________________
૧૭૪
[ શ્રી વિજ્યપદ્વરિતકાન ઉત્તમ પુરૂષના સુદર્શન ચૂર્ણની જેવા હિતકારી વચનનું જે સાંભળવું, તેની સાથે દ્રોહ (ઈર્ષા) કરનારા છે. એટલે આ કંજૂસે પોતાના કાન દ્વારા સંસારવર્ધક શૃંગાર રસને પિષનારા ગાયન વિગેરે સાંભળ્યા છે. પણ ઉત્તમ વચને રૂચિપૂર્વક સાંભળ્યા નથી અર્થાત્ તેને તેવું સાંભળવું રૂછ્યું નથી, માટે તું કહે કે આ કાન ઉત્તમ કઈ રીતે કહી શકાય? અર્થાત્ નજ કહી શકાય. જ્યારે વસ્તુસ્થિતિ એમ યથાર્થ છે, તે પછી તારે કાન ન ખાવા જોઈએ. ઘણું ભૂખને લઈને ટળવળતાં શિયાળે કહ્યું કે હે પંડિત! તમારું કહેવું અક્ષરે અક્ષર વ્યાજબી છે માટે હું હાથ અને કાનને નહિ ખાઉં. પણ હવે મહેરબાની કરીને મને આ શબની બે આંખો ખાવા દે. કારણ કે મને ઘણી ભૂખ લાગી છે. (શિયાળના નમ્રતા ભરેલા આ વચનો સાભળીને) પંડિતે કહ્યું કે હે શિયાળ ! તારામાં કંઈ પણ ડહાપણ હોય, અથવા. તારે ઉત્તમ છવાની ગણત્રીમાં ગણાવવાની ઈચ્છા હોય, તો તારે આ બંને આંખે પણ ન ખાવી જોઈએ. કારણ કે તે ઉત્તમ નથી પણ નીચ (હલકી કેટીની) છે. જે નેત્ર (આંખ) ઉત્તમ પુરૂષના દર્શન કરવામાં વપરાય તેજ ઉત્તમ ગણાય. એમ અનેક શસ્ત્રોમાં કહ્યું છે. અહીં ઉત્તમ પુરૂષ તરીકે નિર્દોષ અરિહંત દેવ અને સદ્ગુણી ગુરૂ મહારાજ વિગેરે સમજવા. તેમાં શ્રી અરિહંત પ્રભુ એ મહાદેવ તરીકે પણ પ્રસિદ્ધ છે. તેમનું સ્વરૂપ એ છે કે જેઓએ રાગ દ્વેષ અને મેહનો સર્વ પ્રકારે નાશ કર્યો છે એવા ત્રણે લોકમાં પ્રસિદ્ધ મહિમાવાળા મહાદેવ ( શ્રી અરિહંત) પ્રભુ જાણવા. આ બાબત ચૌદશે ચુંમાલીસ ગ્રંથના બનાવનાર પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્ય પુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે અપૂર્વ વિશાલ તત્ત્વાર્થ દર્શક શ્રી અર્ક નામના મહા ગ્રંથની શરૂઆતમાં શ્રીમહાદેવાષ્ટકમાં કહ્યું છે કે –
। यस्य संक्लेशजनना, रागो नास्त्येव सर्वथा ॥ न च द्वेषोऽपि सत्त्वेषु, शमेन्धनदवानलः ॥ १ ॥ न च माहोऽपि सज्ञाना-च्छादनोऽशुद्धवृत्तकृत् ॥ त्रिलेाकख्यातमहिमा, महादेवः स उच्यते ॥ २॥
સ્પષ્ટાર્થ –કલેશને ઉપજાવનારો રાગ છે. અમરકેષાદિ અનેક ગ્રંથોના આધારે જાણવું સહેલું છે કે રાગને રંગ પણ અર્થ થઈ શકે છે. જેથી સમજવાનું એ મલે છે કે જેમ સફેદ લુગડું લાલ વિગેરે રંગમાં બળીએ તે મૂલ (સફેદ) સ્વરૂપ તદ્દન પલ્ટાઈને લૂગડું બીજા રંગે દેખાય, તેમ અહીં આત્મદષ્ટિના માર્ગમાં લુગડાંની જગ્યાએ આત્મા લે. લુગડાને મૂલ રંગ જેમ બીજા રંગના સંબંધથી બદલાઈ જાય છે. તેમ સંસારી આત્મા રાગની પરિણામ શ્રેણિ (ભાવના) માં જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ મૂલ સ્વરૂપ ( જે નિજ જ્ઞાનાદિ ગુણ રમણતા તે) ને બેઈ બેસે છે, એટલે રાગથી જીવનું મૂલ સ્વરૂપ વસ્ત્રના મૂલ રંગની માફક ટકી શકતું નથી. અનેક જાતની નાહકની ઉપાધિઓને ઉભી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org