________________
દેશનાચિંતામણિ ]
૧૫૭
=
મહારાજે પૂછયું કે હું મુક્તિ પામીશ કે નહીં. આના જવાબમાં કેવલજ્ઞાની સાધ્વીએ કહ્યું કે તમારે ઉતાવળ કરવી નહીં. જ્યારે આપ ગંગા નદી ઉતરશે ત્યારે તમને કેવળજ્ઞાન જરૂર થશે. એક વખત ગંગા નદીને ઉતરવા માટે આચાર્ય મહારાજ લોકોની સાથે નાવમાં ચઢ્યા. ત્યાં બીના એવી બની કે જે જે બાજુ આચાર્ય મહારાજ બેસે તે તે તરફ વહાણ ડૂબવા માંડયું. તેથી આચાર્ય મહારાજ વચમાં બેઠા, ત્યારે આખુયે વહાણ ડૂબવા લાગ્યું. આથી કંટાળીને લોકેએ આચાર્ય મહારાજને નદીમાં ફેંકી દીધા (આ વખતે આચાર્ય મહારાજની પાછલા ભવની પત્ની કે જે અણુમાનિતી હોવાને લઈને આચાર્ય મહારાજની ઉપર દ્વેષ ધારણ કરતી હતી તે મરીને વ્યક્તરી થઈ હતી) આ વખતે આ વ્યન્તરીએ પાણીમાં પડતા આચાર્યને શૂળીમાં પડ્યા, આવી તીવ્ર વેદના ભેગવવાના પ્રસંગે પણ આચાર્ય મહારાજ અપકાયના જીવોની ઉપર દયાના પરિણામ રાખતા હતા. પરન્ત પોતાને થતી વેદના ઉપર લગાર પણ લક્ષ રાખતા ન હતા. અનકમે નિર્મલ ભાવના જાગતાં કે શ્રેણીમાં આરૂઢ થયા અને અન્તકૃત કેવલી થઈને સિદ્ધિપદ પામ્યા. આવા ઉત્તમ પ્રસંગે નજીકમાં રહેલા દેવતાઓએ આચાર્ય મહારાજને નિર્વાણ મહત્સવ કર્યો. આવી રીતે આ સ્થળે પ્રકૃષ્ટ (સર્વોત્કૃષ્ટ) યાગ (પૂજા) પ્રવત્યો માટે આ સ્થળ પ્રયાગ એ નામથી પ્રસિદ્ધિ પામ્યું. અને અન્ય દર્શનીઓ શલીમાં પરોવાના પ્રસંગને જોઈને ગાડરીયા પ્રવાહની માફક પિતાના ઉપર કરવત મૂકાવવા લાગ્યા. તે સ્થળે રહેલાં વડ વૃક્ષોને સ્વેચ્છાએ ઘણી વાર કાપી નાખ્યા છતાં પણ તે વૃક્ષો વારંવાર ઉગે છે.
નદીના પાણીમાં રહેલી આચાર્ય મહારાજની ખોપરી માછલાઓના પ્રહારને સહન કરતી તેમજ પાણીને મજાઓમાં તણાતી તણાતી નદીને કાંઠે આવી, છીપની માફક આમતેમ પછડાતી પછડાતી કેઈ એક ગુપ્ત પ્રદેશમાં ભરાઈ ગઈ. એ ખોપરીના અન્દરના ભાગમાં એક વખત પાટલા (વૃક્ષ)નું બીજ પડયું. અનુક્રમે એ બીજ પરીના કપરને ભેદીને જમણુ હડપચીમાંથી પાટલાનું ઝાડ ઉગ્યું. એ ઝાડ મોટા સ્વરૂપે થયું.
હે રાજન ! આ પ્રમાણે આ મુનિનું વૃત્તાન્ત સાંભળીને તેમજ તે પ્રસંગે પહેલાંની પાટલા વૃક્ષની ઉપરના ચાષપક્ષીની બીના ધ્યાનમાં લઈને તમારે આ સ્થાનમાં નગર વસાવવું જોઈએ અને શિયાળણુને શબ્દ સંભળાય તેટલી હદ સુધી સૂત્ર (દેરી) દેવું જોઈએ. એટલે કે જમીનની હદ સમજવાને માટે લાઈનદેરી દેવી જોઈએ. આ વૃદ્ધ નિમિત્તિયાનું વચન સાંભળી રાજાએ તેમ કરવા માટે નિમિત્તિયાને હુકમ કર્યો. ત્યારબાદ તેઓએ પાટલાવૃક્ષને પૂર્વ તરફ ગણુને (રાખીને) પશ્ચિમ તરફ, પછી ઉત્તર તરફ, પછી પૂર્વ તરફ, પછી દક્ષિણ તરફ એ રીતે શીયાળણીના શબ્દ સુધી જઈને લાઈનદારી નક્કી કરી. એ પ્રમાણે નગરની રચના સમચોરસ રાખી.
ત્યારપછી નિમિત્તિઓએ નક્કી કરેલી લાઈનરી પ્રમાણે તે સ્થળે રાજાએ નગર વસા-:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org