SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત પણ પછી નહિ રહે. એ શાથી ? (૩) હાલ નથી પણ પછી રહેશે (મળશે) એ શાથી ? (૪) હાલ નથી અને પછી પણુ નહિ રહે એ શાથી ? પંડિતાએ આ પ્રશ્નોને સાંભળીને ઘણા વિચાર કર્યો, પણ એક બુદ્ધિશાલી પતિ સિવાય તમામ પડિતા એક પણ પ્રશ્નના ઉત્તર દઇ શક્યા નહિ. એ બુદ્ધિશાળી પતિ યક્ષની સાથે નીમેલા અવસરે એક નગરમાં જઈને ત્યાંના નગરશેઠની ઓળખાણુ વિગેરે માહિતી પૂછપરછ કરીને મેળવી. પછી તે શેઠની હવેલીમાં ખંને જણા સાથે વેષ - વ્હેરીને ગયા. ત્યાં શેઠે અનેને આદરભાવથી એલાવી ગાદી ઉપર બેસાડયા. અવસરે પંડિત શેઠને કહ્યું કે– શહેરની બ્હાર તમારા પિતાએ તળાવ અધાવ્યુ છે તેની તમે ખખર લેતા નથી, માટે તમને સો ખાસડાં મારવાની શિક્ષા કરવી પડશે. શેઠે ગુણગ્રાહિપણાના સ્વભાવને લઇને પતિનું વચન માન્યું, પેાતાની ભૂલ કબૂલ કરી, અને ખાસડાનો માર પણું સહન કરવા જણાવ્યું. શેઠની આવી નમ્રતા જોઇને અને જણા ખૂશી થયા. શેઠે આગ્રહ કરીને તેને જમવાની વિન ંતિ કરી, ત્યારે તેઓએ કહ્યું કે હાલ અમારે ઉતાવળ છે, પરદેશ જવા નીકળ્યા છીએ. આવતી વખતે જરૂર તમારે ત્યાં આવીશું. એમ કહીને અંને જણા ઉડી બ્હાર આવ્યા. પ ંડિતે કહ્યું કે હું યક્ષ! આ બનાવથી તમને પહેલા પ્રશ્નનો જવાબ સમ જાયા હશે. તે એ કે જેએ પાછલા ભવમાં કરેલી પુણ્યની કમાણીને લઈને આ ભવમાં સુખી જીવન ગુજારે છે છતાં એમ તે જરૂર સમજે છે કે જેટલેા ટાઈમ સુખ ભાગવ્યું, તેટલી પુણ્યની મુંડી ખાલી થાય છે. તેથી સર્વની સાથે સ ંપીને રહે, અભિમાન કરે નહિ, સરલતા રાખે, તે વમાન કાલે જેમ આખાદીનો અનુભવ કરે છે, તેમ ભવિષ્યમાં તેવા સુખી જરૂર રહેશે એટલે હાલ સુખી છે અને સુખી રહેશે. આ શેઠ તેવા ગુણવત છે માટે હાલ સુખી છે, તેમ ભવિષ્યમાં પણ સુખી રહેશે. હવે ખીજા પ્રશ્નનો જવાબ આપવા માટે પંડિતજી યક્ષની સાથે ખીજા નગરની તરફ ગયા. અને જણા સારા શેઠિયાનો વેષ સજીને નગરમાં ગયા. હાથમાં ટીપનો કાગળ રાખી એક શેઠની હવેલીમાં દાખલ થયા. ત્યાં બેસીને શેઠને વિન ંતિ કરી કે-અમે ધર્માદાની ટીપ કરવા આવ્યા છીએ, તમે ઉદાર અને ધર્મિષ્ઠ છે, માટે હેરખાની કરી ટીપમાં સારામાં સારી રકમ ભરશે એવી આશા રાખી અમે અહીં આવ્યા છીએ. પંડિતજીના આ વચન સાંભળતાંની સાથે શેઠની આંખ લાલચેાળ થઇ ગઇ. ક્રોધમાં આવીને શેઠજી કહેવા લાગ્યા કેચાલ્યા જાવ, ચાલ્યા જાવ. અહીં નવરા થઇને કયાંથી રખડતા આવ્યા છે ? અમે ગધેડાની જેમ મ્હેનત કરીને જે લક્ષ્મી મેળવી છે, તે આવી ટીપ ભરવા માટે નથી. ઉદારતા હાય ા તમે જ ટીપમાં કેમ રકમ ભરતા નથી ? અમારે કઈ પણ આપવાની ઇચ્છા નથી. શેઠનાં આ કડવાં વેણુ સાંભળીને અંને જણા નગરની બ્હાર આવ્યા. પંડિતે કહ્યું કે આ બનાવથી તમને ખીજા પ્રશ્નનો જવાબ આ પ્રમાણે આપવામાં આવે છે કે-આવા કંજૂસ Jain Education International For Personal & Private Use Only: www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy