________________
દેશનચિંતામણિ ] દુર્લભ મનુજ ભવ પામ અહિ સુણો દુષ્ટાન્તને,
તે સાંભળી અપ્રમાદ ભાવે સાધજે જિનધર્મને. ૨૨૧
અર્થ-જેમ સમુદ્રમાં ફરનારને મોટું કિંમતી રત્ન મેળવવું દુર્લભ એટલે ઘણું મુશ્કેલ હોય છે, તેમ આ સંસાર સમુદ્રમાં ઘણું લાંબા વખતથી (અનાદિ કાળથી) રખડતા ને રત્ન સમાન ઉત્તમ મનુષ્ય ભવ પામ ઘણું મુશ્કેલ છે. આ બાબતમાં છે. ભવ્ય છે ! તમે આગળની ગાથામાં કહેવાતાં દશ દષ્ટાન્તને જરૂર સાંભળજે. તે દશ દષ્ટાન્ત સાંભળીને અપ્રમાદ ભાવે એટલે આળસ રાખ્યા સિવાય તમે પરમ પવિત્ર જિન ધર્મની સાધના કરજો. કારણ કે દુનિયાના તમામ ધર્મોમાં કષ છેદ અને તાપરૂપ ત્રિપુટીથી શુદ્ધ એ ધર્મ કેઈ પણ હોય, તે એક જૈનધર્મ જ છે, અહીં કષ છેદ અને તાપની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી
ધર્મ કે શાસ્ત્ર શુદ્ધ છે કે અશુદ્ધ તેની પરીક્ષા સેનાના દષ્ટાંતે આ પ્રમાણે જાણવી:–
જેમ સેનાને પ્રથમ કસોટીને પત્થર પર ઘસીને તેને કષ-ઘસારે જોઈને પરીક્ષા કરી શકાય છે તેમ ધમની કે શાસ્ત્રની કસોટી તેમાં જણાવેલા વિધિ માર્ગ અને નિષેધના આધારે થઈ શકે છે માટે વિધિ અને નિષેધ એ ધર્મને અથવા શાસ્ત્રને કષ છે. અહીં ધર્મશાસ્ત્રમાં કહેલાં દાનાદિ તથા ધ્યાન અધ્યયન વિગેરે વિધિમાર્ગ છે. અને હિંસા, ચેરી, જૂઠ વગેરે પાપકર્મ કરવાને જે નિષેધ કર (ના પાડવી) તે નિષેધમાર્ગ કહેવાય છે, માટે જે ધર્મમાં કે શાસ્ત્રમાં એવા પ્રકારના બંને વિધિમાર્ગ અને નિષેધમાર્ગ દર્શાવ્યા હોય તે ધર્મ અથવા શાસ્ત્ર કષ શુદ્ધ કહેવાય. ૧
તથા વિધિ માર્ગને અને નિષેધ માર્ગને બાધ ન આવે એ રીતે તે વિધિમાર્ગનું અને નિષેધમાર્ગનું રૂડી રીતે પરિપાલન કરવાના ઉપાય રૂ૫ અનુષ્ઠાને જ્યાં કહ્યાં હોય તે છેદશુદ્ધ ધર્મ અથવા શાસ્ત્ર કહેવાય. કારણ કે સુવર્ણને કષી જોયા બાદ તેને હેજ કાપ મૂકીને પણુ પરીક્ષા કરવી પડે તેમ ઉત્તમ ધર્મમાં અથવા શાસ્ત્રમાં પણ વિધિ નિષેધના માર્ગ દર્શાવવા ઉપરાંત તેને સાધવાના ઉપાય પણ દર્શાવવા જોઈએ. એ પ્રમાણે જ્યાં તેવા નિરાબાધ ઉપાયે દર્શાવ્યા હોય છે તે ધર્મ અથવા શાસ્ત્ર છેદશુદ્ધ ગણાય છે–કહેવાય છે. આ બાબતમાં શ્રી અષ્ટક પ્રકરણમાં કહ્યું છે કે-જે બાહ્ય ક્રિયાઓ વડે તે વિધિમાર્ગ અને નિષેધમાર્ગને આંચ (હરક્ત) ન આવે તેવી બાહ્ય ક્રિયાઓને ઉપદેશ જ્યાં હોય તે ધર્મ કે શાસ્ત્ર છેઃશુદ્ધ કહેવાય. ૨
તથા સુવર્ણને કાપી જોયા બાદ પણ વિશેષ પરીક્ષા કરવા માટે જેમ અગ્નિમાં નાંખી
૧ દાનાદિ ધર્મ કરવો એમ કહેવું તે વિધિમાર્ગ અને હિંસા વિગેરે પાપ ન કરવા એમ કહેવું તે નિષેધમાર્ગ કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org