विणिवत्ती, पवत्तणा तह य कुसलपरकम्मि ॥ विणयस्स य पडिवत्ती, तिन्नि वि नाणा समपंति ॥ ३ ॥
અર્થ:-(૧) પાપથી પાછા હઠવું, અને (૨) કુશલ પક્ષમાં એટલે ધર્મની સલ્કિયાઓમાં પ્રવૃત્તિ કરવી તેમજ (૩) વિનય ગુણની આરાધના. જ્ઞાનથી આ ત્રણ ગુણને લાભ થાય છે.
આ પાઠ જે કે જ્ઞાનનય વાદીએ જ્ઞાનની મુખ્યતા જણાવવા માટે કહ્યું છે, પરંતુ એજ પાઠમાંથી કિયાવાદી નય ક્રિયાની મુખ્યતા પણ સાબીત કરી શકે છે. તેમજ સ્યાદ્વાદ દષ્ટિવાળે આત્મા બનેના સહચારીપણાને પણ સાબીત કરી શકે છે તે આ પ્રમાણે ક્રિયાવાદી નય કહે છે કે “જ્ઞાનથી એ ત્રણ ગુણને લાભ થાય છે, ને તેથી પુરૂષાર્થ સિદ્ધ થાય છે” એમ તમે કહો છો પરંતુ એ ત્રણ ગુણે તે કિયાની પ્રવૃત્તિ રૂપ છે માટે જ્ઞાનથી જ્યારે એ ત્રણ ક્રિયાઓ પ્રવર્તે ત્યારે જ પુરૂષાર્થ સિદ્ધિ થાય છે. તે વિના એકલા જ્ઞાન માત્રથી પુરૂષાર્થ સિદ્ધિ થતી નથી એ સ્પષ્ટ વાત છે તે પુરૂષાર્થ સિદ્ધિ એ ત્રણ ક્રિયાથી જ થતી હોવાથી ક્રિયા એ મુખ્ય છે એમ તમારે પણ માનવું જ પડશે, એ પ્રમાણે કિયાવાદી નયે કિયાની મુખ્યતા સાબીત કરી. ત્યારે હવે એ બન્નેના ઝઘડાનું સમાધાન કરનાર સ્યાદ્વાદવાદી કહે છે કે એ પાઠને અર્થ તમે બન્ને એકાન્ત રીતે પોત પોતાના પક્ષમાં ખેંચે છે તે ઠીક નથી, કારણ કે એ પાઠમાં જ્ઞાન અને ક્રિયા બનેના એકત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org