SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૧૬૧ (નૈમિત્તિક વેષ ધારી) ચાણક્યના કહેવા પ્રમાણે જ્યારે નગરના લેકેએ તે માતૃમંડળ ઉખાડી નાખ્યું ત્યારે ચન્દ્રગુપ્ત અને પર્વતક આ બંને જણાએ પાટલીપુત્ર સ્વાધીન કર્યું. ( ત્યારપછી આ નગરમાં ચન્દ્રગુપ્ત રાજા થયે.) આ પ્રકારે અનેક ચિરસ્મરણીય વિશિષ્ટ ઘટનાઓથી ભરેલા આ નગરની અંદર અનેક ઉત્તમ વિદ્યાઓના જાણકાર પુરૂષે વસતા હતા. તેમજ સ્મૃતિ, પુરાણ, ભરત, વાસ્યાયન, ચાણક્યશાસ્ત્ર (નીતિશાસ) વગેરે શિષ્ટ શાસ્ત્રોમાં કુશળ પુરૂષની પણ ખામી ન હતી, તેમજ બહોતેર કલાઓના જાણકાર પુરૂષ તથા મંત્રવિદ્યા તંત્રવિદ્યા રસવાદ ધાતુવાદ નિધિવાદ અંજનપ્રયોગ ગુટિકા પ્રયોગ પાદપપ્રાગ રત્નપરીક્ષા વાસ્તુવિદ્યા કાવ્યશાસ્ત્ર ઇંદ્રજાલ વિગેરેના જ્ઞાનને ધારણ કરનારા તથા સ્ત્રી પુરૂષ હાથી તથા ઘોડાના લક્ષણે પારખીને ઉત્તમ મધ્યમ વિગેરે જાતિની ખાત્રી કરનારા પુરૂષે પણ અહીં વધારે પ્રમાણમાં રહેતા હતા. અહીં શ્રીઆર્યરક્ષિતજી ચૌદ વિદ્યાના પરગામી થયા હતા. ત્યાર બાદ તેઓ પિતાના દશપુર નગરમાં ગયા હતા. અને અવસરે શ્રી સલીપુત્ર આચાર્યની પાસે અને શ્રીવાસ્વામિજીની પાસે પૂર્વે ભણ્યા હતા. તથા હાથી હજાર યોજન ચાલે, તેમાં જેટલાં પગલાં પડે, તે દરેક પગલામાં હજાર હજાર નૈયા ભરી શકે, એવા મહા વૈભવશાલી ધનિક પુરૂષે પણ પૂર્વના સમયમાં અહીં રહેતા હતા. વળી એક આઢક પ્રમાણ તલ વાવવામાં આવે, અને જ્યારે તે તૈયાર થાય, ત્યારે તે તલની શીંગે માંથી જેટલા તલ નીકળે, તેટલી હજાર સેના હેર પ્રમાણ દ્રવ્યના અધિપતિઓ પણ અહીં પ્રાચીન કાલમાં રહેતા હતા, તથા ચોમાસામાં વહેતી પર્વતની નદીના પાણીના ધેધ પ્રવાહના વેગને જેમના તાબાની ગાયના દૂધના એક દિવસના માખણ વડે પાલ બાંધીને અટકાવી શકાય, એવા મહા ગોકુલના સ્વામી ધનિક પુરૂષે પણ પહેલાંના સમયમાં અહીં રહેતા હતા. તેમજ પ્રાચીન કાળમાં બીજા કેટલાક એવા પણ મહાધનિકે અહીં રહેતા હતા કે જેઓને અશ્વસેના વધારે પ્રમાણમાં રાખવાને શેખ હતું. તેમને ત્યાં એક દિવસના ઉત્પન્ન થયેલા ઉત્તમ જાતિવંત ઘોડાઓના બચ્ચાંઓના ખભા ઉપર ઉગેલા કેશ વડે આખા પાટલીપુત્ર નગરને વીંટી શકાય. આ પ્રમાણે દિન પ્રતિદિન તેઓ અશ્વસેનાને વધારતા અને પૂર્વે અહીં કેટલાએક મહાધનિકે બે પ્રકારના શાલિરત્ન ( ઉત્તમ ડાંગર) ને સંઘરતા હતા. તેમાં પહેલા નંબરનું શાલિરત્ન જૂદી જૂદી જાતના શાલિબીજને ઉપજાવી શકે, ૧ જન્મ. વિનિ. સં. ૫૨૨ માં, અને દીક્ષા ૫૪૪ માં ૨૨ વર્ષની ઉંમરે, શ્રીભદ્રગુપ્તસૂરિ છને નિઝામણું કરાવી ઘણું કરીને વી. સં૦ ૫૪૮ થી ૫૭૦ ના વચગાળામાં, ચાર અનુયોગ જુદા કરવાનો ટાઈમ ઘણું કરીને વીસંવ. ૫૮૪ માં અને ઈસ્વીસન ૧૮ માં, સ્વર્ગવાસ વિ. સં. ૧૯૭ માં, વિ. સં. ૧૨૭ માં ઈ. સ. ૭૧ માં. ૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy