________________
દેશનાચિંતામણિ ] પુત્ર કેરા સ્નેહથી પણ સ્નેહ અધિક રાખીએ,
- સાધર્મિમાં આવું કરી સમ્યકત્વને અજવાલીએ. ૨૦૫
અર્થ –વળી તમે સાધર્મિક બંધુઓની ઉપર એટલે સમાન ધર્મવાળા ભવ્ય જીની ઉપર હંમેશાં સ્નેહ રાખજે અને તેમને યથાશક્તિ સહાય કરજો. શ્રાવકને આશ્રીને સમાન ધર્મવાળા શ્રાવકને સમુદાય તે સાધર્મિક ગણાય. તથા સાધુને આશ્રીને ગુણવંત સાધુનો સમુદાય તે સાધર્મિક ગણાય. સૌથી મોટું સગપણ સાધમિકનું કહ્યું છે, કારણ કે સાધર્મિ. કની સોબતથી આપણને ધર્મકાર્ય કરવામાં વધારે અનુકૂળતા મળે છે. માટે પુત્ર કરતાં પણ સાધર્મિક ભાઈની ઉપર અધિક સ્નેહ રાખો. આ પ્રમાણે સાધર્મિક ઉપર પ્રતિભાવ રાખનારનું સમ્યકત્વ નિર્મળ થાય છે. ૨૦૫
પ્રીતિ વિગેરે કરવાનું પ્રશસ્તાલંબન જણાવે છે – ઉત્તમ અનુષ્ઠાને સદા કરે જ પ્રીતિ તેહના,
પાંચ ભેદો જાણવા તિમ દર્શને ગુરૂરાજના; રાજી થજો સ્યાદ્વાદ મતથી તિમ પદાર્થ પિછાણુતા,
દીલ માંહી હર્ષ ધરજે તેમ વ્રત દૂષિત થતા. ૨૦૬ દ્વેષ વિગેરે ખરી રીતે કયાં કરવા જોઈએ ? તે જણાવે છે – ષ કરે કેધ ને ધાર્મિક વિધાને વિણસતાં,
રોષ કરવો ધર્મ કેરા પ્રત્યેની નિરખતાં; કર્મ કરી નિર્જરાના સાધનને સાધતાં,
મદ ધારજો ને માન કરે નિજ પ્રતિજ્ઞા પાલતાં. ર૦૭ અર્થ – હે ભવ્ય જીવો! તમે સારાં ધાર્મિક અનુષ્ઠાન કરવામાં હંમેશાં પ્રીતિ રાખજે. તે અનુષ્ઠાનના પાંચ ભેદ જાણવા જેવા છે. તેની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી–
- ૧ પુદગલાનંદી જી આ લેકના અનેક સ્વાર્થ સાધવાને માટે એટલે ભેગાદિ ક્ષણિક સામગ્રીને મેળવવાને માટે જે તપશ્ચર્યા તથા દાન વિગેરે ક્રિયા કરે, તે વિષાનુષ્ઠાન કહેવાય. ઝેર જેમ જીવનને બગાડે છે, તેમ આ અનુષ્ઠાન નિર્મલ ધાર્મિક ક્રિયાને બગાડે છે, અને એથી પિતાનું ચાલુ જીવન પણ બગડે છે, સાધ્યથી ચૂકાઈ જવાય છે. આ બાબતમાં કૂલવાલક સાધુની બીના જાણવા જેવી છે. તે ટુંકામાં આ પ્રમાણે જાણવી
એક આચાર્ય મહારાજના સાધુ સમુદાયમાં એક શિષ્ય અવિનયથી ભરેલો હતો. જ્યારે શ્રીઆચાર્ય મહારાજ તે અવિનીતને તાડના તર્જન વિગેરે કરે, કે હિતશિક્ષા આપે, ત્યારે તે સૂરિજીની ઉપર કે પાયમાન (ગુસ્સે) થતો. એક વખત શિષ્યને સાથે લઈ આચાર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org