SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ] ૨૦૩ થએલા ભવ્ય જીવો ખરેખર આનંદવાળા કહેવાય છે. તેઓ પ્રભુએ કહેલી સાચી હકીકત સાંભળીને આ પ્રમાણે શ્રીપ્રભુદેવ શ્રીષભદેવ ભગવંતની પાસે કહે છે. સાચા બોધને પામેલા ભવ્ય છે પ્રભુની આગળ શું કહે છે? તે ત્રણ લેકમાં જણાવે છે – કાષ્ટ કેરી પુતળીના અંગની પેરે ઈહાં, ભવના પ્રપંચે પ્રીતિકર હોતા નથી સુખકર કિહાં? અજ્ઞાન રૂપી વાદળાં સદ્ધયાન પવને વિખરતાં, આત્મ વિ નિજ દિવ્ય તેજે હર્ષઘે બહુ ચળકતા. ૨૧૬ અર્થ ––જેમ લાકડાની પુતળીના અવયે કામી પુરૂષને પ્રીતિ કરનાર રહેતા નથી તેમ આત્મરતિ જીને આ સંસારમાં ભવના પ્રપંચે એટલે કૂડકપટ વિગેરે કર્મ બંધના કારણે પ્રીતિ કરનાર હોતા નથી. તો પછી તે પ્રપંચે સુખને કરનારા ક્યાંથી હોય? નજ હાય, કારણ કે જે પ્રીતિકર ન હોય તે સુખકર પણ ન હોય. વળી અજ્ઞાન રૂપી વાદળાં શુભ ધ્યાન રૂપી પવનથી વિખરાઈ જાય છે ત્યારે આત્મા રૂપી ચંદ્રમા પિતાના દિવ્ય તેજથી ચળકી ઊઠે છે. અને તે ઘણે જ આનંદ આપે છે. એટલે આત્મામાં અનહદ આનંદ ઉત્પન્ન થાય છે. અહિં અજ્ઞાન શું ચીજ છે? તે સંસારમાં જેની ઉપર કેવી અસર કરે છે? વિગેરે બીન જરૂર જાણવી જોઈએ. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી– જીવ અજીવ વિગેરે પદાર્થોના રહસ્યનું અજાણપણું એટલે તે બાબતની જે બીનસમજણ તે અજ્ઞાન કહેવાય છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી તે અજ્ઞાન ઉપજે છે. આ અજ્ઞાન તમામ દેનું કારણ છે એમ સમજવું. આ અજ્ઞાનના જોરથી સંસારી જી (1) મારે કરવા લાયક કાર્યો કયા કયા? (૨) નહિ કરવા લાયક કાર્યો ક્યા ક્યા છે? (૩) મારે ખાવા લાયક પદાર્થો ક્યા ક્યા ? (૪) નહિ ખાવા લાયક પદાર્થો કયા કયા ? મહારે પીવા લાયક પદાર્થ કયા કયા ? ને નહિ પીવા લાયક પદાર્થો ક્યા ક્યા ? વિગેરે બીના અજ્ઞાન રૂપી દેષને લઈને સંસારી જ જાણતા નથી, અને તે નહિ જાણવાથી અબ્ધ પુરૂષની પેઠે કુમાર્ગમાં જાય છે. અને એ રીતે ઉન્માર્ગે ચાલવાથી જેમણે સંસાર માર્ગે મુસાફરી કરતાં પુણ્ય રૂપી ભાતુ નથી લીધું એવા તે અજ્ઞાની છ ઘોર પાપકર્મોને બાંધીને અત્યન્ત દુઃખી થઈને અનન્ત સંસારમાં રખડે છે. તથા રાગ દ્વેષ વિગેરે ઘણાં દેને ઉપજાવનાર એક અજ્ઞાન જ છે, તેમ જ વિષયગ વિગેરેની તૃષ્ણાઓ પણ અજ્ઞાનથી જ પ્રગટે (વધે છે. અને જે ન હોય તે વિષયલેગ વિગેરેની તૃષ્ણાઓ આપોઆપ બંધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy