________________
રર૪.
[ શ્રી વિજયપદ્રસૂરિકૃતપણુથી પુરૂષાર્થસિદ્ધિ કહી છે, તે આ પ્રમાણે-જ્ઞાનથી એ ત્રણ ગુણરૂપ ક્રિયા પ્રાપ્ત થઈને પુરૂષાર્થ સિદ્ધિ થાય એમ એ પાઠ સ્પષ્ટ કહે છે, તે પછી જ્ઞાનવાદી એકલા જ્ઞાનથી અને કિયાવાદી એકલી ક્રિયાથી પુરૂષાર્થ સિદ્ધિ કહે એ વાત જ ક્યાં રહી? જે એકલા જ્ઞાનથી જ પુરૂષાર્થ સિદ્ધિ હેત તે એ પાઠમાં નિવૃત્તિ પ્રવૃત્તિ ને પ્રતિપત્તિ એ ત્રણ ક્રિયા કહેવાનું પ્રયેાજન શું? અને જો એ પાઠ એકલી ક્રિયાનું પ્રતિપાદન કરનાર હેત તે એ ત્રણ ક્રિયાઓ “જ્ઞાનથી થાય છે” એમ કહેવાનું પ્રયોજન શું ? માટે એ પાઠમાં જ્ઞાનથી એ ત્રણ કિયાગુણ પ્રાપ્ત થયા બાદ પુરૂષાર્થ સિદ્ધિ સ્પષ્ટ કહેલી હોવાથી સાબીત થયું કે પુરૂષાર્થ સિદ્ધિ એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી નહિં પરંતુ બન્નેથી છે.
આ ઉપરથી એમ પણ જાણવું જોઈએ કે જગતમાં ધર્મના ઘણા ખરા ઝઘડા પિતપિતાને પક્ષ ખેંચવાથી એકાન્તવાદના જ હોય છે, અને એ ઝઘડાઓનું સમાધાન જેનદર્શનવ્યાપી સ્યાદ્વાદથી જ થઈ શકે છે જેથી ઝઘડાઓના સમાધાન માટે જૈનદર્શનને ચાદ્વાદ એજ અમેઘ સાધન છે. ૨૫૬
લૌકિક શાસ્ત્રોના પૂરાવા આપે છે – એમ લાકિક શાસ્ત્રગણ પણ જ્ઞાન ફલદાયક કહે,
જાસ મિથ્યા જ્ઞાન તે ફલને લહે કે ના લહે અગીતાર્થ હોવે એકલે તે ના વિહાર કરી શકે,
જ્ઞાન ગુણ જ હોય તે ચારિત્ર સાધનમાં ટકે. ૨૫૭ અર્થ –એ પ્રમાણે લૌકિક એટલે આ લોક સંબંધી વિચાર જણાવનાર અન્ય ધર્મના શાસ્ત્રોના સમૂહ એટલે અન્ય દર્શનનાં શાસ્ત્રો પણ જ્ઞાનને ફલદાયક એટલે કાર્યનું ફલ આપનાર તરીકે જણાવે છે. પરંતુ જેનામાં મિથ્યા જ્ઞાન છે એટલે ઉલટું જ્ઞાન અથવા અજ્ઞાન છે તે તે ફલને પામે અથવા ન પણ પામે. એમ કહે છે. આ બાબતમાં કહ્યું છે કે
विज्ञप्ति : फलदा पुंसां, न क्रिया फलदा मता ॥
मिथ्याज्ञानात्प्रवृत्तस्प-फलासंवाददर्शनात् ॥ १ ॥ વળી જૈન શાસ્ત્રોમાં અગીતાર્થ એટલે જે મુનિ સૂત્ર તથા અર્થને અજાણ હોય તે તે અજ્ઞાની સાધુ એકલો વિહાર કરી શકે જ નહિ. એટલે તેને એકલો વિહાર કરવાને નિષેધ છે, કારણ કે જેનામાં જ્ઞાન ગુણ હોય તે જ ચારિત્રની સાધનામાં ટકી શકે છે અને અજ્ઞાની જાતે જ નહિ હોવાથી ચારિત્રનું પાલન કરી શકતો નથી. ૨૫૭
જ્ઞાનનય વ્યવહારને ટકાવ પણ જ્ઞાનથી જ થાય છે વિગેરે જણાવે છે – ગીતાર્થને ગીતાર્થ નિશ્રિતને વિહાર ઉચિત અને,
ભાખે ન ત્રીજે જિનવરે ને ગણધરે સુવિહારને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org