SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનચિંતામણિ ] ૧૭૬ જીવને હણવાથી જીવ નરકે જાય. જુઓ કૃષ્ણ ત્રીજી નરકે ગયા. અને શ્રેણિક ગર્ભિણી હરિ ને હણતાં નરકાયુષ્ય બાંધી પહેલી નરકે ગયા. બંનેમાંથી અનેકને પણ નરકે જવાની ઈચ્છા ન હતી. પ્રભુના મુખે સાંભળ્યું કે હું નરકમાં જઈશ. ત્યારે અનહદ પશ્ચાત્તાપ જાહેર કરી “ન જવાને ઉપાય” પૂછયે જવાબમાં કૃપાસિંધુ પ્રભુએ જણાવ્યું કે આયુષ્ય સિવાયના કર્મો તો બીજી ગતિમાં પણ કદાચ ભેગવાય પણું આયુષ્ય બાંધ્યા પછી તેને અનુસરતી ગતિમાં જ તે ભેગવાય, માટે તે ગતિમાં જવું જ જોઈએ. એમાં બીજો ઉપાય છે જ નહિ. આવા અનેક ગૂઢ રહસ્યને ધ્યાનમાં લઈને આયુષ્ય એ નિયત કર્મ અને બાકીના કર્મો એ અનિયત કર્મ કહેવાય એમ અનેક ગ્રંથોના ઉંડા અનુભવથી કહી શકાય. આવા કંજૂસ માણસો જીવતાં જેમ નિંદા પાત્ર ગણાય તેમ મરી ગયા પછી પણ તેનું કલેવર બહુ નિંદનીય ગણ્યું છે. કહ્યું છે કે – (શાવિહિતા) हस्तौ दानविवर्जितौ श्रुतिपटौ सारश्रुतेोहिणौ । नेत्रे साधुविलोकनेन रहिते पादौ न तीर्थ गतौ ॥ अन्यायार्जितवितपूर्णमुदरं गर्वेण तुंगं शिरो-रेरे जंबूक ! मुश्च मुश्च सहसा नीचस्य निंद्य वपुः ॥१॥ સ્પાર્થ –એક ક્ષુધાતુર શિયાળ નિણી કંજૂસનું કલેવર ખાવા તૈયાર થયું, ત્યારે એક પંડિતે કહ્યું કે-હે શિયાળ ! આ કલેવર ખાવા જેવું નથી. એકદમ આને છોડીને બીજે ઠેકાણે ચાલ્યા જા. શિયાળ કહે કે હું ઘણે ભૂખ્યો છું માટે મને હાથ ખાવા દે. ત્યારે પંડિતે કહ્યું કે હાથ ખાવા લાયક નથી. કારણ કે આ હાથે આ નિર્ગુણી મનુષ્ય દાન દીધું નથી. જે હાથે દાન દેવાય તેજ હાથ ઉત્તમ ગણાય. જેમ મસ્તકનું ઘરેણું ગુરૂ મહારાજના ચરણને નમસ્કાર કરવો એ છે. અને સાચી વાણી બાલવી એ મેંઢાનું ઘરેણું છે. તથા જૈન શાસ્ત્રનું સાંભળવું એ કાનનું ઘરેણું છે. તેમજ નિર્મલ ભાવના ભાવવી એ હદય (હૈયા) નું ઘરેણું છે. અને મેહના યુદ્ધમાં વિજ્ય પમાડનાર પરાક્રમ એ ભુજ (હાથની ઉપરના ભાગ) નું ઘરેણું છે. તેવી રીતે હાથનું ઘરેણું દાન છે. જે જરા દાનનો મહિમા–દેતી વખતે લેનાર સાધુ વિગેરે સુપાત્રને હાથ નીચે રહે. અને દેનારાને હાથ ઉપર રહે છે. જે હાથે આવું દાન દેવાયું ન હોય, તું કહે તે ખરે કે તેવા હાથ ખવાય ખરા ? અર્થાત્ ન જ ખાવા જોઈએ. પંડિતે કહેલા આ વચન સાંભબને શિયાળે કહ્યું કે મને ભૂખ ઘણુ લાગી છે. માટે મહેરબાની કરી કાનને ખાવા દે. (શિયાળના આ વચને સાંભળીને) પંડિતે કહ્યું કે હે શિયાળ! કહેવતમાં કહ્યું છે કે આહાર એ એડકાર અથવા અન્ન એવી મતિ અને મતિ એવી ગતિ. આ કહેવતને અનુસારે ઉત્તમ છવએ ઉત્તમ પદાર્થ ખાવા જોઈએ. તું જે કાનને ખાવાને ચાહે છે, તે ૧. જૈનધર્મ પ્રચારક સભા તરફથી છપાયેલ સાથે સંવેગમાલામાં આ બીના વિસ્તારથી સમજાવી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy