________________
દેશનાચિંતામણિ ]
૨૦૫ અને વૃદ્ધિ પામતા તે શુદ્ધ અધ્યવસાયો જીના પાપને (અથવા અજ્ઞાનને ) અવશ્ય હણે છે, માટે જે ભાગ્યશાળી જીવે છે તેઓના જ હૃદયમાં આર્જવ ગુણ પ્રકટે છે. જેથી એ ગુણના પ્રભાવે અજ્ઞાનથી પાપને આચરવા છતાં પણ અલ્પ પાપને બંધ કરે છે. ૨૧૬ વિષમ માયા ભવ તણી ન હવે અમારે જોઈએ,
જે હતી વસ્તુ અમારી તેહ નજરે દેખીએ, લહેર સાત્વિક હર્ષની આજે હદયમાં ઉછળે,
પ્રભુ દેવનો ઉપકાર માને છેહ અમને ઉદ્ધરે. ર૧૭ અર્થ –સંસારની આ વિષમ એટલે વસમી અથવા કુટિલ માયા હવે અમારે જોઈતી નથી, કારણ કે અમને તે તો હવે ઝાંઝવાના પાણીના જેવી લાગે છે, અને હવે જે વસ્તુ અમારી હતી તે અમે નજરે જોઈએ છીએ, કારણ કે આત્માના અજ્ઞાન રૂપી વાદળો વિખરાઈ ગયા છે. તેથી કરીને હૃદયની અંદર સાત્વિક હર્ષ એટલે સ્વાનુભવથી ઉત્પન્ન થતા આત્મિક હર્ષની એટલે આત્મિક આનંદની લહેરે ઉછળી રહી છે. અને આ અવસ્થા મેળવવામાં હેતુ રૂપ હે પ્રભુ દેવ ! આપને અમે ઉપકાર માનીએ છીએ, તથા આપે અમારે ઉદ્ધાર કર્યો છે. એ પ્રમાણે ભવ્ય છે પ્રભુને પરમ ઉપકારી તારણહાર માને છે, (એમ પ્રભુદેવને ઉપકાર માને છે.) ૨૧૭ રાજ્ય લક્ષ્મી છે પરાધીન શા અમારે કામની,
સ્વાધીન જ્ઞાનાદિ સ્વરૂપી તે અમારે કામની, અશુચિ પદાર્થોથી ભરેલી આ રમા શા કામની ?
આત્મરતિ સ્વાધીન રમણી તે અહારે કામની. ૨૧૮ અર્થ: આ જે રાજ્યની લક્ષમી તે પરાધીન એટલે પર સ્વાધીન છે, ને કાયમ રહે નારી નથી માટે તેવી લક્ષ્મી અમારે કાંઈ કામની નથી. પરંતુ પિતાને આધીન જે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ખરી લક્ષમી અમારી પોતાની છે તેજ અમારે કામની છે. વળી આ લેહી, માંસ વગેરે અપવિત્ર એટલે મલિન વસ્તુથી ભરેલી આ સ્ત્રી શા કામની છે? અર્થાત તે સાંસારિક સ્ત્રી કાંઈ કામની નથી. મારે તો મારે સ્વાધીન એવી આત્મરતિ રૂપી શ્રી એટલે આત્માના ગુણોને વિષે પ્રીતિ કરવારૂપ સ્ત્રી જ તે જ અમારે કામની છે, કારણ કે તેજ સ્ત્રી અમારે સ્વાધીન છે અને અમને ખરે આનંદ આપનારી છે. કારણ કે તેજ પરંપરાએ મોક્ષસુખને મેળવવામાં મદદ કરે છે. ૨૧૮
જ્ઞાનીની અને અજ્ઞાનીની ભાવના જણાવે છે – નિવિષય અવિનાશી સુખ સ્વાધીન નિર્ભય જાણીએ, - ભવ સુખ પરાધીન ભય નિબંધન વિષય મલિન વિચારીએ;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org