SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત વ્યું અને તે નગર પાટલાના ઝાડને લઈને પાટલીપુત્ર એ નામથી પ્રસિદ્ધિ પામ્યું.ર કાળાન્તરે વિકસ્વર ઘણાં કુસુમા ( પુષ્પાના સમુદાય ) વડે શાભાયમાન હાવાથી તે જ પાટલીપુત્ર નગર કુસુમપુર નામે પ્રસિદ્ધિ પામ્યું. ઉદાયીરાજાએ આ નવા નગરમાં શ્રી નેમિનાથ ભગવાનનું ચૈત્ય બંધાવ્યું અને ત્યાં હાથીશાળા, અશ્વશાળા, રથશાળા, માટા નાના મહેલ, દરવાજા, બજાર, દાનશાળા, પૌષધશાળા વગેરે તૈયાર કરાવ્યાં. આ નગરમાં ઉદાયીરાજાએ જેમ લાંખા કાળ સુધી રાજ્ય પાલન કર્યું તેવી રીતે જૈનધર્મની પણુ અપૂર્વ પ્રભાવના કરી. એક વખત ઉદાયીરાજા પૌષધવ્રતમાં રહ્યા હતા તે વખતે વિનયરત્નના પ્ર૫ચથી ઉદાયીરાજા કાળધર્મ પામી દેવલાકની ઋદ્ધિ પામ્યા. ત્યારખાદ એટલે પ્રભુ શ્રીમહાવીરના નિર્વાણુથી આઠ વર્ષ વીત્યા બાદ હજામ અને ગણિકાના પુત્ર નંદ નામે રાજા થયા. અનુક્રમે નવમા નન્દરાજાના વખતમાં પરમાત (મહાશ્રાવક) કલ્પકના વંશમાં થયેલા શકડાળ નામે મંત્રી થયા. તેમને સ્થૂલિભદ્ર અને શ્રીયક નામના બે પુત્રા અને યક્ષા ૧, યક્ષદત્તા ૨, ભૂતા ૩, ભૂતવ્રુત્તા ૪, એણા (સેણા) ૫, વેણા ૬, અને રેણા ૭ એ નામની સાત પુત્રીએ હતી. યક્ષાદિ સાતે પુત્રીઓની યાદશક્તિની ખાખતમાં એમ કહ્યું છે કે પ્રથમ પુત્રીને એક વાર કહેવામાં જે આવે યાદ રહી જાય. એમ બીજીને બે વાર કહેવાથી યાદ રહી જાય. ત્રીજીને ત્રણ વાર, ચોથીને ચાર વાર, પાંચમીને પાંચ વાર, છઠ્ઠીને છ વાર અને સાતમીને સાત વાર કહેલી મીના યાદ રહી જાય. કેાશા વેશ્યા અને તેની વ્હેન ઉપકૈાશા એ અનેની જન્મભૂમિ તરીકે આ નગર પ્રસિદ્ધ છે. આ જ પાટલીપુત્ર નગરમાં મન્ત્રીશ્વર ચાણુયે નદરાજાનું રાજ્ય મૂળથી ઉખેડીને મૌર્યવંશના શ્રી. ચંદ્રગુપ્તને રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો. તે ચંદ્રગુપ્ત રાજાના વંશમાં અનુક્રમે બિન્દુસાર, અશાક, કુણાલ અને સંપ્રતિ એ નામના રાજાએ થયા. આ કુણાલના પુત્ર સંપ્રતિ મહારાજા ત્રણ ખંડ પ્રમાણ ભરતક્ષેત્રના અધિપતિ હતા. એ મહાશ્રાવક હતા અને તેમણે અનાર્ય દેશોને પણ મુનિવિહારને લાયક બનાવ્યા હતા. સર્વ કળાના સમુદાયને ભણનાર રાજા મૂળદેવ અને મહાધુનિક અચલ નામના १ यत उक्तम्- गउडेसु पाडलिपुरे संपइराया तिखंडभरहवई । अज्जसुहत्थिगणहरं, ખુદ્દ પળો પરમસğr | ગૌડ દેશમાં પાટલીપુત્ર નગરમાં પરમ શ્રાવક ભરતના ત્રણે ખંડના અધિપતિ સંપ્રતિ મહારાજા વિનય પૂર્વીક શ્રી.આÖસુહસ્તિ ગણધર ભગવંતને ( દિવાળીકલ્પની ઉત્પત્તિ વિષયક ) પ્રશ્ન પૂછે છે. ( દિવાળીકલ્પ ) ૨ ખીજા પ્રથામાં ઉદાયી રાજાની માતાનું નામ પાટલીરાણી હાવાથી નગરનું નામ પાટલીપુત્ર એવું રાખ્યું એમ પણ આવે છે. આથી “પાટલીપુત્ર” શબ્દના અર્થ ઉદાયીરાજા પશુ કરી શકાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy