________________
|| શ્રી વિજયપાસુકિતછે. કારણ કે કહેવત છે કે વિનય વેરીને પણ વશ કરે છે. “ગુણરતિ એટલે જ્ઞાનાદિક ગુણેમાં રમણતા કરવી તે પુત્રી જાણવી. ઉત્તમ વિવેક જે સારા ખેટાની સમજણ પાડે છે તે પિતા જાણ. “સુપરિણુતિ” એટલે સારા પરિણામ તે માતા જાણવી, તે ઘણું સુખ આપે છે. આ પ્રમાણેનું ખરૂં કુટુંબ જાણવું. આ કુટુંબ બુધને એટલે સમજુ માણસને હંમેશાં વહાલું લાગે છે, પરંતુ જે મૂખ એટલે સમજણ વિનાનો છે તેને આ સાચું કુટુંબ ગમતું નથી. તેથી તે હંમેશાં મેહ રાજાની ગદા એટલે મારને સહન કરે છે. અથવા તેને આ સંસારમાં રખડવું પડે છે. આ પ્રસંગે નીચેના પ્રશ્નોત્તરે જરૂર યાદ રાખવા જેવા છે. તે આ પ્રમાણે જાણવા.
પ્રશ્ન-તત્વ વિચારણાનું અંતરંગ સ્વરૂપ શું છે ? અને તેને સ્ત્રીના જેવી કહી તેનું શું કારણ? તે કૃપા કરીને સમજાવે
ઉત્તર–ટૂંકામાં એમ કહી શકાય કે (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આશ્રવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ, (૯) મોક્ષ. આ નવે ત ને જે યથાર્થ વિચાર કરે, તેનું નામ તત્ત્વ વિચારણા કહેવાય. આ બાબતને વિસ્તારથી સમજવા ચાહીએ તો એ પણ સમજવાનું મલે છે કે(૧) હું કેણ છું? (ઉત્તમ દર્શન -જ્ઞાન-ચરિત્ર ગુણને ધારણ કરનારે હું છું.) (૨) મારા દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ક્યા? () પાછલા ભવમાં કંઈ પણ નિર્મલ ધર્મની આરાધના કરી હશે. તેના જ પ્રતાપે મને અહીંયા ધર્મની સામગ્રી મળી છે. તેની યથાશક્તિ આરાધના કરીને હું આત્મહિત સાધી શકું છું. હવે મારે આવતા ભવને માટે કંઈ પણ જલ્દી સાધી લેવું જોઈએ. બાહ્ય સંશોમાં મારે મૂંઝાવું એ તદન નકામું છે, કારણ કે એ બધા પદાથી કેવલ કમ બંધના જ કારણે છે. એના સંબંધથી મેં પહેલાં ઘણાં દુખે ભેગવ્યા છે. ખરા બંધન બે છે. (૧) રાગ બંધન, (૨) દૈષ બંધન. આને જેમ નાશ થાય, તેજ પ્રમાણે મન વચન કાયાની પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રમાણે જે વિચારણા કરવી તે તત્ત્વ વિચારણા કહેવાય. આ બાબતની પણ વિચારણું મેં શ્રી શ્રાવકધર્મ જાગરિકામાં વિસ્તારથી સમજાવી છે. તેથી અહીં કહી નથી.
વ્યવહારિક દષ્ટિએ જેમ પિતાની સ્ત્રી રઈ કરવી, માંદગીના પ્રસંગે બરદાસ કરવી, મુસાફરીમાં સાથે રહેવું, વિગેરે પ્રકારે જેમ અનુકુળતા આપે છે, તેમ તત્વવિચારણું પણ મોક્ષમાર્ગની સાધના કરનાર ભવ્ય જીવોને અશુભ માર્ગમાં જવા દેતી નથી. અને શુભ માર્ગમાં ટકાવે છે. ઉત્તમ જ્ઞાન રૂપી ભેજન આપે છે. (માંદગીના પ્રસંગ જેવા) ઉપસર્ગના અવસરે પણ હૈયે રાખવાને બેધપાઠ શીખવે છે. અર્થ વાસના અને કામવાસના ઘટાડે છે. અને આ બાબતમાં આ પ્રમાણે શિખામણ દઈને ભવ્ય અને મજબૂત કરે છે કે અર્થ અને કામ એ ગોલૂઆ મહાજન જેવા છે. એ તે જ્યાં ત્યાં ટીકીટ વિના પણ પિસી જનારા છે. માટે તેમને વિશ્વાસ કરવા જેવો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org