________________
ર૧૬
[ શ્રી વિજયયારિdરાજ કન્યા દેહિલાં જિમ સિા પ્રમાદિ પુત્રને,
મનુજ ભવ તિમ હિલો જાણે પ્રમાદિ જીવને. ૨૪૧ અર્થ –રાજાના કહેવાથી તે ત્રેવીસમાં પુત્રે રાધાવેધ કર્યો, જેથી તે કન્યાએ તેની સાથે લગ્ન કર્યું, અને રાજાએ પણ તેને એ જાણીને પિતાનું સઘળું રાજ્ય આપ્યું. જેવી રીતે આ આળસુ રાજપુત્રને રાધાવેધ કરીને રાજ્યકન્યા મેળવવી અને પિતાનું રાજ્ય પામવું એ બને દેહિલાં એટલે મળવા મુશ્કેલ હતાં તેમ પ્રમાદી જીને પણ ફરીથી આ મનુષ્ય જન્મ બહુ જ દુર્લભ છે એમ સમજીને હે ભવ્ય જીવો! તમે વિષય કષાયાદિ પ્રમાદના સંગથી દૂર રહીને મહા પ્રભાવશાલી શ્રીજિન ધર્મની પરમ ઉલાસથી આરાધના કરીને મહા પુણ્ય મળેલા આ મનુષ્ય ભવને સફલ કરજે, ૨૪૧
સાત લેકમાં આઠમું કૂર્મ અને સેવાલનું દષ્ટાંત જણાવે છે – એક હદમાં ઘાસ તિમ બહુ પાંદડાં સેવાલના,
નિછિદ્ર પડલ વડેજ પાણી ભાગનું તસ ઉપરના ઢંકાયેલું છે વિણ તિમિર અતિ કાચબે વસતે અહીં,
અન્ય જલચર ક્ષોભથી પીડાય અતિશય તે સહી. ૨૪૨ અર્થ –એક સરોવરમાં ઘાસ તથા ઘણાં પાંદડાં પડેલાં હતાં અને તેની ઉપર સવાલ એટલે ઘણી લીલફૂલ જામી ગઈ હતી, તેથી તે સરોવરનું ઉપરના ભાગનું પાણી છિદ્રહિત અને પડલ એટલે પડ વડે ઢંકાએલું હતું. આજ કારણને લઈને અહીં ઘણે અંધકાર પણ હતું. આ સરોવરમાં એક કાચબો રહેતો હતો. તે કાચબો તે(સવર)માં રહેતાં બીજાં ઘણું જલચર જીના ક્ષેભ ( અથડામણ, ખળભળાટ ) થી ઘણી પીડા પામતો હતો. ૨૪૨ હૃદમાંહિ ફરતા ઝટ અચાનક પડલમાં સેવાલના,
બાકું પડ્યું ત્યાં ડેક કાઢે કાચબો તે શરદના, ચંદ્રકર નિજ દેહ પર પડતાં અપૂરવ શર્મને,
અનુભવે થોડા સમયમાં યાદ કરતા સ્વજનને. ર૪૩ અર્થ –એક વખત તે કાચ સરોવરમાં ઉપરના ભાગમાં ફરતું હતું, તે વખતે અચાનક એક જબરે પવનને સપાટ આવવાથી તે સવાલના પડમાં બાકોરું પડયું, એટલે સેવાલમાં સહેજ ફાટ પડી. તે વખતે કાચબાએ પિતાની ડેક બહાર કાઢી, તેથી શરદ ઋતુના ચંદ્રનાં કિરણો તે કાચબાના શરીર ઉપર પડ્યા, તે શીતળ કિરણોના સ્પર્શથી તેને બહુ આનંદ અને ઘણું શાંતિ થઈ, તે કારણેને અનુભવ થોડા સમય કર્યો તેવામાં તેને તેનાં સ્વજન એટલે કુટુંબી જલચર છે યાદ આવ્યા. ર૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org