SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સહાયકાદિની અનુકૂળતા જાળવવા ખાતર ઘણે ઠેકાણે મેં સંક્ષેપ કર્યો છે. ભાવના એ છે કે અવસરે તેને પણ વિસ્તારીને યથાર્થ સંપૂર્ણ સ્વરૂપમાં ગોઠવો. છેવટે નમ્ર નિવેદન એજ કરું છું કે ભવ્ય છે આ ગ્રંથના વાંચન પઠન પાઠન અને નિદિધ્યાસન (અર્થની ચિંતવના) દ્વારા દેશનાના તત્ત્વને યથાર્થ સમજીને સન્માર્ગમાં આવે; અને તેની પરમ ઉલ્લાસથી નિર્મલ આરાધના કરીને મોહ રાજાને હરાવીને નિજગુણ રમણતામય પરમપદને પામે. એમ હાર્દિક નિવેદન કરીને હવે હું આ ટુંક પ્રસ્તાવનાને સંક્ષેપી લઉં છું. છદ્મસ્થ જીવને જ્ઞાનાવરણીય કર્મના પ્રતાપે અનાગાદિ જન્ય ભૂલ થવાનો સંભવ છે. કહ્યું છે કે તે મનુષ્કુર્જુત્તમ છે. अवश्यं भाविनो दोषाः--छद्मस्थत्वानुभावतः ॥ समाधि तन्वते सन्त :--किंनराश्चात्र वक्रगा: ॥ १ ॥ તેથી આ અર્થ સહિત ગ્રંથની રચના મુદ્રણ સંશાધન વિગેરેમાં ગુણગ્રાહી મધ્યસ્થ બુદ્ધિશાલી વાચક વર્ગને જે કંઈ યેગ્ય ભૂલચૂક જણાય, તેને મહાશયે સુધારીને વાંચશે; કૃપા કરીને જણાવશે તે બીજી આવૃત્તિમાં યોગ્ય સુધારો પણ જરૂર થઈ શકશે. રાજગનર (અમદાવાદ) વિ. સં૧૯૯૬ માગશર સુદ ૧૧ મૌન એકાદશી નિવેદક:– પરમગુરૂ સુગૃહીતનામધેય પરોપકારી આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણ કિંકર વિનેચાણ વિજયપધસૂરિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy