________________
| શ્રી વિજ્યપદ્યસૂરિકતક્રોધને સૂરજના જે કહ્યો તે શાથી? એ સમજાવે છે – તાપ ઉપજે કોધથી તિણ સૂર્ય ઉપમા તેહની,
જ્યાં ક્રોધ ત્યાં શમતા નહિં આ વાત છે અનુભવ તણી; કામથી ગુણ નાશ પામે ગ્રીષ્મ ઋતુ ભવમાં કયું,
તાપને હરનાર શરણ? ન કાંઇ ધર્મ શરણ કહ્યું. ૧૮૮ અર્થ - ક્રોધને સૂર્યની ઉપમા આપી તે વ્યાજબી છે. કારણ કે જેમ સૂર્યથી (સૂર્યના કિરણથી) તાપ ઉત્પન્ન થાય છે અને તેથી મનુષ્યના શરીરને વિષે પરસેવો થાય છે અને માઠું લાલચેળ થઈ જાય છે તેવી રીતે ક્રોધના પ્રસંગે પણ પરસે થાય છે. તથા મોઢે લાલચળ થાય છે. જ્યાં ક્રોધ હોય ત્યાં ઉપશમ ભાવ (શાંતિ) રહેતું નથી. કારણ કે એ બંને વિરોધી છે. તેથી જેમ તાપ હોય ત્યાં ટાઢ ન હોય તેવી રીતે ક્રોધ રૂપી તાપ હોય ત્યાં શાંતિ રૂપી ઠંડી રહી શકતી જ નથી. આ વાત સૌના અનુભવની છે. કામથી એટલે વિષય વાસનાથી ગુણ નાશ પામે છે, કારણ કે કામાંધ યોગ્ય અયોગ્ય કાંઈ સમજતો નથી. તેથી તેનામાં ગુણ રહી શક્તા નથી. વળી ગ્રીષ્મ ઋતુ એટલે ઉનાળાના તાપના જેવા આ સંસારમાં તાપ ( દુઃખ) ને હરણ કરનારૂં ધર્મ સિવાય કોઈ શરણ એટલે આશ્રય સ્થાન નથી. કારણ કે ધર્મને નહિ સાધનારા અને સંસારના તાપથી પીડાએલા છો ગમે તે ગતિમાં જાય, તે પણ તેને દુઃખ રૂપી તાપ સહન કરે પડે છે, પરંતુ જ્યારે તે શુદ્ધ ધર્મને પામે છે ત્યારે જ તેને શાંતિ મળે છે. ૧૮૮
સંસારની સ્વાર્થમય દશા તથા લોભિયા ધનિકની સ્થિતિ જણાવે છે - સંસારમાં સૈ પોતપોતાના રહે નિત સ્વાર્થમાં,
સ્વાર્થ સરતાં દૂર ખસે દેખાય ઈમ પ્રત્યક્ષમાં ધનવંતને પણ હોય સુખ ક્યાં તે ગુણોની કદરને,
કરતા નથી કરતા કદી તે રાખતા બહુ લાભને. ૧૮૯ અર્થ આ સંસારની અંદર સૌ જીવો પિત પિતાના સ્વાર્થમાં મશગુલ રહે છે, એટલે દરેક જીવ પિતાને અર્થ (કામ, મતલબ) જ્યાં સુધી સરતો હોય ત્યાં સુધી તેને વળગતે રહે છે, પરંતુ જ્યારે તેને સ્વાર્થ સધાય છે, અથવા બીજું કાંઈ મળવાનું બાકી રહેતું નથી, એવી ખાત્રી થાય છે ત્યારે તે તેનાથી દૂર ખસે છે અથવા તેને ત્યાગ કરે છે. સામાએ પિતાને પોતાના દુ:ખના વખતમાં સહાય કરી છે, માટે મારે પણ તેને તેના દુખના વખતમાં સહાય કરવી જ જોઈએ એવું વિચારવાને બદલે આ મારો ઉપકારી માણસ દુઃખી છે માટે તેની પાસે હું જે જઈશ મારે પૈસા વગેરેની તેને સહાય આપવી પડશે. એવું ધારીને તે તેને ત્યાગ કરે છે. આથી જ કરીને કહેવાય છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org