________________
દેશનાચિંતામણિ ]
૧૫૩ આપણું ઉદાયી રાજાને પણ સ્વભાવે ( અનાયાસે ) ઘણી લક્ષમી મળે, આ વિચાર કરી તેઓએ રાજા પાસે આવી તમામ બીના જણાવી. એ સાંભળીને રાજા ઘણે ખૂશી થયો. આ પ્રસંગે સભામાં બેઠેલા એક અનુભવી ઘરડા નિમિત્તિઓએ કહ્યું હે રાજન ! આ પાટલીનું ઝાડ ઘણું ઉત્તમ જાણવું. બીજા ઝાડોની માફક આ સામાન્ય ઝાડ નથી. કારણ કે આના મહિમાને જાણનારા પ્રાચીન મહર્ષિ ભગવંતોએ આને મહિમા આ પ્રમાણે જણાવ્યા છે –
पाटलाद्रः पवित्रोऽयं महामुनिकरोटिभूः ॥
एकावतारोऽस्य मूल-जीवश्चेति विशेषतः ॥ १॥ અર્થ–મહાજ્ઞાની એવા મહાત્માની પરીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયેલું છે અને તે મહાપવિત્ર છે. અને વધારામાં જાણવા લાયક બીના એ છે કે વિશેષ કરીને આ ઝાડને મૂલને જીવ એકાવતારી છે.
આ સાંભળીને રાજાએ કહ્યું કે તે મહાશય કેણ થયા. ત્યારે વૃદ્ધ નિમિતિએ કહ્યું કે હે રાજન ! આ મહાત્માનું આશ્ચર્યકારી ચરિત્ર હું કહું છું તે સાવધાન થઈને આપ સાંભળે –
ઉત્તર મથુરામાં રહેનાર દેવદત્ત નામને વાણીયાને દીકરો મુસાફરી કરવા નીકળ્યો હતે. તે અનુક્રમે ફરતો ફરતે એક વખત દક્ષિણ મથુરામાં આવ્યું. ત્યાં તેને જયસિંહ, નામના વ્યાપારીના પુત્રની સાથે મિત્રાચારી (ભાઈબંધી) થઈ. એક વખત મિત્રના આગ્રહથી તેના ઘરે ભેજન કરવા માટે દેવદત્ત ગમે ત્યાં તેના મિત્ર (જયસિંહ) ની અર્ણિકા નામની બહેન જમવાના થાળમાં ભોજન પીરસી ને વીંજણાથી દેવદત્તને પવન નાખવા લાગી. આ વખતે દેવદત્ત તેનું સુન્દર રૂપ જોઈને તેની ઉપર અનુરક્ત (આસક્ત) થયો. ત્યાંથી ઘેર જઈ પિતાના ખાનગી નેકરે દ્વારા જયસિંહની પાસે અર્ણિકાની માગણી કરી. તેઓની પાસેથી આ બીના સાંભળીને (અર્ણિકાના ભાઈ) જયસિંહે દેવદત્તના કરોને કહ્યું કે હું મારા ઘરને છોડીને જે દૂર ન રહેતા હોય. તેને મારી બહેન અર્ણિકા આપવા (પરણાવવા) ચાહું છું. તેમાં તાત્પર્ય એ છે કે હંમેશાં હું બહેન અને બનેવીના દર્શન કરી શકું. જ્યાં સુધી મારી બહેન પુત્રવાળી ન થાય ત્યાં સુધી મારે ત્યાં દેવદતે રહેવું જોઈએ, એ પ્રમાણે જે દેવદત્ત કબુલાત આપે તે હું આપવા (પરણાવવા) ને તૈયાર
૧. આ ઝાડનાં મૂલને છવ ત્યાંથી નીકળી મનુષ્યભવ પામી તે ભવમાં મોક્ષમાં જશે. આ બાબતને સ્પષ્ટ સમજવા માટે મરૂદેવા માતાનું દષ્ટાંત યાદ રાખવું, કારણ કે તે વર્તમાન ભવની પહેલા કેળ નામની વનસ્પતિમાં હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org