________________
દેશનાચિંતામણિ ].
૧૧
| મુકેલ છે તિમ દોહિલે ફરી પામો નર ભાવને,
હે ભવ્ય જીવ ! ઈમ વિચારી સેવશો ને પ્રમાદને; રર૮ અર્થ:--જ્યારે સારે વરસાદ વરસ્યું ત્યારે ઘણું અનાજ પાકયું. તે અનાજનો કોઈએ મોટે ઢગલો કર્યો. તે ધાન્યના મોટા ઢગલામાં એક માણસે મૂઠી ભરીને સરસવના દાણા નાખ્યા. અને તે દાણુને બીજા અનાજના મોટા ઢગલામાં સેળભેળ કરી નાખ્યા. ત્યાર પછી તે ઢગલામાંથી તે સરસવના દાણા જુદા કાઢવાની ઈચ્છાથી તે ધાન્યના માલીકે એક ડોશીને સૂપડું આપીને આ કાર્ય કરવા બેસાડી હવે અહિં ધાન્ય જુદું પાડનારી સ્ત્રી એક તે વૃદ્ધ છે તેથી અશક્ત છે. વળી બીજું એ કે ઘણું ધાન્ય ઝાટકીને જુદું પાડવાનું છે. તેથી જેમ તે ડેસીને ધાન્ય અને સરસવના દાણું જુદા પાડવાનું કામ ઘણું મુશ્કેલ છે તેવી રીતે જીવને ફરીથી નરભાવ એટલે મનુષ્યપણું પામવું પણ ઘણું દુર્લભ છે એમ વિચારીને હે ભવ્ય છે ! તમે પ્રમાદને સેવશો નહિ કારણ કે આ મનુષ્યપણું મહા મહેનતે મેળવ્યું છે. તે ફેગટ ગુમાવશે નહિ. પણ તેને ધર્મ કાર્યમાં જોડી મનુષ્ય ભવ સફળ કરજે. એવી રીતે ત્રીજું સરસવનું દષ્ટાન્ત જાણવું. ૨૨૭-૨૨૮
* ત્રણ લેકમાં ચોથું દૂત (જુગાર) નું દ્રષ્ટાંત બે લેકમાં જણાવે છે " રાજ્ય લઉ મારી પિતાને કુંવર એમ વિચાર,
ખબર પડતાં ભૂપને તે કુંવરને ઈમ ભાષ; બાપ જીવે તે છતાં જે પુત્ર ચાહે રાજ્યને,
ઘતમાં જીતે જનકને તેહ પામે રાજ્યને. રર૯ પ્રત્યેક થંભે એકસો ને આઠ હાંસ બધા મળી,
આ સભામાં એક ને આઠ થંભે છે વળી; એક ને આઠ દા જીતવી ઈગ હાંસને,
એકસે ને આઠ હાંસે એક આખા થંભને. ર૩૦ અર્થ–એક રાજાને કુંવર એ વિચાર કરે છે કે હું મારા બાપને મારીને રાજ્ય ગ્રહણ કરું, આ વાતની રાજાને ખબર પડી એટલે રાજાએ કુંવરને ઈરાદો જાયે ત્યારે તેણે કુંવરને પિતાની પાસે બોલાવીને કહ્યું કે બાપ જીવતો હોય છતાં જે પુત્ર રાજ્ય મેળવવાને ચાહતો હોય તેણે પિતાને ઘતમાં એટલે જુગારમાં જીત જોઈએજે તે પુત્ર જુગારમાં જીતે તે જ તે પુત્રને રાજય મળે. આ બાબતની માહીતી દેવા માટે રાજાએ કુંવરને આ પ્રમાણે કહ્યું કે આ સભામાં એકસો ને આઠ થાંભલા છે. અને એક એક થાંભલાને વિષે બધા થઈને એકસો આઠ હાંસ (ઉંચી નીચી કીનારી) છે. એક એક હાંસને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org