SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ [ શ્રી વિપરિતખલ પુરૂષ કુતરાની તુલનામાં પણ આવતો નથી. બલકે તેથી પણ નીચ છે, કારણ કે કુતરાને રોટલાને એક કકડો નાખીએ તો પણ ઘણે ગુણ માની રાજી થઈ પૂંછડી હલાવી ધણના ઘરનું રક્ષણ કરે છે, પરંતુ ખેલ પુરૂષને તે ઘણેએ ધન માલ વિગેરે પદાર્થો દઈને ઉપકાર કરે તે પણ આકાશમાં જેમ વેલ ન ઉગે તેમ ખેલ પુરૂષના હૃદયમાં સહેજ પણ નેહને અંકુરે ન પ્રગટે. ૪ ખરેખર માખીઓ જેમ ક્ષતને ઈચ્છે છે એટલે ગડ ગુમડ જેવી ચાંદીની જગ્યા જ બેસવા માટે પસંદ કરે છે, અને જેમ હલકા ખલના જેવા રાજાઓ પણ ક્ષતને એટલે બીજા રાજાની અને પ્રજા સાથે પ્રજાની ફાટફુટને ઈચ્છે છે, તેમ દુર્જને પણ બીજાના ક્ષતને એટલે બીજાની હાનિ અથવા બીજાને નાશ ( સંકટ) ને ઈચછે છે, પરંતુ જગતમાં એક સજજન જ એ છે કે જે કોઈની હાનિ વા કલેશને ઈચ્છતો નથી, પરંતુ કેવળ શાન્તિને જ ઇચ્છે છે, અને સામાનું ભલું જ ચાહે છે. ૫ અહો દુષ્ટને સ્વભાવ કેવો છે કે સજજન પુરૂષના હૃદયમાં પેસતાં જ એટલે સજનને મિત્ર થતાં જ તે સજજનના હદયને ચીરનારો એટલે સંતાપ આપનારે થાય છે, જેમ કાંજીમાં પડેલું દૂધ હજારે ભાગવાળું થઈ જાય છે તેમ દુર્જન પુરૂષ સજજનના હૃદયમાં પેસતાં જ તેના હૃદયને ભેદી નાખે છે. એટલે તેના મનમાં ઉકળાટ પેદા કરે છે. ૬ વળી સન્નિપાતને તાવ જેમ એક સ્વભાવવાળે નથી તેમ દુર્જનને સ્વભાવ પણ એક જાતને હેત નથી પરંતુ ઘડીમાં ઠંડો ઘડીમાં ગરમ ને ઘડીમાં સાધારણ (સમશીતોષ્ણ) થઈ જાય છે. ૭ ખરેખર આ જગતમાં જેમ સજજનેનાં મને વાંછિત ફળદાયી થાય છે તેમ દુર્જ નેનાં મનોવાંછિત ફળતાં હોય તે આ જગત ટકી શકે જ નહિ. પરંતુ એ જ ઘણું સારું છે કે જગતમાં સર્પોનાં અને દુર્જનનાં તથા ચાર લોકોનાં ઈચ્છિત ફળતાં નથી, ને તેથી જ આ જગતની હયાતિ કાયમ રહી શકે છે. ૮ વળી સોનાનો ઘડે જેમ સેંકડે કકડા રૂપ થાય, તે પણ તેને ફરીથી ઘડીને નવો ધડે બનાવી શકાય છે, તેમ સજ્જનનું ચિત્ત ભાગ્યું (ખિન્ન, ઉદાસ થયું) હોય તે સમજાવવાથી ફરી સાંધી શકાય છે, પરંતુ દુર્જનનું ચિત્ત તે એવું કુંભારના ઘડા સરખું દુષ્ટ છે કે જે ભાગ્યાથી ફરી ઘડી શકાતું જ નથી. એટલે જૂદું થયા પછી ભેગું કરી શકાતું નથી. (ઠેકાણે લાવી શકાતું નથી). ૯ દુર્જનને ખૂશ કરવા માટે એવો કોઈ પ્રેમ નથી, એવી કઈ દવા નથી, એવી કઈ આજ્ઞા નથી, એવી કઈ સેવા નથી એવો કઈ ગુણ નથી કે એવી કોઈ બુદ્ધિ નથી કે જેના વડે દુર્જનનું મન રાજી કરી શકાય. ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy