________________
[ શ્રી વિજ્યપદ્વરિત
છએ રસવાલો આહાર વાપરતા હતા અને કેશ્યા વેશ્યાને તીવ્ર અનુરાગ હતો છતાં પણ તેમણે પરમ શીલભાવને ટકાવી કામશત્રુની ઉપર વિજય મેળવ્યું હતું. તેમની સ્પર્ધાથી સિંહ ગુફાવાસી મુનિ પણ અહીં (કેશ્યા વેશ્યાને ત્યાં) ચાતુર્માસ માટે આવ્યા હતા અને તે વેશ્યાનું રૂપ જોઈને ચલાયમાન થયા. આ પ્રસંગે આ વેશ્યાએ નેપાળ જેવા દૂર દેશમાંથી મુનિની પાસે રત્નકંબલ મંગાવીને અને તેને વાપરીને ખાલમાં નાખી દેવાના દષ્ટાન્ત વડે મુનિને પ્રતિબંધ પમાડ હતું, જેના પરિણામે તે મુનિરાજ ગુરૂમહારાજની પાસે જઈને આલોચના લેવા પૂર્વક નિર્મળ સંજમની આરાધનામાં ઉજમાલ બન્યા. આ ઘટના પણ અહીં જ બની હતી.
અહીં બાર વરસના દુકાલના પ્રસંગે આચાર્ય શ્રીસુસ્થિતમહારાજે તમામ ગચ્છને સુકાળવાળા દેશ તરફ વિહાર કરાવ્યો ત્યારે તે પ્રસંગે તે આચાર્ય મહારાજના નાના બે શિષ્યએ આંખમાં અદશ્ય બનાવનારું અંજન આંજીને રાજા ચંદ્રગુપ્તની સાથે કેટલાક દિવસ ભેજન કર્યુંતે વાર પછી ગુરૂ મહારાજે ઠપકો આપવાથી વિષ્ણુગુપતે એ બંનેને નિર્વાહ કર્યો.
યુગપ્રધાન મહાપુરૂષ શ્રીવાસ્વામીજીની બીજી આશ્ચર્યકારી બીના આ નગરમાં આ, પ્રમાણે બની હતી. એક વખત પૂજ્ય શ્રી વજાસ્વામીજી મહારાજ પિતાના સુવિહિત મુનિઓ સહિત વિહાર કરતા કરતા આ નગરમાં પધાર્યા. તે વખતે પહેલા પ્રવેશ કરવાના દિવસે નગરની સ્ત્રીઓને ચિત્તક્ષોભ ન થાય એ ઇરાદાથી વૈક્રિયલબ્ધિ દ્વારા સામાન્ય રૂ૫ કર્યું હતું અને અપૂર્વ દેશના આપી હતી. આ દેશના સાંભળી ઘણું જ ખૂશી થએલા રાજા, મસ્ત્રી વગેરે શ્રોતાઓ માંહમાંહે વાતચીત કરવા લાગ્યા કે આચાર્ય મહારાજના ગુણ ઘણું ઉત્તમ છે પરંતુ જોઈએ તેવું ગુણ પ્રમાણે રૂપ નથી તેનું શું કારણ? અનુક્રમે આ વાત સર્વત્ર ફેલાતાં પરમ્પરાએ અનેક લબ્ધિવાન શ્રી વજાસ્વામિજીએ સાંભળી ત્યારે બીજે દિવસે સ્વાભાવિક નિરૂપમ રૂ૫ વિમુવીને હજાર પાંખડીવાળા સોનાના કમળ ઉપર બેસી દેશના આપવા લાગ્યા. તે સાંભળીને અને તેમનું અપૂર્વ રૂપ દેખીને શ્રોતાઓ ઘણા જ ખૂશી થયા.
આ જ નગરના મધ્ય ભાગમાં મહાપ્રતિભાશાળી માતૃદેવતાઓની પ્રતિમાઓ હતી, જેના પ્રભાવે સમર્થ શત્રુઓ પણ પાટલીપુત્રને જીતવામાં અસમર્થ નીવડયા હતા. આ પ્રસંગે
૮ પરિશિષ્ટ પર્વમાં વિષ્ણુગુપ્તના સ્થાને ચાણક્યનું નામ આપ્યું છે તે આ પ્રમાણે
चाणक्योऽपि तमाचार्य, मिथ्यादुष्कतपूर्वकम् ।। वन्दित्वाऽभिदधे साधु, शिक्षितोऽस्मि प्रमद्वरः ॥ १ ॥ अद्यप्रभृति यद् भक्तपानोपकरणादिकम् । સાધૂનામુપો, તોય મણિ I ૨ . .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org