________________
દેશના ચિંતામણિ ]
ત્યારે તેનું દુઃખ દેખીને તે ડોસી લોકની આગળ કહે છે કે અરેરે! મારો આ જુવાન દીકરે કેટલું દુઃખ ભેગવે છે. મારાથી એનું દુઃખ જોયું જતું નથી. હે ભલા ભગવાન! આ મારા દીકરાની ઉપર હારી કરડી નજર થઈ છે, તે કરતાં હું ડોસી છું અને મરણને કાંઠે આવી છું માટે જમદૂત મને લઈ જાય તે સારૂં, અને મારા દીકરાને જીવંત રાખે, એ પ્રમાણે દરરોજ લેકની આગળ અને દીકરાની આગળ પણ કહ્યા કરે છે. એકવાર એમ બન્યું કે શિયાળાની ઠંડીમાં ડોસી છોકરાથી સહેજ દૂર ખાટલા પર ગોદડું ઓઢી સૂતી છે અને ઉઘે છે તેટલામાં ઘરમાંથી પાડી છૂટી ગઈ, ને તે ડોસી પાસે આવી દડું તાણવા લાગી કે તુર્ત ડોસી સમજી ગઈ કે ખરેખર આ તે જમદૂત આવી પહોંચ્યા અને રખેને મને જ લઈ જશે. માંદે તો મારે છોકરો છે ને હું તો સાજી છું. માટે જરૂર છે ખાટલા જોઈને આ જમ મારા ખાટલે ભૂલથી આવ્યા છે. એમ સમજીને ગોદડામાં જ મેંઢું ઢાંકી રાખી હાથ બહાર કાઢી બતાવે છે કે આ ભાઈ! તમે જેને લેવા આવ્યા છે, તે હું નહિ, પણ તે તો આ જોડેના ખાટલામાં સૂવે છે. આ સાંભળી માં છોકરે પણ આશ્ચર્ય પામ્યો કે અહીં માતપિતાની સ્વાથી સગાઈઓ કેવી છે? લેકની આગળ તો મને જીવાડી પિતાને મરવાની ઈચ્છા દેખાડતી હતી પરંતુ જ્યારે મરવાને સમય આવ્યો ત્યારે પોતે બચી જઈ બીજાને મારવાનું સમજાવે છે. અહીં દષ્ટાંત પૂરું થાય છે. આમાંથી બેધ લે કે-માતા વિગેરે સૌ સ્વાર્થનાં છે. તેમને મનગમતી ચીજો આપણે પૂરી પાડીએ છીએ, અથવા મોટી ઉંમરે આ છોકરે મારી સાર સંભાળ કરશે, આ સ્વાર્થને લઈને જ આપણને જેઈને રાજી થાય છે, અને સ્નેહ દેખાડે છે. એ પ્રમાણે આપણે માંદા હોઈએ ત્યારે પણ તેઓ શેક કરે છે, અને બીજાઓ એમ જાણે કે આને પુત્રાદિની ઉપર કે નેહ છે? આ ઈરાદાથી પોતે મરવાના જે વિચારે જણાવે છે, તે અંદરના નહિ પણ ઉપરના જ વિચારે સમજવા. છેક હવે ચા જશે, તે મારી હવે ખબર કોણ લેશે? આ ઈરાદાથી જ ડેસી શેક કરે છે. એટલે પોતાના સ્વાર્થની દોરી તૂટી જાય છે માટે તેમ કરે છે. પુત્ર વિગેરે જે સમજુ હોય તે માતાપિતા વિગેરેના સ્નેહની પરીક્ષા અવસરે જરૂર કરી શકે છે. આ બાબતમાં એક શેઠના દીકરાની બીના જાણવા જેવી છે, તે ટુંકામાં આ પ્રમાણે જાણવી –
કેઈ નગરમાં એક સન્યાસી મહાત્મા આવ્યા છે તેના ધર્મોપદેશથી અનેક નગર જને રાગી થયા છે. દરરોજ તેઓ તેનો ઉપદેશ સાંભળવાને માટે નગરની બહાર જાય છે. ને નગરમાં પણ મહાત્માના ઉપદેશની પ્રસિદ્ધિ થઈ છે. આ પ્રસિદ્ધિ એક નગરશેઠના પુત્રે સાંભળવાથી તેનું મન પણ આકર્ષાયું, જેથી તે પણ એક દિવસ ધર્મોપદેશ સાંભળવા ગયો, આ વખતે મહાત્માએ સંસારમાં સર્વ સગાઈઓ સ્વાર્થની છે. માતાપિતા ભાઈ બહેન સી પતિ પુત્ર મામા ફેઈ વિગેરે દરેક સગાઈ એક બીજાના સ્વાર્થને અંગે જ છે. વિગેરે ધર્મોપદેશ બહુ જ વિસ્તારથી આપ્યું. આ ઉપદેશ શેઠના પુત્રને રૂચિકર ન થયે, જેથી
૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org