SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ દેશનાચિંતામણિ ] ઉન્માર્ગ ગમન તરફ જુગુપ્સા ભાવને નિત રાખજે, | ઉન્માર્ગના રસ્તે જનારા અન્યને અટકાવજે. ૨૧૧ અર્થ–જેનાથી ભવભ્રમણ એટલે સંસારની રખડપટ્ટી વધે તેવા પાપને ભય રાખજે એટલે તેવા પ્રકારનાં પાપ કર્મો તમે કરશે નહિ. પાપ કરવું તે મુશ્કેલ નથી, કારણ કે પાપ તે તમે ક્ષણે ક્ષણે કરી રહ્યા છે, પરંતુ પાપની વિરતિ એટલે પાપથી અટકવું તે મુશ્કેલ છે. વળી ઉન્માર્ગ ગમન એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ જે સન્માર્ગ છે તેથી ઉલટે દુર્ગતિમાં ગમન કરવા રૂપ જે હિંસાદિ દોષમય માર્ગ તે તરફ તમે હંમેશાં જુગુપ્સા ભાવ એટલે તિરસ્કાર ભાવ રાખજે. તેમજ માર્ગ ચૂકીને ઉભાગે જતા પોતાના જીવને શુભ ભાવથી સમજાવીને તથા તેવા બીજા જીવોને પણ બેટા માર્ગે જતાં રોકજો. ૨૧૧ મેક્ષના સરીયામ રસ્તે આનંદમાં ફરવું વિગેરે જણાવે છે – મુક્તિ નગરી ગમન માર્ગે મોજમાં રહી વિચરજો, વિષય સુખ શીલ તત્વને હાંસી કરીને કાઢજે; ઉદ્વિગ્ન શિથિલાચારથી બનજો શિથિલાચારીને, પિષણ કદી ના આપજે તરછોડજે તસ સંગને. ૨૧૨ અર્થ – મિક્ષ નગરમાં જવાને જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી જે માર્ગ તેને વિષે તમે આનંદપૂર્વક ચાલજો. એટલે આ રત્નત્રયીની તમે આરાધના કરજે. તથા ઈન્દ્રિયોના વિષયસુખ ભેગવવાના સુખશીલીયાપણાના આચરણને હાંસી કરીને કાઢજે. એટલે ઈન્દ્રિ એના વિષયેને તમે ત્યાગ કરજો. વળી શિથિલાચાર એટલે ધર્મકાર્યમાં જે શિથિલપણું અથવા આળસ રાખવી તે પ્રત્યે તમે ઉદાસી રહેજે. એટલે ધર્મકાર્યમાં અથવા ધર્માચરણમાં તમે ઢીલા ન બનતાં ઉદ્યમી બનજે. વળી જે શિથિલાચારી હોય તેમને કદાપિ પપણ આપશે નહિ. એટલે જેથી તેમને શિથિલાચાર વધે એવું લગાર પણ ઉત્તેજન આપશે. નહિ, કારણ કે શિથિલાચારીઓનું પિષણ કરવાથી શિથિલાચારનું જ પિષણ કર્યું જાણવું, માટે એવા પાસસ્થા આદિ શિથિલાચારીઓની સબતને તરછોડજે એટલે તિરસ્કાર, અર્થાત ધર્મક્રિયામાં ગળીયા બળદ સરખા આળસુ થયેલાની સોબત કદી પણ કરશો નહિ. ૨૧૨ શોક તથા ગહ કરવાનું પ્રશસ્ત આલંબન જણાવે છે – અજ્ઞાનથી પાપ કરેલાં શોક કરજો તેહને, ગહ કરે નિજ ભૂલની જાણું સમય બહુ લાભને; પાપ કરવું હેલ છે તે ટેવ પડી બહુ કાળની, આલેચવું મુશ્કેલ બેલે એમ ચર્ણિ નિશીથની. ર૧૩ ૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy