________________
દશના ચિંતામણિ ] રાત્રીમાં જ પરદેશ નિકળી ગયા. ત્યાં પરદેશમાં ૭૨૦૦૦ ઉત્તમ કન્યાઓ પરણ્યા, ત્યારબાદ સૂર્યપુરમાં રવિણ રાજપુત્રીના સ્વયંવર વખતે વામન રૂપે (ઠીંગણ બનીને) ત્યાં હાજર રહી કૂતુહલ દેખાડી રોહિણને પરણ્યા, અને વામનને કુંવરી વરી એમ જાણી
ત્યાં યુદ્ધ જામતાં સમુદ્રવિજય વિગેરે રાજાઓ વામન સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. વસુદેવે વિચાર્યું કે મેટાભાઈ સાથે યુદ્ધ કરવું ઠીક નહિ એમ જાણી પિતાના નમસ્કારના અક્ષરવાળું બાણ ફેંકીને પિતે પિતાનું સ્વરૂપ પ્રકટ કર્યું. ત્યારે બધું કુટુંબ આનંદ સહિત ભેગું મળ્યું.
ત્યાર બાદ રોહિણીએ ચાર સ્વપ્નાં જોયાં, તેથી તેને બળદેવ નામે પુત્ર થયે, અને દેવકીએ સાત સ્વપ્નાં જયાં તેથી તેને કૃષ્ણ વાસુદેવ નામે પુત્ર થયે. આયુષ્ય પૂર્ણ થતાં વસુદેવ સ્વર્ગે ગયા. અહીં નંદિણની બીના પૂરી થાય છે. તેમાંથી સાર લેવાને એ કેસંયમની આરાધના ઉંચી કટીની છતાં પણ અંત સમયે નંદિષણ મુનિએ નિયાણું કર્યું, તેથી તે આરાધના ગરલ જેવી થઈ ગઈ. અને તેથી જે ઘણું કર્મોની વિશિષ્ટ નિરાદિ લાભ મળ જોઈએ, તે ન મળતાં નિયાણાની ભાવના પ્રમાણે જ ફલ પામ્યા. આવી ક્રિયા કરવામાં આત્મદષ્ટિ શિથીલ થાય છે. એમ સમજીને ભવ્ય જીવોએ આવી ગરલ જેવી ક્રિયા નજ કરવી જોઈએ.
૩ અન્યાનુષ્ઠાન--જે ક્રિયા કરે છે, તેને મુદ્દો સમજ્યા વિના જેમ બીજો પુરૂષ ક્રિયા કરે, તે પ્રમાણે ધર્મક્રિયા કર્યા કરવી તે અન્યોન્યાનુષ્ઠાન કહેવાય. જેમ કેટલાક ગોવાળ વાંસની વાંકી લાકડીઓને અગ્નિથી તપાવી સીધી કરતા હતા, તે જોઈને એક જટિલ તાપસના શિષ્ય પિતાના ગુરૂને વાયુના રોગથી વાંકા વળેલા જાણી તે પ્રમાણે ગુરૂ પ્રત્યે પણ તે અખતરે અજમાવતાં લેકમાં હાંસીપાત્ર થશે, તેવી રીતે એક બીજાની દેખાદેખીથી ધર્મક્રિયા કરવાથી તાત્વિક ફળ મળતું નથી. આ બીના વિસ્તારથી આ પ્રમાણે જાણવી:
પૂર્વે શૃંગારપુર નામના નગરમાં કઈ તાપસ રહેતો હતો. તે કુબડ હતું, તેને પછવાડે ખૂંધ નિકળી હતી. તેથી તે વાંકે વળીને ચાલતો હતો. એ તાપસને એક મૂર્ખ શિષ્ય હતો. તે એક વાર ગંગા નદીના કિનારે ગયે. ત્યાં ગોવાળીઆ તાપણું કરીને તેમાં પિતાની લાકડીઓ મૂકીને તાપતા હતા, ત્યારે તે મૂર્ખ શિષ્ય પૂછયું કે તમે આ શું કરે છે ? ત્યારે વાળીઆએ કહ્યું કે અમારી લાકડીઓ વાંકી વળી ગઈ છે તેને સહેજ સહેજ અગ્નિનો તાપ આપીને સીધી કરીએ છીએ, પછી શિષે થોડીવાર ત્યાં બેસીને તેમની સર્વ ક્રિયા નજરે જોઈને મઠ તરફ આવતાં વિચાર કર્યો કે મારા ગુરૂ પણ કેડમાંથી વાંકા વળીને ચાલે છે માટે આ પ્રગ સારે જાણ્ય, જેથી ઘણા વખતની મારા ગુરૂની કેડની વાંકાશ હવે હું મટાડી ( દૂર કરી) શકીશ, આ રીતે વિચાર કરતા કરતા મઠમાં આવીને તે અરિન બરાબર સળગાવીને ગુરૂના પગ અને ગળું ભેગું કરી પીઠને અગ્નિથી તપાવવા લાગે, તેથી ગુરૂએ ઘણું બૂમ પાડી અને અન્ત મરણ પામ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org