________________
૨૨૦
| શ્રી વિજયપરિકૃતત્રણ જાતના દીસે પદાથે ગ્રાહ્ય તિમ અગ્રાહ્ય,
જે ઉપેક્ષા યોગ્ય ત્રીજા તેહ સુણજે તત્ત્વને. ર૫૧ અર્થ-હવે જ્ઞાનનય અને ક્રિયાનય સમજાવવાથી બહુ લાભ છે એ મુદ્દો ધ્યાનમાં રાખીને કૃપાવંત શ્રી આદીશ્વર ભગવાન આ પ્રસંગમાં જ્ઞાનનય અને ક્રિયાનયની વિસ્તાર પૂર્વક ચર્ચા (સંવાદ) કહે છે. નય એટલે અપેક્ષા અથવા વસ્તુના એક અંશને મુખ્ય પણે ગ્રહણ કરનારી જે દષ્ટિ (વિચાર) તે નય કહેવાય. જે નય જ્ઞાનની મુખ્યતાને ગ્રહણ કરે, એટલે જ્ઞાનથી જ કાર્ય સિદ્ધિ માને, તે જ્ઞાન નય જાણુ, અને જે નય ક્રિયાની મુખ્યતાને ગ્રહણ કરે, એટલે ક્રિયાથી જ કાર્ય સિદ્ધિ માને, તે ક્રિયાનય જાણુ. તેમાં પ્રથમ જ્ઞાનનયની હકીકત સમજાવે છે–પદાર્થો એટલે વસ્તુઓ ત્રણ પ્રકારની છે, તેમાં (૧) પ્રથમ ગ્રાહ્ય એટલે જે પદાર્થો ગ્રહણ કરવા યોગ્ય અથવા આદરવા યોગ્ય હોય તે ગ્રાહ્ય જાણવા, તથા (૨) જે પદાર્થો ગ્રહણ કરવા યોગ્ય નથી તે અગ્રાહ્ય જાણવા. અને (૩) ગ્રાહ્ય કે અગ્રાહ્યા નથી પરંતુ જે પદાર્થોના પ્રત્યે ધ્યાન આપવાની જરૂર નથી તે ઉપેક્ષાને યોગ્ય પદાર્થો જાણવા. ૨૫૧
ચાલુ પ્રસંગે આ લેકની અપેક્ષાએ ત્રણ પ્રકારના પદાર્થો જણાવે છે – આ લેકની રાખી અપેક્ષા ગ્રાહ્ય માલાદિક કહ્યા,
અગ્રાહ્ય અહિ વિષ કટકાદિક શાસ્ત્રમાંહે ઉચ્ચય, જે ઉપેક્ષા એગ્ય તેહ તૃણાદિ વસ્તુ જાણવી,
પરલેકની રાખી અપેક્ષા એમ ત્રણ ચીજ જાણવી. ર૫ર અર્થ:–એ ત્રણ પ્રકારનાં પદાર્થોમાં પણ આ લેકની અને પરલોકની વિચારણા ઉતારવાની છે. તેમાં આ લેકની વિચારણા આ પ્રમાણે જાણવી. (૧) આ લોકની અપેક્ષા ધ્યાનમાં રાખીને એટલે આ લેકની દષ્ટિએ શરીર વિગેરેને ફાયદાકારક જણાતા માલા વગેરે પદાર્થો ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવા યોગ્ય કહ્યા છે. તથા (૨) વિષ એટલે ઝેર તથા કાંટા વગેરે જે શરીર વિગેરેને અહિતકારી જણાય તે અગ્રાહ્ય પદાર્થો કહ્યા છે. અને (૩) ઘાસ વગેરે તુચ્છ વસ્તુઓ તે ઉપેક્ષા કરવા ગ્ય પદાર્થો જાણવા, એ પ્રમાણે આ લોકની અપેક્ષાએ ત્રણ પ્રકારના પદાર્થો જણાવીને હવે પરલોકની અપેક્ષાએ એ ત્રણ જાતના પદાર્થો જણાવે છે. ઉપર
આત્મહષ્ટિએ ત્રણ પ્રકારના પદાર્થો જણાવે છે – દર્શનાદિક ગ્રાહ્ય તિમ મિથ્યાત્વ આદિ અગ્રાહ્યને,
સુરવિભૂતિ આદિ તેહ ઉપેક્ષણીય જાણે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org