________________
દેશનાચિંતામણિ ].
૧૭. આ પ્રમાણે કેટલોક સમય વીત્યા બાદ નગરની બહારના બગીચામાં શ્રીવીરપ્રભુ સમેસર્યા (પધાર્યા) તેમને વંદન કરવા સુદર્શન નામે મહાશ્રાવક તૈયાર થયે, ત્યાં માતા પિતાની રજા માગતાં અર્જુન માળીથી તારૂં મૃત્યુ થશે એમ કહી ઘણે સમજાવ્યું, અને ઘેર રહી ભાવવંદન કરવા કહ્યું, તે પણ પ્રભુની દેશના સાંભળ્યા વિના મારે ભેજન પણ ન કલ્પ, એ પિતાને દઢ અભિગ્રહ જણાવી માતાપિતાની રજા લઈ સુદર્શન શ્રાવક વંદન કરવા જાય છે. ત્યાં તુર્તજ મોગરપાણી યક્ષ સુદર્શનને હણવા માટે મગર ઉચો કરી દૂરથી ધસી આવ્યો કે તુર્તજ સુદર્શન શ્રાવક વસ્ત્રના છેડાથી ભૂમિનું પ્રમાર્જન કરી વીરપ્રભુનું સ્મરણ કરી ચાર શરણ અંગીકાર કરી સર્વ જીવોને ખમાવી સાગારી અનશન કરી કાઉસ્સગ ધ્યાનમાં સ્થિર થઈ ગયે, તે વખતે ધર્મના પ્રભાવથી મારવાને ઉપાડેલા મગર સહિત યક્ષ ત્યાં ખંભિત થઈ ગયે, અને સુદર્શન શ્રાવકની આ શુભ ક્રિયા જોઈને પોતાને ક્રોધ તુર્ત શાન્ત કરી માળીના શરીરમાંથી બહાર નિકળે. તેથી અર્જુન માળી પણ તુર્ત પૃથ્વી ઉપર પડી ગયા. અને થોડીવારે શુદ્ધિ ( સાવચેતી) આવતાં સુદર્શન શ્રાવકને જોઈ સર્વ બીને પૂછતાં સુદર્શને પોતાની બધી હકીકત જણાવીને કહ્યું કે હું શ્રીવીર પ્રભુને વંદન કરવા જઉં છું તેમ તું પણ મારી સાથે ચાલ, જેથી બન્ને જણે વીર પ્રભુ પાસે જઈ વંદન કરી પ્રભુની અમૃતમય દેશના સાંભળી. તેમાં અર્જુન માળીને વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેણે દીક્ષા અંગીકાર કરીને નિરન્તર છ છઠ્ઠની તપશ્ચર્યા કરવાને અભિગ્રહ લીધે.
એક વાર અર્જુનમાળી મુનીશ્વર છઠ્ઠ તપનું પારાણું કરવા માટે નગરમાં ગોચરીએ આવ્યા. તે વખતે નગરના લેકે તેણે પોત પોતાનાં જે સગાં સંબંધિને મારી નાખ્યાં હતાં, તે સંભળાવી સંભળાવીને બહુ ક્રોધથી તિરસ્કાર કરે છે, ગાળો દે છે, મારે છે, નિંદે છે, તેઓ મુનિ તે બધું સહન કરે છે. આ રીતે લગભગ છ માસ સુધી ઉપસર્ગ સહીને અને અર્ધ માસનું અનશન કરીને અન્તકૃત કેવલી થઈ અજુનમાળી મોક્ષપદ પામ્યા. અને સુદર્શન શ્રાવક સ્વર્ગે ગયા. અહીં દષ્ટાંત પૂરું થાય છે. તેમાંથી સાર એ લેવો કે જેમ અર્જુન માળીએ પ્રભુ પાસે દીક્ષા લઈને ફક્ત મોક્ષની ચાહનાથી જ છ૪તપ કરવા પૂર્વક નિર્મલા ચારિત્રની સાધના કરી તથા નગરના લેકના ઘણું ઉપસર્ગ સહન કર્યા. તે પ્રમાણે દરેક ભવ્ય એ પણ મેક્ષની ઈચ્છાથી જ નિર્મલ ધર્મક્રિયા વિધિ પૂર્વક પરમ ઉલ્લાસથી કરવી.શાસ્ત્રમાં બીજી રીતે પણ ચાર પ્રકારનાં ધર્માનુષ્ઠાન કહ્યા છે તે આ પ્રમાણે જાણવા–
૧ પ્રીતિ અનુષ્ઠાન–જે ધર્મક્રિયા કરવામાં પ્રીતિ હોય પરંતુ ક્રિયાની સમજણ યથાર્થ ન હોવાથી બહુમાન ન હોય. કારણ કે આ જીવ ક્રિયા કરવાનું રહસ્ય સમજતા નથી તેથી દેવ ગુરૂ આદિ પ્રત્યે જે બહુમાન જોઈએ તે હોય નહિં છતાં ક્રિયા પ્રત્યે રૂચિભાવ અવશ્ય હેવાથી જેવી તેવી રીતે ધર્મક્રિયા કરવી એટલું જ સમજી પ્રીતિ પૂર્વક ધર્મક્રિયા કરે તે પ્રીતિ અનુષ્ઠાન કહેવાય.
૨ ભક્તિ અનુષ્ઠાન--જે જીવને ઉપર કહેલી ધર્મ ક્રિયાની રૂચિ-પ્રીતિ છે પરંતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org