________________
૧૦૮
[ શ્રી વિજયપધસૂરિકૃત
તે ઉપરાન્ત ક્રિયાનું તાત્પર્ય સમજતો હોવાથી તેમજ દેવ ગુરૂ ધર્મનું સ્વરૂપ સમજતો હવાથી દેવને દેવપણે ગુરૂને ગુરૂપણે ને ધર્મને ધર્મપણે સમજે છે, તેથી એ જીવને દેવ ગુરૂ ધર્મ પ્રત્યે બહુમાન હોય છે. આવા બહુ પાન પૂર્વક કરાતી ક્રિયા ભક્તિ અનુષ્ઠાન કહેવાય. અહિં પ્રીતિ ને ભક્તિમાં બાહ્ય દષ્ટાંત સ્ત્રીનું અને માતા પિતાનું છે. જેમ સ્ત્રી પ્રત્યેને રાગ પ્રીતિ કહેવાય, ને માતપિતા પ્રત્યેને રાગ તે ભક્તિ કહેવાય. તેમજ પ્રીતિ મોહનીયના ઘરની છે, અને ભક્તિ ગુણ મોહનીય કર્મના ક્ષપશમથી પ્રકટ થાય છે. જેથી સ્ત્રીનાં કાર્ય પ્રીતિથી થાય છે અને ઉપકારી માતપિતાનાં કાર્ય તેમને ઉપકાર સમજીને ભક્તિથી થાય છે. આ પ્રમાણે પ્રીતિ અનુષ્ઠાનમાં અને ભક્તિ અનુષ્ઠાનમાં બંનેન (પ્રીતિ અને ભક્તિને) ફરક જાણ.
૩ વચનાનુષ્ઠાન--જે ધર્મક્રિયા નિયાણુને ત્યાગ કરીને સર્વજ્ઞ પ્રભુનાં આગમના વચનને અનુસરીને કરાય તે વચનાનુષ્ઠાન કહેવાય અને પ્રમત્તસંયતાદિ મુનિવરે આવું અનુષ્ઠાન કરી શકે છે.
૪ અસંગાનુષ્ઠાન--ધાર્મિક ક્રિયાને અભ્યાસ વધતા વધતા જે નિરભિલાષ ભાવે (સાંસારિક પદાર્થની ઈચ્છા કર્યા વિના ) સ્વભાવે જ કરાય, તે અસંગાનુડાન કહેવાય. અહીં વર્તમાન કાલે ( ક્રિયાકાલે) આગમાદિક આલંબનની જરૂરિયાત રહેતી નથી. શ્રીજિનકલ્પિકાદિક મુનિવરેજ આવું અનુષ્ઠાન કરી શકે છે.
પ્રશ્ન--વચનાનુષ્ઠાનમાં અને અસંગાનુષ્ઠાનમાં તફાવત છે ?
ઉત્તર--જેમ કુંભાર પોતાના ચાકની ઉપર (ચક્રની ઉપર અથવા પૈડાની ઉપર ) માટીને પિંડ મૂકી પ્રથમ લાકડી કાઢી લે તે પણ ચાક ભમતો જ રહે છે, તેમાં વચનાનુષ્ઠાન કરનારા સંયમી મહાપુરૂષો શરૂઆતમાં તમામ સંયમની ક્રિયાઓ આગમના આશ્રયથી–મદદથી કરે છે. અને તે ક્રિયાઓ જ્યારે ઘણી અભ્યાસવાળી થઈ જાય ત્યારે આગમની મદદની જરૂર રહેતી નથી તેથી એ સંયમક્રિયાએ આગમની હાય વિના પણ સ્વભાવે જ થઈ શકે છે, કારણ કે ક્રિયાના અભ્યાસ વખતે આગમના અખંડ સંસ્કાર પડયા છે. તે સંસ્કારના બળથી આ અસંગાનુષ્ઠાન આગમ વિના પ્રવર્તે છે, જિનકલ્પી વિગેરે ઉંચ કેટીના મુનિવરે આવી ક્રિયા કરી શકે છે, કારણ કે જિનકલ્પાદિકમાં જે જે ક્રિયાઓ કરવાની હોય છે તે ક્રિયાઓનો અભ્યાસ પ્રથમ સ્થવિર કલ્પમાં કર્યા બાદ જ જિનકલ્પ અંગીકાર કરાય છે, માટે એ અસંગાનુષ્ઠાન છે. આ ચારે અનુષ્ઠાનેમાં પહેલાથી બીજું ને તેથી ત્રીજું ચોથું અનુષ્ઠાન અનુક્રમે ચઢીયાતું છે, એમ જાણવું. પહેલાં બે અનુષ્ઠાન બાળ છે. વિગેરેને સંભવે છે ને ત્રીજું ચોથું અનુષ્ઠાન સંયમી જીવોને હોય છે. આ ચાર અનુઠાનની વિશેષ બીના શ્રી બૃહદુભાયમાં તથા શ્રીહરિભદ્રસૂરિ વિરચિત પડશક પ્રકરણ વિગેરેમાં જણાવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org