________________
૨૧૫
દેશનાચિંતામણિ ]
તેવા સમે આજ્ઞા લઈ નિજ જનકની નૃપ કુંવરી, 0 , “અહીંયા હશે મુજ ગ્ય વર ” આવું વિચારીને વલી; જેહ રાધા વેધ સાધે તેહ વર મુજ એમ એ, ; ચિંતવી અહીં આવતી પડતી ખબર આ ભૂપને. ૨૩૮
અર્થ:–તે અરસામાં એક રાજાની કુંવરી પિતાના પિતાની રજા લઈને આ રાજાના બાવીસ પુત્રમાં મારા ગ્ય વર હશે એવું વિચારીને ત્યાં સ્વયંવર માટે ( લાયક વરની તપાસ કરવા માટે) આવેલી છે. તેણુએ એવી પ્રતિજ્ઞા કરેલી છે કે સ્વયંવરમાં જે રાધાવેધ (રાધા એટલે પુતળી, તેની ઉલટ સુલટ ફરતાં ચકકરમાં થઈને ડાબી આંખ વિંધવી તે) કરશે તે મારે પતિ થશે. આ વાતની રાજાને ખબર પડી. ૨૩૮ સાધવાને એહ રાધાવેધ નૃપ સવિ પુત્રને,
ફરમાવતા સહુ યત્ન કરતા સાધવા ધરી હેશને પણ થયા નિષ્ફલ પ્રમાદી આ બધું નૃપ જોઈને,
ખેદ ધરતે આ પ્રસંગે ધરત મંત્રી વિનયને. ૨૩૯ અર્થ--ત્યાં રાજાએ સ્વયંવર મંડપ બંધાવી સભા સમક્ષ પિતાના સર્વ પુત્રને રાધાને (પુતળીની આંખને) વેધ કરવાનું ફરમાન કર્યું. તેઓએ પણ ઉમંગથી રાધાવેધ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પ્રમાદથી એટલે આળસથી તેઓ કાંઈ તેવી કલા શીખ્યા નહિ હોવાથી તેને વેધ કરવામાં નિષ્ફળ નીવડયા (રાધાવેધ સાધી શક્યા નહિ) આવી રીતે બાવીસ પુત્રોમાંથી કોઈ પણ રાધા વેધ ન કરી શકવાથી રાજા ઘણે દિલગીર થયે. તે વખતે મંત્રીએ વિનય પૂર્વક રાજાને આ પ્રમાણે કહ્યું. શું કહ્યું ? તે આગળ ૨૪૦ મા લેકમાં જણાવે છે. ૨૩૯ મુજ દીકરીનો પુત્ર તે તેવીસમો સુત આપનો,
થાય ઈમ ભાષે નિશાની દઈ સુણી આ વચનને; સારાંશ જાણ કરત નિર્ણય, આપ રાધા વેધને,
સાધવા એને કહો મંત્રી કહે ઈમ ભૂપને. ૨૪૦ અર્થ –મંત્રી રાજાને કહે છે કે મારી દીકરીને જે પુત્ર છે તે તમારે જ પુત્ર થાય છે. અને રાજાને ખાત્રી કરાવવાને પુત્રીએ કહેલી નિશાની રાજાને જણાવી. તે સાંભળીને તેને સારાંશ એટલે ભાવાર્થ જાણુને રાજાએ પણ નિર્ણય કર્યો કે તે વાત સત્ય છે. ત્યાર બાદ મંત્રીએ રાજાને કહ્યું કે આપ રાધાવેધ સાધવા માટે તે પુત્રને કહે. ૨૪૦ સાધતે નૃપના હુકમથી તે રાધાવેધને,
કન્યા લહે વલિ જનક આપે એહને સવિ રાજ્યને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org