________________
=
૨૧૮
[ શ્રી વિજ્યપધરિતમનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે આ કહેલો સાર ભૂલ નહિ. વળી તે છિદ્રમાંથી કાચબાએ ડોક બહાર કાઢી તે ડેક બહાર કાઢવા સરખો મનુષ્ય ભવ જાણુ. તથા જિનેશ્વર ભગવંતનાં વચને તે ચંદ્રના કિરણની જેવા જાણવાં. ૨૪૬
કાચબાની જેવો કોણ સમજવો? એ જણાવે છે – દુર્લભ મનુજ ભવ જિન વચનથી જાણજો અહીં સ્વજનના,
સ્નેહાદિથી આતુર બને ભવી જેહ કચ્છપ તણા; કાચબે સ્નેહે સ્વજનના હદતણું અંદર ગયે,
તેમ સ્નેહી ભવ ભમે નર જન્મ તસ ફેકટ થયા. ૨૪૭ અર્થ–તથા જિનેશ્વરનાં ચન્દ્રકિરણની જેવા વચનો સાંભળી ભવ્ય જીવોએ મનુષ્ય ભવ દુર્લભ જાયે, પરંતુ સ્વજનના એટલે કુટુંબના સ્નેહ મમતા વગેરેથી તે સંસારી છે કાચબાની જેમ આતુર એટલે દુઃખી થાય છે, એટલે કાચબો કુટુંબના સ્નેહને લીધે જેમ સરોવરની અંદર ગયો અને ફરીથી ચંદ્રને જેમ જોઈ શક્યો નહિ, તેમ કુટુંબના નેહમાં ફસાએલા જીવો ભવો ભવ ભમ્યા કરે છે એટલે સંસાર રૂપ સરોવરમાં અથવા સમુ. દ્રમાં ડૂબી જાય છે. અને તેથી તેને મનુષ્ય ભવ ફેગટ ચાલ્યા જાય છે એમ જાણવું. કારણ કે હવે જ્યાં સુધી મનુષ્ય ભવ પામે નહિં ત્યાં સુધી તે ભવ્યજીવ (રૂપી કાચબ) જિનેશ્વરનાં વચન રૂપ ચંદ્ર કિરણના અપૂર્વ આનંદને પામી શકે નહિં. ૨૪૭
ભૂલ કરતાં પહેલાં ચેતવાની હિતશિક્ષા આપે છે – છિદ્ર મળવું દેહિલે જિમ કાચબાને તેમ આ
નર ભાવ મળવા દોહિલે સંગે ન રહેશે સ્નેહના; ભૂલ કરી દુઃખી થવું એ મૂર્ખતા અવધારીએ,
ભૂલ કરાવે મોહ ચેતી તાસ સંગતિ ઠંડીએ. ૨૪૮ અર્થ –જેમ કાચબાને તે છિદ્ર ફરીથી મેળવવું મુશ્કેલ થયું તેવી રીતે આ મનુ ષ્યપણું ફરીથી મેળવવું દુર્લભ છે એમ જાણીને હે ભવ્ય છે તમે સ્નેહની સોબતમાં રહેશે નહિ એટલે સંસારમાં સ્વજનના મેહમાં ફસાશે નહિ. કારણ કે પહેલાં ભૂલ કરવી અને પછીથી દુઃખી થવું તે મૂર્ખતા (મૂર્નાઈ) કહેવાય. અને મોહ રાજા ભૂલ કરાવે છે એવું જાણીને તેની સબતનો ત્યાગ કરવો. ઝટ ચેતીને અને ભૂલ કરવાની પહેલાં જ ચેતીને ભૂલ થવાના પ્રસંગથી અલગ રહેવું. જેથી દુઃખી થવાને પ્રસંગ આવે નહિ. ૨૪૮
આ પ્રસંગે જ્ઞાની મનુષ્ય કઈ રીતે ડૂબે? આ પ્રશ્નને ખુલાસો કરે છે – જાણવાની ચાહનાથી એક જણ ઈમ પૂછતે.
કૂર્મ તે અજ્ઞાન પણ નર હિત અહિતને જાણ;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org