________________
૧૭
મલતું નથી, પણ પ્રબલ પુણ્યનો ઉદય થાય, ત્યારે મલે છે. અને પરલોકની એટલે નિર્મલ સંયમારાધન વિગેરે સ્વરૂપ મેક્ષ માર્ગની સાધના કરવાથી તે મનુષ્યપણું સફલ બને છે. હે ભવ્ય જી ! તમે વિષય રૂપી ચોરની ૫૯લીને લગાર પણ વિશ્વાસ કરશે નહિ. કારણ કે એના પંઝામાં સપડાયેલા છે જે ભયંકર દુર્ગતિના બહુ સાગરોપમ સુધી દુઃખ ભગવે છે, તેમાં વિષયે જ કારણ છે. હાલ જેને સંગ થયો છે, તેને વિયોગ જરૂર થવાને જ, વળી જીવનદેરી કયારે ગુટશે ? તેની તમને ખબર નથી, માટે સાવચેત બનીને ધર્મની સાધના કરજે. અને એમ કરવાથી સંસાર રૂપી દાવાનલ જરૂર બૂઝાશે. કારણ કે શ્રી જિન ધર્મ એટલે શ્રી જિનધર્મની સાધના મેઘ જેવી છે, તે ધર્મ મેઘ શ્રી જેનાગમને નિરંતર સાંભળતાં જે વાસના (એક જાતને દઢ સંસ્કાર) હૃદયમાં જામે; તે વાસના રૂપી પાણીની ધારાને ધારણ કરે છે. અને સંસાર રૂપી દાવાનલને ઠારે છે. માટે શ્રી જેનાગમ સ્વરૂપ સિદ્ધાંતની બહુમાન પૂર્વક ભક્તિ કરવી જોઈએ. અને તે સિદ્ધાંતના જાણકાર મહા પુરૂષોની ખરા દિલથી સેવના કરવી જોઈએ, કારણ કે તેમની સેવન કરવાથી આત્મ દ્રષ્ટિ વિકસ્વર બને છે, તેથી સંયમ ધર્મ તરફ લક્ષ્ય પણ ટકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને હે ભવ્ય છે ! ખરાબ જીવના વર્તનનું આલંબન લેશે નહિ, અને શ્રી જિનેશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તજે, અને આત્મ સ્વરૂપની ચિતવન કરજે, તથા ઉત્તમ સાધુ પુરૂષની સેવન કરો, તેમજ શ્રી જિન પ્રવચનની મલીનતા થતી હોય તો અટકાવજે. અને ધર્મ ક્રિયા વિધિ પૂર્વક કરજે, અને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ભાવી ફલને વિચાર કરીને સારા નિમિત્તોની સેવા કરજો, તથા મનને અસ્થિર બનાવનારા કારણોને ત્યાગ કરે, જેથી ચિત્તની સ્થિરતા ટકી રહે. આ પ્રમાણે વર્તનારા છો સોપકમ કર્મનું જોર હઠાવે છે, અને નિષ્પક્રમ કર્મને બંધ અટકાવે છે. એમ વિચારીને આ શ્રી જિન ધર્મની સાત્વિક આરાધના પરમ ઉલ્લાસથી કરજે. ” આ પ્રમાણે દેશના દઈને ભવ્ય જીવને સંસાર સમુદ્રથી તારે, તે ઉત્તમોત્તમ પુરૂષ કહેવાય. આવા પુરૂષો સંસાર સમુદ્રમાં મહા નિર્ધામક જેવા અને ભવરૂપ અટવીમાં મહા સાર્થવાહ જેવા ગણાય છે, એટલે પોતે તરે અને બીજા જીવને તારે છે. વળી અપૂર્વ વૈરાગ્ય રસના અને સમતા વિગેરે ગુણોના નિધાન હોય છે. માટે તે યથાર્થ ધર્મના ઉપદેશક કહેવાય છે, અને નિસ્પૃહ દશાને પામેલા હોવાથી શ્રોતાઓના હૃદયમાં તેઓ સારામાં સારી અસર કરી શકે છે, એટલે શ્રોતાઓને સન્માર્ગના સાધક બનાવી શકે છે. આજ મુદ્દાથી આ શ્રી દેશનાચિતામાણે ગ્રંથની રચના કરી છે, (૧) ધર્મરચી-જિજ્ઞાસુ ભવ્ય જીવો આ ગ્રંથના અધિકારી છે, (૨) અહીં સંસારની ચાર ગતિમાં રહેલા જીવોની દુઃખમય સ્થિતિ વિગેરેનું વર્ણન કરીને આ સંસારને નાશ કરવા માટે ભવ્ય જીવોએ મેક્ષ માર્ગની સાધના જરૂર કરવી જોઈએ, આ બીના વિસ્તારથી સમજાવી છે. અને હવે પછી બીજા ભાગ વિગેરેમાં ધર્મધ્યાન વિગેરેની બીના વિસ્તારથી જણાવવામાં આવશે, આ ગ્રંથનું અભિધેય છે, (૩) આ ગ્રંથના અભ્યાસાદિના બે સંસારની અસારતા જણાશે અને તેને નાશ કરનાર રત્નત્રયનું સ્વરૂઝ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org